2000 રૂપિયાની નોટ ગઈ! હવે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો, ખાસ જાણો તેના વિશે

New Parliament Building Inauguration: સંસદના નવા ભવનનું પીએમ મોદી 28મી મેના રોજ ઉદ્ધાટન કરશે. આ અવસરે 75 રૂપિયાન સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે.

2000 રૂપિયાની નોટ ગઈ! હવે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો, ખાસ જાણો તેના વિશે

New Parliament Building Inauguration: સંસદના નવા ભવનનું પીએમ મોદી 28મી મેના રોજ ઉદ્ધાટન કરશે. આ અવસરે 75 રૂપિયાન સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે. સંસદ ભવનના શુભારંભના અવસરની યાદગીરી બનાવવા માટે નાણા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સિક્કા પર સંસદ પરિસર અને નવા સંસદ ભવનની છબિ હશે. નાણા મંત્રાલય તરફથી આવેલા નિવેદન મુજબ 75 રૂપિયાનો સિક્કો 44 મિલીમીટરના વ્યાસવાળો ગોળ હશે. 

ચાર ધાતુથી બનેલો હશે સિક્કો
આ સિક્કો ચાર ધાતુઓથી બનેલો હશે. જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ઝિંક હશે. સંસદ પરિસરની છબિ નીચે વર્ષ 2023 લખેલું હશે. પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન સમારોહમાં ઓછામાં ઓછા 25 પક્ષો સામેલ થાય તેવી આશા છે. 20 વિપક્ષી દળોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 

સમારોહમાં સામેલ થશે આ પાર્ટીઓ
સત્તાધારી એનડીએના 18 સભ્ય ઉપરાંત ભાજપ સહિત સાત બિન એનડીએ પક્ષો આ સમારોહમાં સામેલ થશે. જેમાં બસપા, શિરોમણી અકાલી દળ, જનતા દળ (સેક્યુલર), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), વાઈએસઆર કોંગ્રેસ, બીજેડી અને ટીડીપી જેવા બિન એનડીએ જેવા પક્ષો છે. જે આ સમારોહમાં સામેલ થાય તેવી આશા છે. 

વિપક્ષી દળોએ પીએમ મોદી પર સાંધ્યું નિશાન
વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમની સરકારના અહંકારે સંસદીય પ્રણાલીને ધ્વસ્ત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવતા ટ્વીટ કરી કે મોદીજી સંસદ જનતા દ્વારા સ્થાપિત લોકતંત્રનું મંદિર છે. રાષ્ટ્રપતિનું પદ સંસદનું પ્રથમ અંગ છે. તમારી સરકારના અહંકારે સંસદીય પ્રણાલીને ધ્વસ્ત કરી છે. 

આવો હશે 75 રૂપિયાનો સિક્કો
સંસદ ભવનના ઉદ્ધાટન અવસરે બહાર પડનારો 75 રૂપિયાનો સિક્કો 35 ગ્રામનો હશે. તેમાં 50 ટકા ચાંદી,સ 40 ટકા કોપર, 5 ટકા ઝિંક અને 5 ટકા નિકલ હશે. તેની ડિઝાઈનની વાત કરીએ તો એક બાજુ અશોક પિલર હશે અને તેની નીચે 75 રૂપિયા લખેલું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news