Vibrant Gujarat 2019: ગુજરાતે-ભારતને મોહનદાસ ગાંધી આપ્‍યા, આફ્રિકાએ ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા: સુષ્‍મા સ્‍વરાજ

ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્‍યા હતા, એ આફ્રિકાએ ભારતને ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા.’ બૃહદ આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહ વ્‍યક્તિત્‍વોએ નાખ્‍યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે. 

Vibrant Gujarat 2019: ગુજરાતે-ભારતને મોહનદાસ ગાંધી આપ્‍યા, આફ્રિકાએ ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા: સુષ્‍મા સ્‍વરાજ

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સૌ પ્રથમ વખત ‘આફ્રિકા ડે’ની ઉજવણી કરાઇ રહી છે. આજે ભારતના વિદેશમંત્રી સુષ્‍મા સ્‍વરાજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણીનો શુભારંભ કરાવ્‍યો હતો. આફ્રિકા ખંડના ૫૪ રાષ્‍ટ્રો પૈકી ૫૦ રાષ્‍ટ્રોના પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા છે. મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજયંતી અને નેલ્‍સન મંડેલાની ૧૦૦મી જન્‍મજયંતીના ઉપલક્ષ્‍યમાં ગુજરાતની પાવનભૂમિ પર ‘આફ્રિકા ડે’ની ઉજવણી થઇ રહી છે, તે માટે આનંદ અનુભવતાં વિદેશ મંત્રી  સુષ્‍મા સ્‍વરાજે કહ્યું હતું કે, ‘ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્‍યા હતા, એ આફ્રિકાએ ભારતને ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા.’ બૃહદ આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહ વ્‍યક્તિત્‍વોએ નાખ્‍યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે. 

વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજે કહ્યું હતું કે, માર્ચ-ર૦૧૭માં આફ્રિકન દેશોએ પરસ્‍પરના આર્થિક-વ્‍યાપારિક સંબંધો વધુ સુદૃઢ કરવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ કર્યા, આ ઐતિહાસિક કરારને અનુલક્ષીને ભારતે એજન્‍ડા-ર૦૬૩ વિઝન ડોકયુમેન્‍ટ તૈયાર કર્યું છે. આફ્રિકન દેશો સાથેના ભારતના સુખદ સંભારણાના પ્રિઝમથી અમે ભારત- આફ્રિકન જોડાણને વધુ મજબૂતાઇ બક્ષવા જઇ રહ્યા છીએ. આફ્રિકન દેશો અત્‍યારે આફ્રિકાને સ્‍વીકૃત આફ્રિકન નેતૃત્‍વ આધારિત વિકાસને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે ત્‍યારે ભારત સમાનતા અને પરસ્‍પર સન્‍માન સાથેનું નેતૃત્‍વ સંભાળવા સંકલ્‍પબદ્ધ છે. આફ્રિકાની જરૂરિયાતો અને અગ્રતા અનુસાર  સહકાર આપવા ભારતે સંવાદસભર, ક્ષમતા નિર્દિષ્‍ટ અને માંગ મુજબનું ‘સહકાર મોડેલ’ તૈયાર કર્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ભારતની વિદેશ અને આર્થિક નીતિમાં આફ્રિકાને ‘ટોપ પ્રાયોરિટી’ આપવાની જાહેરાત કરી છે, તેનો ઉલ્‍લેખ કરતાં મંત્રી સુષ્‍મા સ્‍વરાજે જણાવ્‍યું હતું કે, યુગાન્‍ડાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ૧૦ વ્‍યાપક માર્ગદર્શક સિદ્ધાંતો આધારિત આફ્રિકા પોલીસીની જાહેરાત કરતી વખતે જ જણાવ્‍યું હતું કે, બન્‍ને દેશો વચ્‍ચે વિકાસ માટેની ભાગીદારીના મૂળમાં આફ્રિકાની જરૂરિયાતો-આવશ્‍યકતાઓને અગ્રતા આપવામાં આવશે. છેલ્‍લા ચાર વર્ષોમાં આફ્રિકા સાથેના ભારતના સંબંધોએ નવી ગતિશીલતા અને ધબકારની અનુભૂતિ કરી છે. 

ભારતના રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રી કક્ષાએથી આ ચાર વર્ષેામાં ર૯ આફ્રિકન રાષ્‍ટ્રોની મુલાકાત લેવામાં આવી છે. એટલું જ નહીં, સામે પક્ષે આફ્રિકાના ૩૫ રાષ્‍ટ્ર નેતાઓ ભારત પધાર્યા હતા. સુષ્‍મા સ્‍વરાજે  જણાવ્‍યું હતું કે, આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા જતા સંબંધોને અનુલક્ષીને ભારતે આફ્રિકન દેશોમાં આગામી વર્ષોમાં ૧૮ નવા દૂતાવાસ અને ઉચ્‍ચાયુકત કાર્યાલયો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આફ્રિકન દેશોમાં ૪૭ એલચી કચેરીઓ થશે. ગત વર્ષે રવાન્‍ડામાં દૂતાવાસના શુભારંભ સાથે આ મિશનનો આરંભ પણ થઇ ગયો છે. 

