6 મહિનામાં નીકળી ગયો આખી જિંદગીનો ખર્ચો! આ શેરે રોકાણકારોને બનાવ્યા બબ્બર શેર

Share Bazar News: આ શેરે તેના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. લગત 1 વર્ષમાં શેરમાં રોકાણ 46 ગણાથી પણ વધારે વધ્યું છે. માત્ર 3 મહિનામાં જ શેર 252 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. 2024માં હજુ સુધી શેર 128 ટકા વધ્યો છે. એક મહિનામાં જ શેરે 57 ટકાનું રિટર્ન આપ્યું છે.

6 મહિનામાં નીકળી ગયો આખી જિંદગીનો ખર્ચો! આ શેરે રોકાણકારોને બનાવ્યા બબ્બર શેર

Share Bazar News: શેર બજારમાં એક એક સેકન્ડમાં કંપનીઓના ભાવ બદલાતા રહે છે. જેમા કોઈને લોટરી લાગે છે તો કોઈક લૂંટાઈ જાય છે. જોકે એવું કહેવાય છેકે, તમે ધીરજ રાખીને લોંગટર્મ માટે રોકાણકરો સારા શેર એટલેકે, સારી કંપનીમાં તો લાંબે ગાળે તમને સારું વળતર મળે છે. પણ તેના માટે સૌથી અગત્યની બાબત છે ધીરજ. ત્યારે હાલ એક કંપની મચાવી રહી છે માર્કેટમાં ધૂમ. 

6 મહિનામાં આપ્યું 1600% રિટર્નઃ
શેર બજારમાં ઘણાં લોકો પોતાનું નસીબ અજમાવતા હોય છે. પણ ક્યારેક ક્યારેક કોઈકની લોટરી લાગી જાય છે. અને આ લોટરી લાગે છે કોઈ એવા લકી શેરના કારણે. આવા જ એક શેરની વાત અહીં કરવામાં આવી રહી છે. આ કંપનીએ હાલ માત્ર 6 મહિનામાં 1600 ટકા રિટર્ન આપ્યું છે. જેને કારણે આ કંપનીમાં રોકાણ કરનારાને ચાંદી ચાંદી થઈ ગઈ છે. હવે કંપનીએ 1 શેરના બદલામાં 20 શેર આપવાની પણ જાહેરાત કરી છે. જેને કારણે રોકાણકારો તો રીતસર આ શેર પર તૂટી પડ્યા છે. શેરબજારમાં સૌથી ઝડપી રિટર્ન આપતા શેરોમાં આ કંપનીનો શેર સામેલ છે. હાલ શેર 355 રૂપિયાના સ્તર પર છે. જો કે, આ વર્ષ પહેલા શેર 10 રૂપિયાની નીચે આવી ગયો હતો. સ્ટેક ઈસીએમ સ્ટેજ 2માં રાખવામાં આવ્યો છે. કંપનીએ શું જાણકારી આપી- કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, ઈક્વિટી શેરના સબ-ડિવીઝન અને બોનસ શેર માટે 18 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. આ પ્રસ્તાવ પર 6 માર્ચના રોજ થનારી બેઠકમાં શેરધારકો પાસેથી મંજૂરી લેવામાં આવશે. આ પહેલા કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરતા કહ્યું હતું કે, કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 10 શેરમાં વિભાજિત કરશે.

બમ્પર રિટર્નઃ
આ શેરે તેના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. લગત 1 વર્ષમાં શેરમાં રોકાણ 46 ગણાથી પણ વધારે વધ્યું છે. માત્ર 3 મહિનામાં જ શેર 252 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. 2024માં હજુ સુધી શેર 128 ટકા વધ્યો છે. એક મહિનામાં જ શેરે 57 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ગત સપ્તાહમાં શેર 10 ટકાથી વધારે વધ્યો છે. બુધવારે શેર 2 ટકાથી વધારેની વૃદ્ધિ સાથે 355.65 પર બંધ થયો છે. શેર માટે 2 ટકાની લિમિટ રાખવામાં આવી છે.

કંપની દ્વારા સ્ટોક સ્પ્લિટ અને બોનસની જાહેરાતઃ
મલ્ટીબેગર સ્મોલકેપ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનલ કંપની Tine Agroએ હાલમાં જ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે જાહેરાત કરી છે. ગુરુવારના રોજ કંપનીએ આ કોર્પોરેટ એક્સન માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. શેરબજારમાં સૌથી ઝડપી રિટર્ન આપતા શેરોમાં આ કંપનીનો શેર સામેલ છે. હાલ શેર 355 રૂપિયાના સ્તર પર છે. જો કે, આ વર્ષ પહેલા શેર 10 રૂપિયાની નીચે આવી ગયો હતો. સ્ટેક ઈસીએમ સ્ટેજ 2માં રાખવામાં આવ્યો છે. કંપનીએ બોનસ ઈશ્યૂની જાહેરાત કરતા એક શેર પર એક બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. એટલે કે બંને કોર્પોરેટ એક્શન બાદ રોકાણકારોને દર 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર 1 રૂપિયાવાળા 20 શેરમાં બદલાઈ જશે અને શેરની કિંમત વર્તમાન બાવના જ રેશિયોમાં ઘટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news