Indian Economy: આખરે હર્ષ ગોએન્કાએ શેર કરી યાદી, PM મોદીએ 8 વર્ષમાં કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી

Modi Govt 8 Years: હર્ષ ગોએન્કાની યાદી જણાવે છે કે ભારતનો જીડીપી રેન્ક 2014માં 10થી વધીને હાલમાં 4 પર પહોંચી ગયો છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જીડીપી શેર અને વૈશ્વિક વેપાર શેરમાં વધારો થયો છે. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો વધીને 3.2 ટકા થયો છે, જે 2014માં 2.6 ટકા હતો.

Indian Economy: આખરે હર્ષ ગોએન્કાએ શેર કરી યાદી, PM મોદીએ 8 વર્ષમાં કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી

PM Modi achievement in Indian Economy: મોદી સરકારની સફળતાના આઠ વર્ષ પુરા થઈ ગયા છે તે દરમિયાન પીએમ મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. પહેલા કોરોના મહામારી અને પછી યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી, જેણા કારણે લોકોને મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે મોદી સરકાર ધીમે ધીમે તેમાં સુધારો કરી રહી છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં કયા ફેરફારો?
હર્ષ ગોએન્કાની યાદી જણાવે છે કે ભારતનો જીડીપી રેન્ક 2014માં 10થી વધીને હાલમાં 4 પર પહોંચી ગયો છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જીડીપી શેર અને વૈશ્વિક વેપાર શેરમાં વધારો થયો છે. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો વધીને 3.2 ટકા થયો છે, જે 2014માં 2.6 ટકા હતો. જ્યારે, વૈશ્વિક ટ્રેડ શેર વધીને 2.2 ટકા થઈ ગયો છે, જે 2014માં 2 ટકા હતો.

— Harsh Goenka (@hvgoenka) June 6, 2022

હર્ષ ગોયેન્કાએ ઉપલબ્ધિઓ જણાવી
RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર એક યાદી શેર કરી છે, જેમાં પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારની છેલ્લા 8 વર્ષમાં ઉપલબ્ધિઓ જણાવવામાં આવી છે. આ યાદી દર્શાવે છે કે 8 વર્ષમાં ભારતનું સ્ટીલ ઉત્પાદન, ઓટો ઉત્પાદન, વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં કેટલો સુધારો થયો છે.

યુનિકોર્નની સંખ્યામાં ભારે વધારો
તેની સાથે ભારતમાં યુનિકોર્નની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. હર્ષ ગોએન્કાની યાદી અનુસાર દેશમાં યુનિકોર્નની સંખ્યા 93 પર પહોંચી ગઈ છે, જે વર્ષ 2014માં 4 હતી. તમને જણાવી દઈએ કે 'યુનિકોર્ન' એ ખૂબ જ ખાસ સ્ટાર્ટઅપ્સ કહેવાય છે, જે 1 બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન હાંસલ કરે છે.

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગમાં મોટો ઉછાળો
યાદી અનુસાર, ભારતનું ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ 63 પર પહોંચી ગયું છે, જે વર્ષ 2014માં 142 હતું. તેના સિવાય સ્ટીલ પ્રોડક્શન રેન્કિંગ 4 થી બીજા નંબર પર પહોંચી ગયું છે, જ્યારે ઓટો પ્રોડક્શન રેન્કિંગ 7માંથી વધીને ચોથા નંબર પર પહોંચી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news