આફ્રિકા એક મહત્‍વના વ્‍યાપાર અને મૂડીરોકાણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે, એમ કહીને સુષ્‍મા સ્‍વરાજે જણાવ્‍યું હતું કે, વર્ષ ર૦૧૭-૧૮માં ભારત-આફ્રિકા વચ્‍ચે ૬ર.૬૬ બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વ્‍યાપાર થયો છે. જે અગાઉના વર્ષની સરખામણીમાં રર ટકા વધારે છે. ભારતે અલ્‍પ વિકસીત રાષ્‍ટ્રો માટે ‘ડયુટી ફ્રી ટેરિફ પ્રેફરન્‍સ નીતિ’ની જાહેરાત કરી છે, જેનો લાભ ૩૮ આફ્રિકન દેશો લઇ રહ્યા છે. તાજેતરમાં આફ્રિકન કોન્‍ટીનેન્‍ટલ ફ્રી ટ્રેડ એરિયા સંધી થઇ છે, તે પણ આફ્રિકાના આર્થિક અને વ્‍યાપારિક વિકાસ માટે મહત્‍વનો આયામ બની રહેશે.
 
ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ

વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજે જણાવ્‍યું હતું કે, ભારતની ‘લાઇન્‍સ ઓફ ક્રેડીટ’ આફ્રિકા સાથેના સંબંધોમાં વિશેષ મહત્‍વની સાબિત થઇ છે, જેના પરિણામે ૪ર આફ્રિકન દેશોમાં ૧૧.૪ બિલિયન ડોલરના મૂડીરોકાણવાળા કુલ ૧૮૯ પ્રોજેકટસ કાર્યરત થયા છે. આ પ્રોજેકટસથી આફ્રિકાના જનજીવન પર સકારાત્‍મક અસર ઉપસી રહી છે અને આફ્રિકનોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. 

આફ્રિકન દેશો સાથેનું સંગઠન વધુ સુદૃઢ બનાવવા સપ્‍ટેમ્‍બર-ર૦૧૮માં ઇ-વિદ્યાભારતી અને ઇ-આરોગ્‍ય ભારતી અંતર્ગત આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે કરારો કરવામાં આવ્‍યા છે તેનો ઉલ્‍લેખ કરીને સુષ્‍મા સ્‍વરાજે જણાવ્‍યું હતું કે, પૂ. મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજયંતી નિમિત્‍તે ભારતે આફ્રિકામાં મહાત્‍મા ગાંધી કન્‍વેન્‍શન સેન્‍ટરના નિર્માણથી દરખાસ્‍ત કરી છે. તેમણે જણાવ્‍યું હતું કે, ભારત- આફ્રિકા સંબંધો લાંબાગાળાના અને વધુ સુદૃઢ થાય એ દિશામાં વ્‍યાપક પ્રયત્‍નો થઇ રહ્યા છે. આફ્રિકાની સલામતી અને સમૃદ્ધિપ્રતિની સફરમાં ભારત હંમેશા વિશ્વાસપાત્ર સાથી બની રહેશે. ભારત- આફ્રિકાની મિત્રતા અખંડ-અમર રહે એવી ભાવના તેમણે વ્‍યકત કરી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આફ્રિકા ડેની આ ઉજવણી ગુજરાત અને આફ્રિકન કોન્ટીનન્ટ વચ્ચેના વર્ષો પૂરાણા ઐતિહાસિક સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાતત્યપૂર્ણ ભાગીદારીને વધુ ઉજ્જવળ દિશા આપવાનો પ્રસંગ ગણાવ્યો હતો. તેમણે આ સંદર્ભમાં કહયું કે, મહાત્મા ગાંધીએ અહિંસા સત્યા‍ગ્રહના બીજ આફ્રિકન ધરતી પર રોપેલાં અને તે ચળવળે ભારત આફ્રિકા બેય દેશોની સ્‍વતંત્રતા માટેની પીઠીકા તૈયાર કરી હતી. ગુજરાતે વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯માં આફ્રિકા ડે ઉજવીને લાંબા ગાળાની ભાગીદારી અને સહકારિતાનો સેતુ વધુ સુદૃઢ કર્યો છે. 

