₹23 ના સ્ટોકે કર્યો કમાલ, રોકાણકારોને આપ્યું 1200% નું રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ

Stock Market: શેર બજારમાં ઘણા એવા શેર હોય છે, જેણે ઓછા સમયમાં રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે. આ મલ્ટીબેગર સ્ટોક ખરીદી ઈન્વેસ્ટરો માલામાલ બની ગયા છે. આવો એક સ્ટોક એવીજી લોજિસ્ટિકનો છે, જેણે છેલ્લા ત્રણ વર્ષમાં 1200 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. 

₹23 ના સ્ટોકે કર્યો કમાલ, રોકાણકારોને આપ્યું 1200% નું રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ

Multibagger stock: જે લોકોએ શેરબજારમાં વેચવાલી દરમિયાન સમયસર બોટમ ફિશિંગ શરૂ કર્યું હતું, તેઓ પાસે આજે ભારતીય શેરબજારમાંથી ભારે પૈસા છે. એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડના શેર (AVG Logistics share)તેનું તાજુ ઉદાહરણ છે. આ સ્મોલ-કેપ સ્ટોક લગભગ 23 રૂપિયા પર હતો અને આજે તે 300 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે સાડા ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે પોતાના વર્તમાન શેરધારકોને લગભગ 1200 ટકાનું રિટર્ન આપ્યું છે.

AVG Logistics શેર પ્રાઇઝ હિસ્ટ્રી
પાછલા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકે પોતાના શેરધારકોને 7 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા છ મહિનામાં આ સ્મોલ-કેપ સ્ટોક લગભગ 160થી 300ના સ્તર સુધી વધી ગયો છે. એટલે કે આ દરમિયાન લગભગ 85 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સ્મોલ-કેપ મલ્ટિબેગર સ્ટોક વર્ષ-ટુ-ડેટ (YTD) સમયમાં લગભગ ₹118 થી વધીને ₹300 પ્રતિ સ્તરે પહોંચ્યો છે, જે તેના રોકાણકારોને 150 ટકા વળતર આપ્યું છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 140 ટકાની તેજી આવી છે. આ સ્ટોકમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 1200 ટકા સુધીનો વધારો થયો છે. 

રોકાણકારો માલામાલ
એવીજી લોજિસ્ટિક્સ શેર પ્રાઇઝ હિસ્ટ્રી પ્રમાણે જો કોઈ ઈન્વેસ્ટરે છ મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 1 લાખના આજે 1.85 લાખ થઈ ગયા હોત. જો ઈન્વેસ્ટરે 2023ની શરૂઆતમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખના આજે 2.50 લાખ થઈ ગયા હોત. આ રીતે કોઈ ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ વધીને 2.4 લાખ થઈ ગઈ હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news