Triveni Turbine: 50 રૂપિયાનો શેર પહોંચ્યો 480ને પાર, 4 વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન

Best Multibagger Stock: ટરબાઇન બનાવનારી આ કંપનીના સ્ટોકે શેર બજારમાં શાદનાર પ્રદર્શન કર્યું છે. બ્રોકરેજ ફર્મ હજુ આ શેર પર બુલિશ છે. 
 

Triveni Turbine: 50 રૂપિયાનો શેર પહોંચ્યો 480ને પાર, 4 વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન

નવી દિલ્હીઃ ટરબાઇન મેન્યુફેક્ચર કરનારી કંપની ત્રિવેણી ટરબાઇનની ગણના ભારતીય શેર બજારમાં સૌથી શાનદાર મલ્ટીબેગરોમાં કરવામાં આવે છે. આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને એવું રિટર્ન આપ્યું કે ઘણા લોકો ચોકી ગયા. માત્ર 4 વર્ષમાં આ શેરના ભાવમાં 850 ટકાથી વધુની તેજી આવી છે.

તાજેતરના દિવસોમાં આવી રહી શેરની ચાલ
આજે ત્રિવેણી ટરબાઇન લિમિટેડના શેરના ભાવમાં 4 ટકાથી વધુની તેજી આવી હતી. કંપનીના શેરનો ભાવ 485 રૂપિયા છે. છેલ્લા પાંચ દિવસમાં આશરે સાડા પાંચ ટકાની તેજી આવી છે. છેલ્લા એક મહિનામાં આ શેર આશરે 30 ટકા મજબૂત થયો છે, જ્યારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી શેરના ભાવમાં 15 ટકાની રેકોર્ડ તેજી જોવા મળી છે. 

4 વર્ષ પહેલા 50 રૂપિયા હતો ભાવ
આ રીતે ત્રિવેણી ટરબાઇનનો શેર છેલ્લા છ મહિનામાં આશરે 25 ટકાના ફાયદામાં છે, જ્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમાં 40 ટકાથી વધુની તેજી આવી છે. છેલ્લા બે વર્ષમાં શેર 170 ટકા ઉપર ગયો છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં તેની કિંમતમાં 385 ટકાનો વધારો થયો છે. ચાર વર્ષ પહેલા માર્ચ 2020માં કંપનીના એક શેરનો ભાવ માત્ર 50 રૂપિયા હતો. 

500 રૂપિયાની નજીક પહોંચ્યો શેર
આ સ્ટોકનો 52 વીક હાઈ 498.70 રૂપિયા છે. એટલે કે સ્ટોક 500 રૂપિયાની નજીક પહોંચ્યો હતો. કંપનીના શેરનો 52 વીક લો 291.35 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 15420 કરોડ રૂપિયા છે, જ્યારે તેનો પીઈ રેશિયો  62.08 અને ડિવિડન્ડ યીલ્ડ 0.27 ટકા છે. 1995માં શરૂ થયેલી આ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા આશરે 725 છે.

બ્રોકરેજે આપ્યો નવો ટાર્ગેટ
આ સ્ટોકને લઈને ઘણા બ્રોકરેજ બુલિશ જોવા મળી રહ્યાં છે. મોતીલાલ ઓસવાલે ત્રિવેણી ટરબાઇનને બાય રેટિંગની સાથે 540 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો અન્ય એક બ્રોકરેજ ફર્મ શેરખાને પણ તેને બાય રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ 550 રૂપિયાનો આપ્યો છે. એટલે કે શેર વર્તમાન સમયથી 12-13 ટકા આગળ વધી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news