મોટી રાહત! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ થયો ઘટાડો, જાણો ભાવ

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડાનું વલણ સતત શનિવારે ત્રીજા દિવસે પણ ચાલી રહ્યું છે. દેશની રાજદાનીદિલ્હીમાં પેટ્રોલ 82 રૂપિયા પ્રતિ લિટરથી ઘટી ગયું છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલનાં ભાવ 39 પૈસા ઘટીને 81.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું, જ્યારે ડીઝલનાં ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો. ડીઝલનાં ભાવમાં 75.36 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. 

મોટી રાહત! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ થયો ઘટાડો, જાણો ભાવ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડાનું વલણ સતત શનિવારે ત્રીજા દિવસે પણ ચાલી રહ્યું છે. દેશની રાજદાનીદિલ્હીમાં પેટ્રોલ 82 રૂપિયા પ્રતિ લિટરથી ઘટી ગયું છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલનાં ભાવ 39 પૈસા ઘટીને 81.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું, જ્યારે ડીઝલનાં ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો. ડીઝલનાં ભાવમાં 75.36 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. 

કોલકાતામાં પેટ્રોલ 38 પૈસા ઘટીને 83.83 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે અને ડીઝલનાં ભાવ 12 પૈસાનાં ઘટાડા સાથે 77.21 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં શનિવારે પેટ્રોલના ભાવ ઘટીને 87.46 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું અને ડીઝલ 13 પૈસાના ઘટાડા સાથે 79 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ ગયું છે. 

ચેન્નાઇમાં પેટ્રોલ 41 પૈસા પ્રતિ લીટર સસ્તું થઇ ગયું અને 85.22 રૂપિયા પ્રતિ લીટર વેચાવા લાગ્યું. બીજી તરફ ડીઝલનો ભાવ 13 પૈસાનાં ઘટાડા સાથે 79.69 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. આંતરરાષ્ટ્રીય બજાર ગત્ત દિવસોમાં કાચા તેલનાં ભાવમાં આવેલા ઘટાડા બાદ ભારતીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જો કે આ અઠવાડીયે આંતરરાષ્ટ્રીય વાયદા વેપારમાં તેલનો ભાવ સીમિત વર્તુળમાં રહ્યું, જો કે છેલ્લા 15 દિવસમાં કાચા તેલનાં ભાવમાં આશરે 6 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો આવ્યો છે. ત્રણ ઓક્ટોબરના રોજ આઇસીઇ પર બ્રેંટ ક્રૂડ 86 ડોલર પ્રતિ બૈરલથી ઉપર જતી રહી હતી, જ્યારે શુક્રવારે બ્રેંટ ક્રૂડનું ડિસેમ્બર ડિલીવરી સોદા ગત્ત સત્રની તુલનાએ આશરે એક ટકા સાથે 80 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો.

બીજી તરફ ઘરેલુ વાયદા બજારમાં કાચા તેલનાં ભાવ ગત્ત એક પખવાડીયામાં 600 રૂપિયા પ્રતિ બેરલ કરતા વધારે ઘટ્યું છે. વ્યાપારી સપતાહના આખરે શુક્રવારે મલ્ટી કમોડિટી એક્સચેંજ પર કાચા તેલના આ મહિના અઠવાડીયે થનારા મેનેજમેન્ટ ગત્ત સત્રની તુલનાએ 10 રૂપિયાની મજબુતી સાથે 5083 રૂપિયા પ્રતિ બેરલ પર બંધ થયો, જ્યારે 3 ઓક્ટોબર 2018નાં રોજ આ સોદાનો ભાવ 5600 રૂપિયાથી વધારે ઉછળ્યો હતો. જાણકારો જણાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવમાં થયેલા ઘટાડા કે વધારાની અસર ભારતમાં પેટ્રોલ અથવા ડીઝલનાં ભાવ પર આશરે અઠવાડીયા બાદ જ દેખાઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news