મુખ્યમંત્રીએ આફ્રિકન કોન્ટીનન્ટના ૫૪ રાષ્ટ્રો માંથી ૫૦ની અહીં ઉપસ્થિતિને રાજદ્વારી, વાણિજ્યિક અને મૈત્રીપૂર્ણ સંબંધની સ્વતંત્રતા બાદ શરૂ થયેલી કડીની ફલશ્રુતિ ગણાવી હતી. ભારત અને આફ્રિકા ભૂતકાળમાં ગરીબી, કૂપોષણ અને આર્થિક વિકાસની નબળી સ્થિેતિના પડકારોનો સામનો કરતા હતા, પરંતુ આજે બેય રાષ્ટ્રો  નવા ઇનીશ્યેટીવ્ઝ અને ઇનોવેટીવ પોલિસીઝ સાથે આ સમસ્યાઓને નિપટવામાં સફળ રહયા છે. તેમણે કહયું કે,આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નયા ભારતના ઇનીશ્યેટીવ્ઝને પરિણામે ભારત આજે વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમી બન્યું  છે. તેજ પ્રમાણે આઇ.એમ.એફ.ના મત અનુસાર વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમીવાળા રાષ્ટ્રોમાં આફ્રિકાનો પણ સમાવેશ થયો છે. 

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ૨૦૨૦ સુધીમાં ભારત અને આફ્રિકા બેય ૨.૫ બિલીયન લોકો સાથે વિશાળ માર્કેટ, વર્કીંગ મેનપાવર અને નવી તકોનું નિર્માણ કરશે. આફ્રિકન કોન્ટીનન્ટ અપાર કુદરતી સંશાધનો અને ભારતીય સમુદ્રી સીમા સાથે કલોઝ પ્રોસીમીટીને કારણે ઇકોનોમીક ડેવલપમેન્ટ ક્ષેત્રે વધુ નવા અવસરો પૂરા પાડશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. વિજય રૂપાણીએ ભારતના ખાનગી અને જાહેરક્ષેત્રના સાહસોએ આફ્રિકન કોન્ટીનન્ટમાં ઓટોમોબાઇલ એન્‍જીનિયરીંગ, કેમિકલ, આઇ.ટી., ટેલિકોમ, ફાર્મા જેવા ક્ષેત્રોમાં રોકાણ કરેલ છે અને વધુ ભારતીય કંપનીઓ આ ક્ષેત્રોમાં રોકાણો માટે પ્રેરિત થઇ રહી છે. 

મુખ્યમંત્રીએ સાઉથ આફ્રિકા, કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા., રવાન્‍ડા જેવા રાષ્ટ્રોમાં ગુજરાતીઓના વ્યાપક વસવાટ અને વેપાર-કારોબારનો વિશેષ ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, ગુજરાતમાં પણ સદીઓથી આફ્રિકન ઓરિજીનની સીદી કોમ્યુનિટી વસી છે તે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની વાઈબ્રન્ટ સંસ્કૃતિમાં મહત્વનું પ્રદાન કરે છે. વિજય રૂપાણીએ ભારત-આફ્રિકા પાર્ટનરશીપને પ્રબળ રાજકીય પ્રતિબધ્ધતા અને ઇકોનોમિક એન્ગેજમેન્ટના સિમ્બોલ તરીકે વર્ણવીને આ દિવસની ઉજવણીથી ગુજરાતને ગૌરવ મળ્યું છે તેવો મત પણ દર્શાવ્યો હતો. તેમણે આફ્રિકા ડે ઉજવણીમાં સહભાગી સૌને એકતાના પ્રતિક રૂપ વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું પણ ઇજન પાઠવ્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

આફ્રિકા ડેસુષ્‍મા સ્‍વરાજગૌતમ અદાણીમુકેશ અંબાણીટાટા ગ્રુપરિલાયન્સ ગ્રુપરોકાણવાઈબ્રન્ટ ગુજરાતSushma SwarajVibrant Gujarat 2019Vibrant Gujarat SummitVibrant Gujaratકેતન જોશીVibrant Gujarat 2019Farm2doorpm narendra modiNarendra Modi in newsKetan Joshiવાયબ્રન્ટ ગુજરાતનરેંદ્ર મોદીવિજય રૂપાણીગ્લોબલ ટ્રેડ શો19 જાન્યુઆરીગ્લોબલ સમિટના 9મી એડિશનનેધરલેન્ડબિઝનેસ પ્રતિનિધિમંડળકૃષિબાગાયતતબીબી ક્ષેત્રપુનઃપ્રાપ્ય ઊર્જાટેકનોલોજીએનર્જી ટ્રાન્ઝેક્શનસ્માર્ટ સિટીમેન્યુફેક્ચરિંગવૈશ્વિક કંપનીઓલક્ઝુરીયસ ગાડીઓભાડુંશેપિંગ અને ન્યૂ ઈન્ડિયા થીમમુખ્યમંત્રી વિજય રૂપાણીગાંધીનગરમહાત્મા મંદિરઅમદાવાદMOUMOUAfrica Daynarendra modivijay rupaniMahatma Mandirgandhinagarbusiness news in gujaratizee news gujaratiવેપાર સમાચારબિઝનેસ ન્યૂઝવાઈબ્રન્ટ ગુજરાત 2019વાઈબ્રન્ટ સમિટપીએમ મોદીવડાપ્રધાન નરેંદ્ર મોદીબિઝનેસ ડેલિગેશનએમઓયૂમહાત્મા મંદિર ગ

Trending news