Income Tax Return: કરદાતાઓ માટે સરકારની જાહેરાત, આ વાતને રાખજો ધ્યાનમાં નહીં તો 5000 નો ભરવો પડશે દંડ

Income Tax Return: 1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષની શરુઆત સાથે જ લોકો વર્ષ 2022-23 માટેનું રિટર્ન ફાઈલ કરવાની તૈયારી શરુ કરી દેતા હોય છે. વર્ષ 2022-23 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ તારીખ સુધીમાં કરપાત્ર આવક ધરાવતા લોકોએ રિટર્ન ફાઈલ કરી દેવું પડશે.

Income Tax Return: કરદાતાઓ માટે સરકારની જાહેરાત, આ વાતને રાખજો ધ્યાનમાં નહીં તો 5000 નો ભરવો પડશે દંડ

Income Tax Return: 1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષની શરુઆત સાથે જ લોકો વર્ષ 2022-23 માટેનું રિટર્ન ફાઈલ કરવાની તૈયારી શરુ કરી દેતા હોય છે. વર્ષ 2022-23 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ તારીખ સુધીમાં કરપાત્ર આવક ધરાવતા લોકોએ રિટર્ન ફાઈલ કરી દેવું પડશે. કરદાતાઓ ન્યુ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમ એમ બંને રીતે ટેક્સ ફાઈલ કરી શકે છે. 

ITR ફોર્મના પ્રકાર

આ પણ વાંચો:

જો તમારી આવક કરપાત્ર છે તો નાણાકીય વર્ષ 2022-23 માટે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું પડશે. સીબીડીટી તરફથી રિટર્ન ફાઈલ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં જ ફોર્મ આપી દેવામાં આવ્યા હતા. નોકરી કરતાં લોકો માટે કંપની તરફથી ફોર્મ 16 આપવામાં આવ્યા છે. જેમ જેમ છેલ્લી તારીખ નજીક આવશે તેમ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા પણ વધશે. 31 જુલાઈ 2023 સુધીમાં વેબસાઈટ પર ટેક્સ ભરનારનો ટ્રાફિક વધી છે. વ્યક્તિગત કરદાતા, બિઝનેસ મેન અને કંપનીઓ માટે સાત પ્રકારના ફોર્મ હોય છે. 

આ કામ નહીં કરવા પર લાગશે દંડ

જો રિટર્ન ફાઈલ કરતી વખતે સમય સીમાનું ધ્યાન રાખવામાં ન આવ્યું તો કરદાતાએ 5000 સુધીનો દંડ ભરવો પડશે. આ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ સિવાય કરદાતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં પણ રિટર્ન ફાઈલ કરી શકે છે જેના માટે પણ 5000 પેનલ્ટી ભરવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news