Flight Ticket Offers: સસ્તી થઈ હવાઈ યાત્રા, માત્ર 1199માં દેશભરમાં કરો મુસાફરી! હમણાં બુક કરો

Flight Ticket Booking: જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઇન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે. 

Flight Ticket Offers: સસ્તી થઈ હવાઈ યાત્રા, માત્ર 1199માં દેશભરમાં કરો મુસાફરી! હમણાં બુક કરો

Cheap Flight Tickets: જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઇન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે. 

Go First દ્વારા ટ્વીટ
Go First એ ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે માત્ર રૂ.1199માં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરી શકશો. આ સાથે, તમારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 6599 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્ડિયન એરલાઈન તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

— GO FIRST (@GoFirstairways) January 16, 2023

ફ્રી રિશેડ્યુલિંગ અને કેન્સલેશનની પણ મળશે સુવિધા
તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરમાં તમને ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા મળી રહી છે. આ સાથે જ તમને ફ્રી કેન્સલેશનનો લાભ પણ મળશે એટલે કે જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Go Firstની ઓફરમાં 1 મિલિયન સુધી સીટ મળશે
ગો ફર્સ્ટના આ સેલમાં 1 મિલિયનથી વધુ સીટો ઉપલબ્ધ હશે, જેના માટે તમે બુક કરી શકો છો. તમે આ સેલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2023 સુધી બુક કરી શકો છો. આ સાથે, જો આપણે મુસાફરીના સમયગાળા વિશે વાત કરીએ, તો તમે 4 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી મુસાફરી કરી શકો છો. તમે આવનારા 8 મહિના માટે ટિકિટ બુક કરાવી શકો છો.

કંપનીના અધિકારીએ આપી માહિતી
ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઑફર દ્વારા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સસ્તી, આરામદાયક અને સુવિધાજનક હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરો
ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale/ ની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને આ ઓફર વિશેની બધી જ જાણકારી મળી  રહેશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news