3 વર્ષમાં સોનાની કિંમતમાં આવ્યો અધધધ ઉછાળો, જાણો આજે કયા ભાવે વેચાશે સોનું

 આજે ધનતેરસ છે. માર્કેટમાં ધનતેરસનું જોરશોરથી સ્વાગત કરાયું છે. જીએસટી લાગુ થવાના એક વર્ષ બાદ ગત વર્ષે ધનતેરસ પર સુસ્તી હતી, પરંતુ આ વર્ષે માર્કેટમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. લોકો સોનુ-ચાંદી ખરીદીને સાંજે શુભ મુહૂર્ત પર તેની પૂજા કરે છે. વાત સોના-ચાંદીની કિંમતોને કરીએ, તો ગત સપ્તાહમાં દિલ્હીના શરાફા માર્કેટમાં સોનુ 6 વર્ષના ઉચ્ચતમ સ્તર 32,780 રૂપિયાને પાર કરી ગયું હતું. પણ સપ્તાહના સોનાનો ભાવ અંતમાં 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આવામાં સોના-ચાંદીની કિંમતોમા તેજી આવી છે. 

3 વર્ષમાં સોનાની કિંમતમાં આવ્યો અધધધ ઉછાળો, જાણો આજે કયા ભાવે વેચાશે સોનું

નવી દિલ્હી : આજે ધનતેરસ છે. માર્કેટમાં ધનતેરસનું જોરશોરથી સ્વાગત કરાયું છે. જીએસટી લાગુ થવાના એક વર્ષ બાદ ગત વર્ષે ધનતેરસ પર સુસ્તી હતી, પરંતુ આ વર્ષે માર્કેટમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. લોકો સોનુ-ચાંદી ખરીદીને સાંજે શુભ મુહૂર્ત પર તેની પૂજા કરે છે. વાત સોના-ચાંદીની કિંમતોને કરીએ, તો ગત સપ્તાહમાં દિલ્હીના શરાફા માર્કેટમાં સોનુ 6 વર્ષના ઉચ્ચતમ સ્તર 32,780 રૂપિયાને પાર કરી ગયું હતું. પણ સપ્તાહના સોનાનો ભાવ અંતમાં 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આવામાં સોના-ચાંદીની કિંમતોમા તેજી આવી છે. 

2015માં 25800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાયું સોનું
2012માં સોનું 31588 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાયું હતું. 2013માં કિંમતો 30,626 રૂપિયા ઘટ્યો હતો. સોનામાં ઈન્વેસ્ટમેન્ટ કે ખરીદીના હેતુથી સૌથી સારા વર્ષો 2014, 2015 રહ્યા હતા. 2016માં રફ્તાર પકડતા 30,049 પ્રતિ 10 ગ્રામ સોનુ વેચાયું હતું. જ્યારે કે, 2017માં 29671 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે વેચાયુ હતું. પરંતુ ગત એક વર્ષેમાં સોનાના ભાવમાં અંદાજે 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. 

10થી 100 રૂપિાયમાં ખરીદો સોનુ
સરકારે ધનતેરસ પર સોવરિન બ્રાન્ડનો ઈશ્યુ કાઢ્યો છે. તમે 10થી લઈને 100 રૂપિયામાં સોનુ ખરીદી શકો છો. સ્વર્ણ બ્રાન્ડમાં એક ગ્રામની કિંમત 3183 રૂપિયા સુધી ગઈ છે. એટલે કે 3183ને બદલે 3133 રૂપિયા એક ગ્રામ સોનાની કિંમત હશે. ડિજીટલ માધ્યમથી ખરીદવાથી પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે. આ ઈશ્યુ 5થી 8 નવેમ્બર સુધી ખુલ્લુ રહેશે. 

શું રહેશે સોનાનો ભાવ
માર્કેટમાં જે રીતે ગત 6 દિવસોમાં તેજી આવી છે, તે જોતા લાગી રહ્યું છે કે આજે ધનતેરસે પણ તેજી રહેશે. માર્કેટ એક્સપર્ટસનું કહેવું છે કે, સોનુ 34000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકે છે. માર્કેટમાં લાઈટ વેટ જ્વેલરીની પણ માંગ રહી છે. 

ધનતેરસ 2018નું શુભ મુહૂર્ત
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને મૃત્યુ દેવ યમરાજની પૂજાનું વિશેષ મહત્વ છે. આ વખતે પૂજાનું મુહૂર્ત વૃષ લગનમાં સાંજે 6.57થી રાત્રે 8.59 વાગ્યા સુધી છે. જો તમે બપોરે ખરીદી કરવા માંગો છો તો 1 વાગ્યાથી 2.30 સુધી ખરીદી કરી શકો છો. સાંજે 5.35થી 7.30 સુધી ખરીદીનું સારું મુહૂર્ત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news