8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારે બનશે? લોકસભા ચૂંટણી પહેલા સરકારે આપી મોટી માહિતી

કેન્દ્ર સરકાર દર દસ વર્ષમાં એક પે કમીશન એટલે કે પગાર પંચની રચના કરે છે. સાતમું પગાર પંચ 2014માં બનાવવામાં આવ્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી. હવે કર્મચારીઓ આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે.
 

8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારે બનશે? લોકસભા ચૂંટણી પહેલા સરકારે આપી મોટી માહિતી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સરકાર દર દસ વર્ષમાં એક પે કમીશન એટલે કે પગાર પંચ (Pay Commission)ની રચના કરી શકે છે. તેની ભલામણોના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓનું વેતન નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધી સાત પગાર પંચ બની ચુક્યા છે. દેશમાં પ્રથમ પે કમીશન જાન્યુઆરી 1946માં બન્યું હતું. આ રીતે પાછલું એટલે કે સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014ના બન્યું હતું. આ કમીશનની ભલામણોને વર્ષ 2016માં લાગૂ કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી વર્ષમાં તેને ખુશખબર મળી શકે છે. પરંતુ સરકારે એકવાર ફરી સ્પષ્ટ કર્યું કે હાલમાં તેની પાસે આઠમું પગાર પંચ બનાવવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.

કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ બુધવારે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં કહ્યું કે સરકારની પાસે આઠમાં પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સરકાર પહેલા પણ કહી ચુકી છે કે સાતમાં પગાર પંચની ભલામણો પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને અપાતા વેતન, ભથ્થા અને પેન્શનની સમીક્ષા માટે વધુ એક પગાર પંચની રચના કરવાની જરૂરીયાત ન હોવી જોઈએ. પરંતુ પે મેટ્રિક્સની સમીક્ષા અને સંશોધન માટે નવી વ્યવસ્થા પર કામ થવું જોઈએ. સરકાર એવી વ્યવસ્થા પર કામ કરી રહી છે, જેનાથી કર્મચારીઓનો પગાર તેના પરફોર્મંસના આધાર પર વધી શકે.

ડીએની જાહેરાત
કર્મચારીઓ અને પેન્શનર્સ સાથે જોડાયેલા સંગઠનો આઠમાં પગાર પંચની રચનાની આશા રાખી રહ્યાં છે. દેશમાં આ સમયે આશરે 48.62 લાખ કેન્દ્રીય કર્મચારી અને 67.85 લાખ પેન્શનર્સ છે. સરકાર જલ્દી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે છે. આ રીતે પેન્શનર્સને મોંઘવારી રાહત મળે છે. ડીએમાં પ્રથમવાર વધારો જાન્યુઆરીથી જૂન સુધીના સમય માટે હોય છે, જ્યારે બીજો જુલાઈથી ડિસેમ્બર માટે હોય છે. અત્યારે ડીએ મૂળ વેતનના 46 ટકા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news