1 મહિનામાં રિટર્નનો વરસાદ કરશે આ Defence PSU Stock,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ

Defence PSU Stocks to BUY: શેર બજારમાં જોવા મળી રહેલા ઘટાડા વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે. બ્રોકરેજે પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે 30 દિવસની દ્રષ્ટિએ  Bharat Dynamics ને પસંદ કર્યો છે. આ સ્ટોક માટે જાણો ટાર્ગેટ પ્રાઇઝ..

1 મહિનામાં રિટર્નનો વરસાદ કરશે આ Defence PSU Stock,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ

નવી દિલ્હીઃ  Defence PSU Stocks to BUY: જિયો-પોલિટિકલ ક્રાઇસિસને કારણે શેર બજાર પર જબરદસ્ત દબાવ છે. નિફ્ટી 22150ની નીચે પહોંચી ગઈ છે. આ સમયે બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે. ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ સરકારી કંપની ભારત ડાયનામિક્સનો શેર ખુબ એક્શનમાં છે. છેલ્લા એક સપ્તાહમાં આશરે 7 ટકાની તેજી આવી છે અને આ શેર 1847 રૂપિયા (Bharat Dynamics Share)ના સ્તર પર છે. બ્રોકરેજ ફર્મે આગામી 30 દિવસની દ્ર,્ટિએ આ મલ્ટીબેગર ડિફેન્સ સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે.

Bharat Dynamics Share Price Target
ICICI ડાયરેક્ટે ભારત ડાયનામિક્સના શેરમાં આગામી દિવસની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે 1795-1820 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. હાલ તે રેન્જથી થોડો બહાર છે. 1970 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 1715 રૂપિયાનો સ્ટોપલોસ છે. આ સ્ટોક માટે 52 વીકનો હાઈ 1985 રૂપિયા છે, જે તેણે 27 ફેબ્રુઆરીએ ટચ કર્યો હતો. આ તેનો ઓલ ટાઈમ હાઈ પણ છે. 52 સપ્તાહનો લો 901 રૂપિયા છે, જે તેણે 25  ઓક્ટોબર 2023ના બનાવ્યો હતો.

Bharat Dynamics Share Price History
Bharat Dynamics નો શેર 1847 રૂપિયાના સ્તર પર છે. અત્યારના ભાવ પર છેલ્લા એક સપ્તાહમાં સ્ટોકમાં 6.6 ટકા, બે સપ્તાહમાં 6.25 ટકા, એક મહિનામાં આશરે 10 ટકાની તેજી આવી છે. એપ્રિલ મહિનામાં આ સ્ટોકે 15 તારીખે 1685 રૂપિયાનો લો બનાવ્યો હતો. માર્ચના કરેક્શનમાં આ સ્ટોકે 14 માર્ચે 1552 રૂપિયાનો લો બનાવ્યો હતો. લોન્ગ ટર્મની વાત કરીએ તો છેલ્લા છ મહિનામાં તેણે 85 ટકા, એક વર્ષમાં 88 ટકા અને બે વર્ષમાં 150 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે.

Bharat Dynamics ને મોટા એક્સપોર્ટ ઓર્ડરની આશા
ઝી બિઝનેસના એક એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે  Bharat Dynamics ને એક્સપોર્ટના પણ ઓર્ડર મળી રહ્યું છે. ઇજિપ્તથી કંપનીને Akash એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો ઓર્ડર મળવાની આશા છે. આશા છે કે ઇજિપ્ત 15 આકાશ એર ડિફેન્સ મિસાઇલ ઓર્ડર કરી શકે છે. આ સંભવિત ડીલ 5000-6000 કરોડ રૂપિયાની હોઈ શકે છે. આગામી 4-5 વર્ષ માટે આ ડીલ હશે. કંપની માટે આ મોટો એક્સપોર્ટ ઓર્ડર હશે.

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news