દેશની દિગ્ગજ બેન્કે ડિવિડેન્ડ આપવાની કરી જાહેરાત, જાણો દરેક શેર પર કેટલો ફાયદો મળશે

ખાનગી સેક્ટરની દિગ્ગજ બેન્ક એચડીએફસીએ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. કંપનીએ એક શેર પર 19.50 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે કંપનીના નેટ પ્રોફિટમાં 2.11 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દેશની દિગ્ગજ બેન્કે ડિવિડેન્ડ આપવાની કરી જાહેરાત, જાણો દરેક શેર પર કેટલો ફાયદો મળશે

Dividend Stock: દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC Bank)નો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ પાછલા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં 2.11 ટકાના વધારા સાથે 17,622.38 કરોડ રૂપિયા રહ્યો.પાછલા વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં કંપનીનો શુદ્ધ લાભ 17,257.87 કરોડ રૂપિયા રહ્યો હતો. બેન્કે શનિવારે ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે.

એચડીએફસી બેન્કે શનિવારે જણાવ્યું કે એકલ આધાર પર તેનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 16,511.85 કરોડ રૂપિયા રહ્યો, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 16,372.54 કરોડ રૂપિયા હતો. બેન્કે પાછલા વર્ષે જુલાઈમાં પોતાની હોમ લોન કેન્દ્રીત મૂળ કંપની એચડીએફસીનો વિલય કરી દીધો હતો. 

સમીક્ષા હેઠળ ત્રિમાસિકમાં તેની મૂળ શુદ્ધ વ્યાજ આવક વધી 29080 કરોડ રૂપિયા થઈ ગઈ, જ્યારે અન્ય આવક વધી 18170 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેન્કે કુલ સંપત્તિ પર પોતાનો મુખ્ય શુદ્ધ વ્યાજ માર્જિન 3.44 ટકા જણાવ્યો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (NPA) રેશિયો 1.26 ટકાથી ઘટીને 1.24 ટકા થયો છે.

ડિવિડેન્ડ આપી રહી છે બેન્ક (HDFC Bank Dividend)
બેન્ક તરફથી ડિવિડેન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એચડીએફસી બેન્કે કહ્યું કે 1 રૂપિયા પર 19.5 રૂપિયાનું ડિવિડેન્ડ યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. શુક્રવારે બેન્કના શેરનો ભાવ 2.46 ટકાની તેજી સાથે 1531.30 રૂપિયા પર પહોંચી ગયો છે. Trendlyne ના ડેટા અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન બેન્કના શેરના ભાવમાં 8.1 ટકાનો ઘટાડો થયો  છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news