સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શું છે આજના ભાવ

બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં હાલ વધવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે. એ વાતની સંભાવના છે બજારના જાણકારોએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઉંચા જવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે.

સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શું છે આજના ભાવ

મુંબઇ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે. ઇન્ટરનેશન માર્કેટમાં ક્રૂડ ઓઇલ સસ્તુ થવાનો ફાયદો સ્થાનિક બજારમાં ગ્રાહકોને મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં 42 પૈસા અને ડીઝલના ભાવમાં 4 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. કલકત્તા અને મુંબઇમાં મંગળવારે 41 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ ચેન્નઇમાં પેટ્રોલ 44 પૈસા સસ્તુ થયું છે. ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 74.07 રૂપિયા, કલકત્તામાં 76.06 રૂપિયા, મુંબઇમાં 79.62 રૂપિયા સ્તર પર પહોંચી ગયું.

શહેર પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ
અમદાવાદ 71.38 રૂ. પ્રતિ  લિટર 71.91 રૂ. પ્રતિ  લિટર
વડોદરા 71.20 રૂ. પ્રતિ  લિટર 71.84 રૂ. પ્રતિ  લિટર
રાજકોટ 71.52 રૂ. પ્રતિ  લિટર 72.16 રૂ. પ્રતિ  લિટર
સુરત 71.56 રૂ. પ્રતિ  લિટર 72.22 રૂ. પ્રતિ  લિટર

ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ
ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ક્રમશ: 68.89 રૂપિયા, 70.74 રૂપિયા, 72.13 રૂપિયા અને 72.77 રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત એક મહિનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ છે. ત્રણ ઓક્ટોબર બાદ બ્રેંટ ક્રૂડમાં 30 ટકાથી વધુ જ્યારે અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના ભાવમાં 33 ટકા ઘટાડો આવ્યો છે.

ક્રૂડ ઓઇલમાં વધવાની સંભાવના ઓછી
બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં હાલ વધવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે. એ વાતની સંભાવના છે બજારના જાણકારોએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઉંચા જવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે, જ્યારે આ વાતની પ્રવલ સંભાવના છે કે 6 ડિસેમ્બરે વિયનામાં ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે ઓપેકની બેઠકમાં સાઉદી અરબ ઓઇલની આપૂર્તી ઘટના પર ભાર મુકશે. જાણકારો જણાવ્યું હતું કે ઓપેકના દરેક સભ્યો વચ્ચે ઓઇલ ઉત્પાદન ઘટાડવા પર સહમતિ હોવાની સંભાવનાઓ ઓછી છે. ત્યારે અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડાર વધવાથી કિંમતો પર દબાણ આવી શકે છે. આંકડા પર નજર કરીએ તો 3 ઓક્ટોબરે 1 બેરેલ ક્રૂડ ઓઇલના ભાવ 87 ડોલર હતા, તો બીજા અઠવાડિયે 60 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગયો.

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાદો ઇરાનથી ઓઇલ ખરીદવાના પ્રતિબંધમાં કેટલાક દેશોને અમેરિકા દ્વારા મળેલી રાહત અને અમેરિકા સહિત રૂસ અને સાઉદી અરબ દ્વારા વધુ ઉત્પાદનના લીધે થઇ છે. ખાસવાત એ છે કે દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ સિંગાપુર બેંચમાર્ક પર આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 26 અને 25 ટકા ક્રમશ: ઘટાડો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news