આ રાજીનામું છે કે બીજું કંઇક..? શિખા શર્મા છોડશે એક્સિસ બેંકના CEO નું પદ
બે મહિના પહેલાં બેકિંગ કૌભાંડની તપાસ ખુલવાનું શરૂ ગઇ હતી. પીએનબી બાદ એક પછી એક કરીને સરકારી બેંકોએ આપેલી લોનને કૌભાંડ ગણાવી દીધી. ત્યારબાદ પ્રાઇવેટ બેંકોનો નંબર હતો. સૌથી પહેલાં આઇસીઆઇસીઆઇ બેંકનો કેસ સામે આવ્યો.
Trending Photos
નવી દિલ્હી: બે મહિના પહેલાં બેકિંગ કૌભાંડની તપાસ ખુલવાનું શરૂ ગઇ હતી. પીએનબી બાદ એક પછી એક કરીને સરકારી બેંકોએ આપેલી લોનને કૌભાંડ ગણાવી દીધી. ત્યારબાદ પ્રાઇવેટ બેંકોનો નંબર હતો. સૌથી પહેલાં આઇસીઆઇસીઆઇ બેંકનો કેસ સામે આવ્યો. વીડિયોકોન ગ્રુપને લોન આપવામાં અનિયમિતતા વર્તવાના લીધે ચંદા કોચરને સવાલ-જવાબનો સામનો કરવો પડી રહ્યો છે. ચર્ચા એ છે કે બોર્ડના કેટલાક ડાયરેક્ટર્સ તેમને પદ પર જોવા માંગતા નથી. આ મામલો હજુ શાંત થયો નથી ત્યાં તો બીજી તરફ વધુ એક પ્રાઇવેટ એક્સિસ બેંકની સીઇઓ શિખા શર્મા પર આફત આવી ગઇ છે અને વધતા જતા એનપીએને લઇને તેમના ચોથા કાર્યકાળ પર સવાલ ઉભા થયા છે. આરબીઆઇએ બેંક બોર્ડને પત્ર લખીને તેમના ચોથા કાર્યકાળ પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું. તો બીજી તરફ થોડા દિવસો બાદ શિખા શર્માએ પોતે જ પોતાનો કાર્યકાળ ઘટાડવા માટેનું મન બનાવી લીધું...શું બધુ બરાબર છે. આ રાજીનામું છે કે પછી બીજું કંઇક....?
કેમ સવાલ ઉભા થાય છે?
એક્સિસ બેંકની સીઇઓ શિખા શર્માએ બોર્ડે પોતાનો ઘટાડવા માટે કહ્યું છે. તે ડિસેમ્બર 2018 સુધી આ પદ પર રહેવા માંગે છે. બોર્ડે તેમની આ ભલામણને મંજૂર કરી દીધી છે. જૂલાઇ 2017માં તેમનો કાર્યકાળ ખતમ થતાં પહેલાં તેમને વધુ ત્રણ વર્ષ માટે બેંકના સીઇઓ નિયુક્ત કર્યા હતા. તેમની નવી ટર્મ 1 જૂન 2018થી શરૂ થવાની છે. પરંતુ શું, આ હકીકત છે. ફક્ત બજાર, શેરધારકોના હિતમાં આ નિર્ણય છે અથવા તો કોઇ દબાણ છે.
આરબીઆઇની ચિઠ્ઠી બાદ કેમ?
સવાલ એ ઉદભવે છે કે શિખા શર્માએ બોર્ડ પાસે કાર્યકાળ ઘટાડવા માટે હવે કેમ કહ્યું. શું ખરેખર આ તેમનો નિર્ણય છે કે પછી આરબીઆઇને પત્ર લખ્યા બાદ એક્સિસ બેંકના બોર્ડે તેમને આ પદ પરથી દૂર થવા માટે કહ્યું છે. બોર્ડના એક સભ્યએ નામ ન છાપાવાની શરતે જણાવ્યું કે બોર્ડે તેમની સાથે ચર્ચા કરી હતી. તે આ વાત પર સહમત હતી. જોકે બોર્ડે તેમને ફરીથી વિચાર કરવા માટે કહ્યું હતું. પરંતુ થોડો સમય માંગતા ડિસેમ્બર સુધી પદ પર રહેવાની વિનંતી કરી.
