ATM અને બેંકોમાં કેશની અછતના આ છે 8 સૌથી મોટા કારણ, ખાસ જાણો

દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી કેશની ભારે અછત જોવા મળી રહી છે. સરકાર પણ આ વિષયને લઈને હવે હરકતમાં આવી ગઈ છે.

ATM અને બેંકોમાં કેશની અછતના આ છે 8 સૌથી મોટા કારણ, ખાસ જાણો

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી કેશની ભારે અછત જોવા મળી રહી છે. સરકાર પણ આ વિષયને લઈને હવે હરકતમાં આવી ગઈ છે. નાણામંત્રીથી લઈને આર્થિક મામલાના સચિવ સુદ્ધા નિવેદન આપી રહ્યાં છે. સરકાર પોતાનો બચાવ કરી રહી છે જ્યારે વિપક્ષ તેને નોટબંધીની અસર ગણાવી રહ્યો છે. રાહુલ ગાંધીએ તો તેના ઉપર શાયરી પણ લખી નાખી. જ્યારે સરકારનો દાવો છે કે દેશમાં કેશની સ્થિતિની સમીક્ષા કરાઈ છે. દેશમાં પર્યાપ્ત માત્રામાં કેશ છે, બેંકોમાં પણ કેશ ઉપલબ્ધ છે. પરંતુ હકીકતમાં કેશની અછત સર્જાવવાના કારણો શું છે? કેમ ATMમાં કેશનો દુકાળ જોવા મળી રહ્યો છે? આવો જાણીએ તેના કારણો.....

1. FRDI બિલની અફવા
ફાઈનાન્સ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ બિલ (FRDI) બિલ 2017ના આવવાની અફવા ઉડી. દેશના અનેક ભાગોમાં તેના આવવાનો ગણગણાટ ચાલુ થઈ ગયો. અફવા એ પણ ઉડી કે આ બિલનો કાયદો બનવાથી બેંકોમાં જમા રૂપિયા સુરક્ષિત રહેશે નહીં. સરકારે આ અફવાને ફગાવી. પરંતુ લોકો ATM અને બેંકોમાંથી રૂપિયા કાઢવા માટે દોડ્યા.

2. કૌભાંડોનો ડર
નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને જે રીતે ચૂનો લગાવ્યો, તેનાથી લોકોના મનમાં ડર બેસી ગયો છે. દરેક પોતાની મહેનતની કમાણીને કૌભાંડમાં ડૂબી જતા બચાવવા માટે રૂપિયા બેંકોમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યાં છે. લોકોની નજરમાં બેંકિંગ સિસ્ટમ ફેલ જતી જોવા મળી રહી છે. બેંકો પરથી લોકોનો ભરોસો ઉઠવા ના કારણે લોકો કેશ ડિપોઝિટ કરવાથી બચવા લાગ્યા છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં આ જ ડરથી લોકોએ રૂપિયા કાઢવાના શરૂ કરી દીધા અને એક પછી એક એટીએમ ખાલી થતા ગયાં.

— ANI (@ANI) April 17, 2018

3. 2000ની નોટોની અછત
આર્થિક મામલાના સચિવ એસ સી ગર્ગના જણાવ્યાં મુજબ 2000 રૂપિયાની નોટોની અછત ઊભી થઈ છે. પરંતુ કાળુ નાણુ જમા થવાની કોઈ શંકા નથી. હજુ સિસ્ટમમાં 2000 રૂપિયાની 6,70,000 કરોડ નોટ છે. જો કે 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન ઘટ્યું છે. પરંતુ એવું પણ અનુમાન છે કે મોટી નોટો જમા કરવામાં સરળતા રહે છે. આથી લોકો બચતની રકમ 2000ની નોટો તરીકે જમા કરી રહ્યાં છે.

4.કેશ વિથડ્રોઅલ ચાર ગણું વધ્યું
આર્થિક મામલાના સચિવ એસ સી ગર્ગે કેટલાક હિસ્સાઓમાં નોટોની કમીને કમોબેશ સ્થાનિક પ્રબંધન દ્વારા ઉપજેલી સમસ્યા ગણાવી. તેમણે જણાવ્યું કે દેશમાં 4 હજાર કરન્સી ચેસ્ટ છે. ત્યાં રૂપિયા જાય છે, રાખવામાં આવે છે અને ત્યાંથી જ વિતરણ થાય છે. આથી દરેક ચેસ્ટનું મોનિટરીંગ થઈ રહ્યું છે. જે ચેસ્ટમાં કેશની કમી રહેશે ત્યાં પર્યાપ્ત કેશ પહોંચાડવામાં આવશે.

5.સ્થાનિક મેનેજમેન્ટમાં ખામી
એસસી ગર્ગના જણાવ્યાં મુજબ કેટલાક ભાગોમાં સ્થાનિક મેનેજમેન્ટની ખામીઓના કારણે નોટોની અછત સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે દેશમાં 4000 હજાર કરન્સી ચેસ્ટ છે. ત્યાં રૂપિયા જાય છે, રાખવામાં આવે છે અને ત્યાંથી જ વિતરણ થાય છે. આથી દરેક ચેસ્ટનું મોનિટરીંગ થઈ રહ્યું છે. જે ચેસ્ટમાં કેશની કમી રહેશે ત્યાં પર્યાપ્ત કેશ પહોંચાડવામાં આવશે.

6. બેંક ડિપોઝીટમાં કમી
એટીએમ ખાલી થવાનું એક કારણ એ પણ છે કે બેંકમાં જમાવૃદ્ધિ દરમાં ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં બેંક ડિપોઝીટ ગ્રોથ ઘટીને 6.7 ટકા થયો છે જે ગત નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 15.3 ટકા હતો. જેનાથી ઉલ્ટુ બેંકોમાંથી રૂપિયા કાઢવામાં આવ્યાં. નાણાકીય વર્ષ 2016-17માં બેંક ક્રેડિટમાં 8.2 ટકાનો વધારો નોંધાયો. જે 2017-18માં વધીને 10.3 ટકા રહ્યો.

— ANI (@ANI) April 17, 2018

7. ખેડૂતોને ચૂકવણી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે અચાનક નોટોની અછતના કારણોમાં ખેડૂતોને કરાયેલી ચૂકવણીની રકમ વધવાનું પણ સામેલ છે. તેમણે કહ્યું કે જો કે આ કોઈ નવી વાત નથી. એક વિભાગ આ પ્રકારના મામલાઓ પર નજર રાખે છે.

8.આરબીઆઈએ શું આપ્યો તર્ક
આરબીઆઈનું કહેવું છે કે તેમની પાસે પૂરતી કેશ છે. લોજિસ્ટિક કારણોને લીધે કેટલાક રાજ્યોમાં એટીએમમાં કેશ ભરવાની અને કેલિબ્રેશનની પ્રક્રિયા જારી રહેવામાં સમસ્યા છે. આમ છતાં તમામ ચાર નોટના છાપકામમાં ઝડપ કરાઈ છે. એવી શંકા છે કે 2000ની નોટોનો સંગ્રહ થઈ રહ્યો છે. તેને પહોંચી વળવા માટે 500ની નોટોના છાપકામમાં 5ગણો વધારો કરાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news