નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી

નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી

નોકરીયાત લોકો માટે મોટા સમાચાર છે. ન્યૂનતમ પેંશનને બમણું કરવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. EPFO ના સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ન્યૂનતમ પેંશનને 1 હજારથી વધારીને 2 હજાર કરવાના પ્રસ્તાવને નાણા મંત્રાલયે પાસ કરી દીધો છે. હવે નાણા મંત્રાલાયને અંતિમ મંજૂરી આપવાની છે. જો મંજૂરી મળે છે તો આગામી વર્ષ યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં નોકરીયાતો માટે મોટી ભેટ હશે.

ડબલ થશે ન્યૂનતમ પેંશન
ન્યૂનતમ પેંશનને વધારવાને લઇને મંગળવારે EPFO ની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારનું કહેવું છે કે EPFO સબ્સક્રાઇબર માટે ન્યૂનતમ પેંશન વધારવાના મામલે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો છે. નાણા મંત્રાલય આ પ્રસ્તાવ પર અંતિમ મંજૂરી આપશે. ન્યૂનતમ પેંશનને 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. સૂત્રોનું માનીએ તો ન્યૂનતમ પેંશને 2000 કરવા પર અંતિમ નિર્ણય આવવાની પુરી આશા છે. સરકાર ઇચ્છે છે કે ન્યૂનતમ પેંશનને ડબલ કરવામાં આવે. આ પ્રસ્તાવ પર મોહર લગાવ્યા બાદ સરકાર 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ન્યૂનતમ પેંશન 1000 થી વધીને 2000 રૂપિયા કરી શકે છે. 

સરકારના નિર્દેશ બાદ જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવમાં પેંશન વધારાથી કેટલા લોકોને ફાયદો થશે. સરકારી ખજાના પર કેટલો બોજ પડશે તેના આંકડા પણ આપવામાં આવ્યા છે. ન્યૂનતમ પેંશન માટે સરકાર વાર્ષિક 813 કરોદ રૂપિયાનું યોગદાન આપે છે. 

3000 કરોડનો વધારાનો બોજો
EPFO દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર જો સરકાર ન્યૂનતમ પેંશન વધારવાનો નિર્ણય કરે છે તો ઇપીએફઓ પર લગભગ 3000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. અધિકારીઓનું માનીએ તો રિયાયરમેંટ ફંડ બોડીની પાસે આટલા વધારાના પૈસા છે ન્યૂનતમ પેંશન ડબલ કરવાનો બોજો ઉઠાવી શકે. પેંશનની રકમ બમણી કરવા પાછળ સરકારનો હેતુ પેંશન ધારકોની સામાજિક સુરક્ષાના દાયરાને મજબૂત કરવાનો છે.

40 લાખ પેંશન ધારકોને થશે ફાયદો
હાલના આંકડા અનુસાર આ વધારાથી એમ્લોય પેંશન સ્કીમ એટલે કે ઇપીએસના 40 લાખ પેંશન ધારકોને સીધો ફાયદો થશે. તેમાંથી 18 લાખ લોકોને 1000 રૂપિયાનું ન્યૂનતમ પેંશન મળે છે જ્યારે 22 લાખ લોકોને 1500 રૂપિયા પેંશ્ન મળે છે. વર્ષ 2014માં ન્યૂનતમ પેંશનની સીમા 1000 રૂપિયા દર મહિને કરવાને મંજૂરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news