સરકાર vsઆરબીઆઇ: જાણો શું છે તકરાર પાછળનું વાસ્તવિક કારણ

મીડીયા રિરપોર્ટ્સ અનુસાર, સરકાર અને આરબીઆઇ ગવર્નરની વચ્ચે ઘણાં લાબા સમયથી વાત ચીતનો અભાવ છે. સૌથી મોટો સવાલએ છે, કે આરબીઆઇ અને સરકાર વચ્ચે થયેલા મતભેદો પાછળનું વાસ્તવિક કારણ શું છે?

સરકાર vsઆરબીઆઇ: જાણો શું છે તકરાર પાછળનું વાસ્તવિક કારણ

નવી દિલ્હી: સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વચ્ચે થયેલો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે. આરબીઆઇના ડે. ગવર્નર વિરલ આચાર્યએ શુક્રવારે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, બેંકની સ્વતંત્રતાને નજરઅંદાજ કરવીએ સરકારને ભારે પડી શકે છે. વિરલ આચાર્યને રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ જ લઇને આવ્યા હતા. આચાર્ય તે સમયે ન્યુયોર્ક વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર હતા. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર અને આરબીઆઇના ગવર્નર વચ્ચે ઘણાં લાબા સમયથી વાતચીતનો અભાવ છે. જ્યારે ઓલ ઇન્ડિયા રિઝર્વ બૈંક એમ્પ્લોય એશોસિએશન (AIRBEA)એ સોમવારે સરકરાને ફરી એકવાર ચેતવણી આપી છે કે, આરબીઆઇને નજરઅંદાજ કરવાનું પરિણામ ગંભીર આવી શકે છે. આરબીઆઇની કેન્દ્રિય બોર્ડની બેઠકમાં ગત અઠવાડિયે થઇ હતી જેમાં કોઇ પણ નિર્ણય લેવાયો નહિ. અને આગામી બેઠકની તારીખ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે તમામ સભ્યો હાજર રહી શક્યા નથી. 

મોટો સવાલએ ઉભો થાય છે, કે આરબીઆઇ અને સરકારની વચ્ચે થયેલા મતભેદો પાછળ ખરેખર ક્યું કારણ જવાબદાર છે? રિઝર્વ બેંક પર નજર રાખનારાઓએ તેનું મુખ્ય કારણ પર ઇશારો કરતા કહ્યું કે, આરબીઆઇ ઇન્ડસ્ટ્રી બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ અથવા મેન્યુફેકચરિંગ કંપનીઓના પ્રતિનિધિઓને મળવા નથી માંગતી. આજ કરાણે સરકારે આરબીઆઇ બોર્ડના નોમિનીના આધારે  મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સરકાર તરફથી આરબીઆઇ બોર્ડમાં નામના સભ્યો અને લઘુ ઉદ્યોગોના માટે નિયમોમાં ઢીલ મુકવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. 

સૂત્રો અનુસાર, બોર્ડના એક સભ્ય એસ ગુરૂમૂર્તિ, જે સ્વદેશી જાગરણ મંચથી છે, તેમણે ગત અઠવાડિયે બોર્ડની મીટીંગમાં નાના અને લધુ ઉદ્યોગો માટે ફંડીંગ માટે દબાણ કર્યું હતું. જ્યારે આરબીઆઇનું મનવું છે, કે એમએસએમઇને લોન આપવાના નિયમમાં બાંધછોડ આપવામાં આવે. સરકાર તરફથી નામિત અન્ય સભ્યોના પણ આરબીઆઇના પૂર્ણકાલિન સભ્યો સભ્યોથી એક જ મુદ્દાઓને લઇને મતભેદ ઉભા થઇ રહ્યા છે. જ્યારે ગુરુમૂર્તિના મતભેદની વાત પર ઇનકાર કર્યો હતો. તેમણે મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઇઝની ફંડિંગ પર મતભેદનો જવાબ ટ્વિટ કરીને કહ્યું કે, હું મીટીંગમાં હાજર હતો. તમામ ડાયરેક્ટર્સ આની વિચારણા કરશે અને પાંચ મામલાઓ માંથી ચાર પર સહમત હતા. માત્ર એક પર જ વિવાદ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news