ગુજરાતની આ દવા કંપનીએ કરી બેંક લોન છેતરપિંડી, EDએ જપ્ત કરી 5.4 કરોડ રૂપિયાની સંપત્તિ

એક દવા કંપની દ્વારા કરવામાં આવેલી બેંક લોન છેતરપિંડીના આ મામેલ કથિત રીતે 5,700 કરોડ રૂપિયાની છે. જપ્ત કરેલી સંપત્તિઓ એક ફરિદાબાદ અને એક ગુડગાંવમાં છે.

ગુજરાતની આ દવા કંપનીએ કરી બેંક લોન છેતરપિંડી, EDએ જપ્ત કરી 5.4 કરોડ રૂપિયાની સંપત્તિ

નવી દિલ્હી: બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા વધુ એક મામલે EDએ કાર્યવાહી કરતા 5.4 કરોડ રૂપ્યાની સંપત્તિ જપ્ત કરી છે. એક દવા કંપની દ્વારા કરવામાં આવેલી બેંક લોન છેતરપિંડીના આ મામેલ કથિત રીતે 5,700 કરોડ રૂપિયાની છે. જપ્ત કરેલી સંપત્તિઓ એક ફરિદાબાદ અને એક ગુડગાંવમાં છે. આ સંપત્તિ દિલ્હીના એક કારોબારી ગગન ધવન સાથે જોડાયેલી છે. તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને જામીન પર છોડી દેવામાં આવ્યો છે.

EDના પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ- (PMLA)ના અંતર્ગત સંપત્તિ જપ્તનો આદશે આપવામાં આવ્યો હતો. ધનવની સામે આ પહેલા પણ એજન્સી આ આદેશ આપ્યો હતો. આ મામલામાં સાંડેસરા બ્રધર્સ- ચેતન જયંતીલાલ સાંડેસરા અને નિતિન જયંતીલાલ સાંડેસરા અને તેમની વડોદરા સ્થિત કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ અને અન્યની સામે ગત ઓક્ટોબરમાં PMLAનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બે દિવસ પૂર્વ સીબીઆઇએ 5,700 કરોડ રૂપિયાની કથિત બેંક લોન છેતરપિંડી અને ભ્રષ્ટાચાર મામલે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.

EDએ નિવદેનમાં કહ્યું હતું કે, ધવન પર નિતિન અને ચેતન સાંડેસરાની મદદ કરવાનો આરોપ છે. બન્ને સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર તેમજ ડિરેક્ટર અને બેંક લોન છેતરપિંડીના ગુનામાં આરોપી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સાંડેસરા બ્રધર્સ અને અન્ય દેવાની રકમથી 5.4 કરોડ રૂપિયાની રકમનો અન્યત્ર ઉપયોગ કર્યો અને ત્યારબાદ ધવનને આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ધવને ગુનામાંથી મેળવેલા પૈસાનો ઉપયોગ જપ્ત કરેલી આ મિલકત ખરીદવા અને વિકસાવવા માટે કર્યો હતો. ધવન પણ મની લોન્ડ્રિંગ ગુનામાં સક્રિયપણે શામેલ હતો.

એજન્સીએ આ મામલમાં સાંડેસરા ભાઇઓની વિગતવાર ભૂમિકા રજૂ કરવા માટે નવી અને પૂરક ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. તે પણ સૂચિત કરવામાં આવ્યું છે કે ઇન્ટરપોલથી બન્ને ભાઇઓની ધરપકડ માટે વૈશ્વિક ધરપકડ વોરંટનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બન્ને દેશ છોડીને કોઇ અજ્ઞાત સ્થળ પર જતા રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે સંયુક્ત અરબ અમીરાત અથવા નાઇઝીરિયામાં હોઇ શકે છે. તાજા ઓર્ડર બાદ આ મામલમાં ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિ 4,710 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news