બજેટ 2018 : સ્વાસ્થ્ય વીમા યોજના દ્વારા 50 કરોડ લોકોને 5 લાખનો વિમો મળશે
નાણામંત્રી અરૂણ જેટલી મોદી સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણકાલિન બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે ચૂંટણી પહેલાં આ બજેટ પર બધાની નજર ટકેલી છે. સામાન્ય માણસો અને ઉદ્યોગ જગતને બજેટને લઇને ખૂબ આશાઓ છે. 1 જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ થયા બાદ સરકાર પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે.
ગરીબી દૂર કરીને મજબૂત ભારત બનાવીશું: ભારત
‘બિનજરૂરી નિયમ કાયદાઓથી લોકોને રાહત આપવા માટે અમે પ્રતિબદ્ધ’
બજેટમાં નવા ગ્રામીણ બજાર ઇ-નેમ બનાવવાની જાહેરાત કરી
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલી મોદી સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણકાલિન બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે ચૂંટણી પહેલાં આ બજેટ પર બધાની નજર ટકેલી છે. સામાન્ય માણસો અને ઉદ્યોગ જગતને બજેટને લઇને ખૂબ આશાઓ છે. 1 જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ થયા બાદ સરકાર પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જોવાનું એ રસપ્રદ રહેશે કે બજેટમાં અરૂણ જેટલી લોકોની આશાઓ પર કેટલા ખરા ઉતરે છે. 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બજેટ લોભામણું હશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ સાથે જ સરકારની સામે અર્થવ્યવસ્થાને જળવાઇ રહે અને વિકાસ દરના ઉંચા સ્તરના લક્ષ્યને સાધવાનો પણ પડકાર છે.
રાજ્યકક્ષાના નાણામંત્રી શિવપ્રતાપ શુક્લએ આજે સવારે કહ્યું કે આ એક સારું બજેટ હશે અને સામાન્ય લોકોના હિતમાં હશે. સવારે નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. ત્યારબાદ સંસદ ભવનમાં કેબિનેટની બેઠક થઇ, જેમાં બજેટને આપવામાં આવી. લોકસભામાં ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું.
અરૂણ જેટલીના બજેટ ભાષણની મહત્વપૂર્ણ વાતો:
મોદીના નેતૃત્વમાં ઘણા મૌલિક સુધારા કરવામાં આવ્યા.
વિદેશી રોકાણમાં વધારો થયો છે
ગરીબી દૂર કરી કરી મજબૂત ભારત બનાવીશું
ઉચ્ચ આર્થિક વિકાસના માર્ગે આગળ વધીશું.
આજનો યુવાન ઇમાનદારીનું જીવન જીવી રહ્યો છે
દુનિયામાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત
ઉજ્જવલા યોજના દ્વારા કરોડો ગરીબોને મફતમાં ગેસ કનેક્શન
સૌભાગ્ય યોજના દ્વારા કરોડો ઘરમાં અજવાળા પથરાઇ રહ્યાં છે
દવાઓ, સસ્તી થઇ છે, સ્ટેન્ડના ભાવ ઘટ્યા
ગરીબો અને મધ્યમવર્ગને આવાસ યોજના દ્વારા વ્યાજદરોમાં મોટી રાહત
બિનજરૂરી નિયમ કાયદાઓથી લોકોને રાહત આપવા માટે અમે પ્રતિબદ્ધ
જીએસટીને વધુ સરળ બનાવવામાં આવ્યો
અમે ઇઝ ઓફ લિવિંગ પર ભાર મૂકી રહ્યાં છીએ
કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર
મોદી સરકાર ખેડૂતો માટે કલ્યાણ માટે પ્રતિબદ્ધ
પાકને ન્યુનત્તમ સપોર્ટ ભાવમાં ઉલ્લેખનીય વધારો
ખેડૂતોની આવકને બમણી કરવા માટે પ્રયાસરત
ખેડૂતોને કિંમતના દોઢ ગણા મળશે
2000 કરોડના ખર્ચે કૃષિ બજાર મળશે
નવા ગ્રામીણ બજાર ઇનેમ બનાવવાની જાહેરાત
ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે
બધા પાકને ન્યૂનતમ સપોર્ટ ભાવ મળશે
42 મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે
પશુ પાળનારાઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ મળશે
ખેડૂતોને વ્યાજ માટે 11000 કરોડ રૂપિયાનો ફંડ
શિક્ષણ માટે જાહેરાત
શિક્ષણની ગુણવત્તા હજુ પણ મોટો પડકાર
બ્લેક બોર્ડથી ડિજીટલ બોર્ડ તરફ જઇશું
શિક્ષકો માટે એકીકૃત બીએડ કાર્યક્રમની શરૂઆત
નવોદયની માફક આદિવાસી વિસ્તારોમાં પણ એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવશે
પ્રી નર્સરીથી 12મા સુધી એક જ પોલિસી હશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે