તહેવારોના સમયગાળામાં જનતાને રાહત, આજે ફરી ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં આગ ઝરતી તેજીની જગ્યાએ ભાવઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે તહેવારોના સમયગાળામાં જનતાને રાહત મળી રહી છે.

તહેવારોના સમયગાળામાં જનતાને રાહત, આજે ફરી ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં આગ ઝરતી તેજીની જગ્યાએ ભાવઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે તહેવારોના સમયગાળામાં જનતાને રાહત મળી રહી છે. આજે પેટ્રોલમાં 18 પૈસાનો પ્રતિ લીટર ઘટાડો અને જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્રે જણાવવાનું કે છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આ બાજુ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 18 પૈસા સસ્તુ થતા પ્રતિ લીટર 79.37 રૂપિયા ભાવ નોંધાયો છે. જ્યારે ડીઝલમાં કોઈ ફેરફાર ન થતા પ્રતિ લીટર 73.78 રૂપિયા ભાવ નોંધાયો છે. આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ 16 પૈસા ઘટ્યો છે અને પ્રતિ લીટર 84.86 રૂપિયા થયો છે. ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થતા તેની કિંમત 77.32 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી છે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાની અસર ભારતના પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ગત અઠવાડિયે કહ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવો ભારત સરકારના નિયંત્રણમાં નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી વધઘટને આધીન હોય છે. તે એક આંતરરાષ્ટ્રીય કોમોડિટી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news