Cyrus Mistry ના મોત બાદ Amazon પર નહી મળે આ પ્રોડક્ટ, સરકારે લગાવ્યો પ્રતિબંધ

આ દુખદ અકસ્માત બાદ સીટ બેલ્ટની જરૂરિયાત અને મહત્વ પર ખૂબ વાતચીત કરવામાં આવી રહી છે અને તે વાતને આગળ વધારતાં સરકારે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે.

Cyrus Mistry ના મોત બાદ Amazon પર નહી મળે આ પ્રોડક્ટ, સરકારે લગાવ્યો પ્રતિબંધ

Cyrus Mistry Car Accident: ગત થોડા દિવસોથી એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું કાર એક્સિડેન્ટમાં મોતના સમાચાર સામે આવ્યા હતા જેથી આખો દેશ શોકની લહેરમાં હતો. 54 વર્ષીય આ બિઝનેસમેનનું આમ અચાનક દુનિયાને અલવિદાને કરવું ખૂબ જ દુખદ હતું અને તેનું કારણ એક ભયંકર અકસ્માત હતો. તમને જણાવી દઇએ કે કહેવામાં આવી રહ્યું છે કે કારણ કે સાઇરસ મિસ્ત્રીએ, જે પોતાની ગાડીમાં પાછળ બેસ્યા હતા, તેમણે બેલ્ટ લગાવ્યો ન હતો, તે આ અકસ્માતનો શિકાર બન્યા. ત્યારબાદથી સીટ બેલ્ટના મહત્વપૂર ખૂબ ડિબેટ થઇ રહી છે. આ દરમિયાન સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે અને એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Cyrus Mistry ના મોત બાદ સરકારે Amazon ને આપ્યો આ આદેશ!
આ દુખદ અકસ્માત બાદ સીટ બેલ્ટની જરૂરિયાત અને મહત્વ પર ખૂબ વાતચીત કરવામાં આવી રહી છે અને તે વાતને આગળ વધારતાં સરકારે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે. ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ નિયમોને તો જાહેર કર્યા અને સાથે જ એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. 

આ પ્રોડક્ટ વેચવા પર લગાવ્યો પ્રતિબંધ
તમને જણાવી દઇએ કે નિતિન ગડકરીએ અમેઝોનને રિકવેસ્ટ કરી કે તે પોતાની સાઇટ પર એલાર્મ બ્લોકર્સને વેચવાનું બંધ કરી દે. તેમને રોયટર્સને આપેલા એક ઇન્ટરવ્યુંમાં નિતિન ગડકરીએ કહ્યું કે અમેઝોન પરથી ક્લિપ્સ ખરીદી લે છે જેનો ઉપયોગ સીટ બેલ્ટના એલાર્મને બ્લોક કરવામાં થાય છે. અમેઝોનને આ પ્રોડક્ટને બચાવવ માટે કરવામાં આવે છે. અમેઝોનને આ પ્રોડક્ટનું વેચાણ બંધ કરવાને લઇને નોટિસ મોકલવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે NCRB 2021  રિપોર્ટ અનુસાર ભારતમાં રોડ અકસ્માતોના લીધે 1,55,622 મોત થયા છે અને તેમાંથી 69,240 અકસ્માત ટૂ વ્હીલર્સના થયા છે. World Bank ના એક રિપોર્ટ અનુસાર ભારતનો ડેથ ટોલ રેકોર્ડ દર ચાર મિનિટે એક ડેથ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news