બોર્ડ પણ એકમત ન હતું!
સૂત્રોનું માનીએ તો એક્સસિસ બેંકના બોર્ડ કેટલાક સભ્ય ઇચ્છતા હતા કે શિખા શર્મા ઓછામાં ઓછા આગામી વર્ષ સુધી સીઇઓ રહે. જોકે કેટલાક સભ્યો એમપણ ઇચ્છતા હતા કે શેરધારકોના હિત અને એનપીએને લઇને વધતા જતા દબાણમાંથી બહાર નિકળવા માટે તાત્કાલિક પદ છોડવું જોઇએ. સૂત્રોના અનુસાર શિખા શર્માને મોડે સુધી કેટલાક સભ્યો સાથે અનૌપચારિક બેઠક થઇ હતી. તે બેઠક બાદ જ શિખા શર્માના કાર્યકાળ ઘટાડવાની વાત સામે આવી છે.
અંગત નિર્ણય હતો તો પહેલાં કેમ નહી?
બોર્ડનું કહેવું છે કે આ શિખા શર્માનો અંગત નિર્ણય છે. પરંતુ જો આમ હોય તો આ નિર્ણય તે સમયે કેમ ન લીધો જ્યારે ચોથા કાર્યકાળ પર વિચાર થઇ રહ્યો હતો. બેંકિંગ જાણકારોનું માનીએ તો હાલમાં બેંકિંગ સિસ્ટમ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. એવામાં સરકાર, આરબીઆઇ અને બેંકોએ કેટલાક આકરા પગલાં ભરવા પડશે. આ તે જ નિર્ણયોમાંનો એક છે.
એનપીએના લીધે તો નિર્ણય નહી..?
બેંકના NPAs માં ગત કેટલાક વર્ષોથી ઝડપથી વધારો થયો છે. બેંકનો માર્ચ 2015માં જ્યાં NPAs 4,110 કરોડ રૂપિયા હતો, તો બીજી તરફ આ માર્ચ 2017માં વધીને 21,280 કરોડ રૂપિયા થઇ ગયો છે. આ પ્રકારે બે વર્ષ વર્ષમાં જ બેંકનો એનપીએ લગભગ 5 ગણો વધી ગયો છે. તો બીજી તરફ બેંકનો નફો આ દરમિયાન 7,357.8 થી ઘટીને 3,679.2 કરોડ રૂપિયા પર આવી ગયો.
શિખા શર્માએ પોતે કરી રિકવેસ્ટ
એક્સિસ બેંકના અનુસાર બેંકની સીઇઓ શિખા શર્માએ પોતે બેંકના બોર્ડને આગ્રહ કર્યો કે તેમનો કાર્યકાળ 1 જૂન થી 31 ડિસેમ્બર માટે રિવાઇઝ્ડ કરવામાં આવે. જોકે બેંકે પોતાની રેગ્યુલેટરી ફાઇલિંગમાં એ જણાવ્યું નથી કે તેમણે આવો આગ્રહ કેમ કર્યો છે. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર બેંકના બોર્ડે તેમનો આગ્રહ સ્વિકાર કરી લીધો છે, પરંતુ આરબીઆઇની મંજૂરી બાદ જ લાગૂ ગણવામાં આવશે.
ગત વર્ષે જ છોડવાનું મન બનાવી લીધું હતું
આ મામલે જાણકાર બીજા એક વ્યક્તિએ જણાવ્યું કે શિખા શર્માએ ગત વર્ષે જ બેંક છોડવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો તેમણે એક્સિસથી બહાર વધુ વેતન પર નવી ભૂમિકા મળી રહે છે. પરંતુ બેંકે તેમને એક્સિસ બેંકમાં રહેવા માટે મનાવી લીધા. જોકે આરબીઆઇ દ્વારા તેમની ફરીથી નિમણૂંકની મંજૂરીમાં મોડું થવાના લીધે શિખા ફરીથી બોર્ડમાં આ અરજી સાથે આવી કે તેમની રજા મંજૂર કરવામાં આવે. આખરે બોર્ડે તેને મંજૂરી આપી દીધી અને તેમને નવા સીઇઓની નિમણૂંક પદ પર બની રહેવા પર કહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે