મઠીયા-ફાફડા બનાવતા પહેલા સો વાર વિચાર કરજો, દિવાળી ટાંણે જ વધી ગયા તેલના ભાવ

Edible Oil Price Hike : દિવાળી પહેલા ફરી ખોરવાશે ગૃહિણીઓનું બજેટ...સિંગતેલનો ડબ્બો પહોંચ્યો ત્રણ હજારની નજીક...25 રૂપિયાનો ભાવ વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2925 થયો...કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2285થી વધુ 2315 થયો...

મઠીયા-ફાફડા બનાવતા પહેલા સો વાર વિચાર કરજો, દિવાળી ટાંણે જ વધી ગયા તેલના ભાવ

ગૌરવ દવે/રાજકોટ :પહેલીવાર એવી દિવાળી આવી છે, જેમાં લોકો મોંઘવારીનો માર સામે ઝઝૂમી રહ્યાં છે. જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, લોકોને દિવાળી ઉજવવી આકરી બની રહી છે. દિવાળી પહેલા ફરીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે. દિવાળી ટાંણે જ સિંગતેલનો ડબ્બો પહોંચ્યો ત્રણ હજારની નજીક પહોંચી ગયો છે. સિંગતેલના ડબ્બામાં 25 રૂપિયાનો ભાવ વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2925 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2285થી વધુ 2315 થયો છે. 

ખાદ્યતેલના બજારમાં અવિરત તેજી થઈ રહી છે. દિવાળીમાં ફરસાણ સૌથી વધુ વેચાય છે. દિવાળીમાં ઘરે ઘરે નાસ્તા બને છે. આ તમામ નાસ્તા માટે ખાદ્યતેલની જરૂર પડે છે. આવામાં દિવાળી ટાંણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ભારતીયોના સૌથી મોટા તહેવાર દિવાળી પર જ સિંગતેલનો ડબ્બો 3000 તરફ ગતિ કરવા લાગ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 9, 2022

સીંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બો હવે 2925 એ પહોંચ્યો છે. તો કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2285 થી 2315 સુધી પહોંચ્યો છે. 2 દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ડબ્બે 45 રૂપિયા વધી ગયા છે. 

ગુજરાતના 71 લાખ પરિવારોને મળી રાહત, 200 રૂપિયાને બદલે 100 રૂપિયામાં મળશે સિંગતેલ

મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news