25 ઓક્ટોબરે આવી રહ્યો છે ફાર્મા કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડની જાહેરાત, જાણો વિગત

Blue jet Healthcare નો આઈપીઓ આવી રહ્યો છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ 329 રૂપિયાથી 346 રૂપિયા નક્કી કરી છે. ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. 

25 ઓક્ટોબરે આવી રહ્યો છે ફાર્મા કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડની જાહેરાત, જાણો વિગત

IPO News Update: ફાર્મા સેક્ટરની કંપની બ્લૂ જેટ હેલ્થકેર (Blue jet Healthcare) નો આઈપીઓ આવી રહ્યો છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ 329 રૂપિયાથી 346 રૂપિયા નક્કી કરી છે. ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 25થી 27 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. એન્કર ઈન્વેસ્ટરો માટે 23 ઓક્ટોબર 2023 ના આ આઈપીઓ ખુલશે. 

પ્રમોટર્સ જારી કરશે શેર
આઈપીઓમાં 2.4 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર્સ જારી કરશે. તેમાં ફ્રેશ ઈશ્યૂ શેર જારી કરવામાં આવશે. આ આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલા પૈસા કંપનીના ખાતામાં જશે નહીં. કારણ કે બ્લૂ જેટ હેલ્થકેર આઈપીઓમાં અરોડા પરિવાર પોતાની ભાગીદારી ઘટાડશે. નોંધનીય છે કે બ્લૂ જેટ હેલ્થકેરના આઈપીઓની સાઇઝ 840.27 કરોડ રૂપિયા છે. 

શું છે લોટ સાઇઝ?
કોઈપણ રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 43 શેર પર દાવ લગાવવો પડશે. એટલે કે એક ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14878 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકશે. નોંધનીય છે કે ક્વોલીફાઇડ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ માટે આઈપીઓનો 50 ટકા ભાગ બુક છે. 

કંપનીની સ્થિતિ
નાણાકીય વર્ષ 2023માં કંપનીનું રેવેન્યૂ 721 કરોડ રૂપિયા રહ્યું છે. આ દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ 160 કરોડ રૂપિયા રહ્યો છે. તો નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બ્લૂ જેટ હેલ્થકેરનો પ્રોફિટ 44.10 કરોડ રૂપિયા રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news