Offer: Amul આપી રહ્યું છે અમૂલ્ય તક, દર મહિને કરી શકશો 5 થી 10 લાખની કમાણી

અમૂલના અનુસાર ફ્રેંચાઇઝીના માધ્યામથી દર મહિને 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઇ શકે છે. જો કે આ જગ્યા પર પણ નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ પર કંપની અમૂલ પ્રોડક્ટના મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે એમઆરપી પર કમિશન આપે છે.

Offer: Amul આપી રહ્યું છે અમૂલ્ય તક, દર મહિને કરી શકશો 5 થી 10 લાખની કમાણી

નવી દિલ્હી: જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો અને ઇચ્છો છો કે નાના રોકાણમાં દર મહિને મોટી કમાણી કરી થાય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ડેરી પ્રોડક્ટ્સની જાણીતિ કંપની અમૂલ સાથે બિઝનેસ કરવાની તક છે. અમૂલની ફ્રેંચાઇઝી લેવી ફાયદાનો સોદો થઇ શકે છે. અમૂલની ફ્રેંચાઇઝ લેવી ખૂબ આસાન છે. અમૂલ કોઇપણ પ્રકારની રોયલ્ટી અથવા પ્રોફિટ શેયરિંગના ફેંચાઇઝી ઓફર કરી રહી છે. એટલું જ નહી, અમૂલ ફ્રેંચાઇઝી લેવા માટે કોઇ મોટો ખર્ચો પણ નથી. તમારે 2 લાખથી માંડીને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને સારો એવો નફો કરી શકો છો. જો કે તેની પુરી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. આ બિઝનેસમાં અનુભવની પણ જરૂરિયાત નથી. બસ તમને માર્કેટિંગ આવડવું જોઇએ.

કેટલું રોકાણ કરવું પડશે
અમૂલ બે પ્રકારની ફેંચાઇઝી ઓફર કરી રહ્યું છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેંચાઇઝી લેવા માંગો છો તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રિફંડેબલ બ્રાંડ સિક્યોરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઇક્વીપમેંટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેંચાઇઝી પેજ પર મળી જશે.

બીજી ફ્રેંચાઇજીમાં 5 લાખ રૂપિયાનું રોકાણ
જો તમે અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા માંગો છો અને તેની ફ્રેંચાઇઝી માટે પ્લાન કરી રહ્યાં છો તો તેનું રોકાણ થોડું વધુ છે. તેને લેવા માટે તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં બ્રાંડ સિક્યોરિટી 50 હજાર રૂપિયા, રિનોવેશન 4 લાખ, ઇલ્વીપમેંટ 1.50 લાખ રૂપિયા સામેલ છે. 

કેટલી થશે કમાણી
અમૂલના અનુસાર ફ્રેંચાઇઝીના માધ્યામથી દર મહિને 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઇ શકે છે. જો કે આ જગ્યા પર પણ નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ પર કંપની અમૂલ પ્રોડક્ટના મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે એમઆરપી પર કમિશન આપે છે. તેમાં એક દૂધની એક થેલી પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઇસક્રીમ પર 20 ટકા મળે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેંચાઇઝી લેતાં રેસિપી બેસ્ડ આઇસક્રીમ, શેક, પિત્ઝા, સેંડવિંચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. તો બીજી તરફ પ્રી-પેક્ટ આઇસક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ પર કંપની 10 ટકા કમિશન આપે છે. 

શું છે ફ્રેંચાઇઝી લેવાની શરત
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઇએ. જો આટલી જગ્યા છે તો અમૂલ તમને ફ્રેંચાઇઝી આપી દેશે. બીજી તરફ અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેંચાઇઝી માટે ઓછામાં ઓછા 300 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઇએ. તેનાથી ઓછી જગ્યામાં અમૂલ ફ્રેંચાઇઝી ઓફર કરશે નહી. 

અમૂલ કરશે આ સપોર્ટ
અમૂલ દ્વારા તમએને એલઇડી સાઇનેઝ આપવામાં આવશે. બધા ઇક્વપીમેંટ અને બ્રાંડીંગ પર સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, ઇનોગ્રેશન સપોર્ટ આપવામાં આવશે અને વધારાની ખરીદી પર ડિસ્કાઉંટ પણ મળશે. ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર આપવામાં આવશે. પાર્લર બોય અથવા માલિકને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તમારા સુધી પ્રોડક્ટ્સ પહોંચાડવાની જવાબદારી અમૂલની રહેશે. અમૂલ દ્વારા દરેક મોટા શહેર અથવા જિલ્લામાં હોલસેલ ડીલર્સ નિમવામાં આવ્યા છે. આ હોલસેલ ડીલર્સ ફ્રેંચાઇઝીના પાર્લર સુધી પ્રોડક્ટ પહોંચાડી શકશે. 

કેવી રીતે કરશો એપ્લાઇ
જો તમે ફેંચાઇઝી માટે એપ્લાઇ કરવા માંગો છો તો તમે retail@amul.coop પર મેલ કરવો પડશે. સમગ્ર પ્રોસેસ વિશે જાણવા માટે અમૂલની આ લિંક પર પણ ક્લિક કરી શકો છો. http://amul.com/m/amul-scooping-parlours

કેમ સરળ છે અમૂલની સાથે બિઝનેસ
અમૂલ સાથે બિઝનેસ કરવો ખૂબ સરળ છે. તેના બે કારણ છે. પહેલું કારણ ગ્રાહક બેસ અને બીજો શહેરના દરેક લોકેશન પર ફિટ. અમૂલના દરેક શહેરમાં કસ્ટમર બેસ ખૂબ મજબૂત છે. લોકો તેની પ્રોડક્ટસને નામથી ઓળખે છે. સાથે જ નાના શહેરોમાં પણ તેની પહોંચ છે. એટલા માટે અમૂલની ફ્રેંચાઇઝી લેવામાં કોઇ નુકસાન નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news