HOME લોન ટ્રાંસફર કરશો તમને થશે મોટો ફાયદો, વ્યાજ પર બચશે લાખો રૂપિયા
Trending Photos
અનામિકા તથા તેના પતિ જયંતે એક NBFC (નોન બેકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન) દ્વારા 2016 માં 27 લાખ રૂપિયાની કમ્પોઝિટ હોમ લોન (પ્લોટ પર્ચેજ+કંસ્ટ્રકશન) લીધું હતું. તેમનો મંથલી ઈએમઆઇ (EMI) 26 હજાર રૂપિયા દર મહિને છે. અઢી વર્ષમાં તે લગભગ 9 લાખ રૂપિયાનો હપ્તો (પ્રિસિંપલ+વ્યાજ) ચૂકવી ચૂક્યા છે. તેમને આશ્વર્ય ત્યારે થયું જ્યારે તેમને 1 દિવસ પોતાનો લોન ટ્રેક રેકોર્ડ જોયો. ખબર પડી કે 9 લાખ રૂપિયા ભર્યા બાદ તેમના પ્રિંસિપાલમાં માત્ર 60 હજાર રૂપિયા ઓછા થયા છે. એટલે કે બાકીના રૂપિયા વ્યાજમાં જતા રહ્યા.
હવે દંપતિએ તેનો રસ્તો કાઢવાનો નિર્ણય કર્યો. તેમાં કોઇ બેંકરે તેમને બેંક લોન ટ્રાંસફર કરવાની સલાહ આપી. એક બેંક એક્ઝીક્યૂટિવે તેમને જણાવ્યું કે જો તે તેમની બેંકમાં લોન ટ્રાંસફર કરાવી લે છે તો તેમના વ્યાજના લાખો રૂપિયા બચી શકે છે. આ સાંભળીને દંપતિને પસ્તાવો થયો કે તપાસ કર્યા વિના હોમ લોન લઇને તેમને મોટી ભૂલ કરી. હાલ તેમને પોતાની લોન ટ્રાંસફર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી.
કેટલા ટર્મ માટે લીધી હતી લોન
તેમણે ફેબ્રુઆરી 2016માં એનબીએફસી પાસેથી લગભગ 27 લાખ રૂપિયા કમ્પોઝિટ હોમ લોન લીધી હતી. આ લગભગ 28 વર્ષના સમયગાળા માટે લીધી હતી. વ્યાજ 10.99 નક્કી થયું હતું, જે ફિક્સ્ડ રેડ પર હતું. તેના આધારે તેનો હપ્તો લગભગ 26 હજાર રૂપિયા થાય. તેમણે એનબીએફસી પાસેથી લોન ટ્રેક રેકોર્ડ માંગ્યો તો ખબર પડી કે 2.5 વર્ષમાં તેમના દ્વારા ચૂકવવામાં આવેલા હપ્તા મોટાભાગે વ્યાજમાં ગયા છે. એટલે કે તે એનબીએફસીની સાથે લોન ચાલુ રાખે છે તો 28 વર્ષમાં તેમને લગભગ બેંકને વ્યાજના રૂપમાં 60 લાખ રૂપિયા ચૂકવવા થશે.
NBFC પાસેથી લોન લીધી હતી તેનો હપ્તો આટલો હતો
લોન ટ્રાંસફરથી શું ફાયદો થશે
લોન ટ્રાંસફર બાદ તેમને એક રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી 8.85 ટકા વ્યાજ પર હપ્તો ચૂકવવાનો રહેશે. હપ્તાની રકમમાં વધુ ફેરફાર થયો નથી પરંતુ લોનનો ટેન્યોર લગભગ 11 વર્ષ ઓછો થઇ ગયો છે, જે સૌથી મોટા લાભનો વિષય છે.
બેંકમાં લોન ટ્રાંસફરનો આ થશે ફાયદો (ફોટો : emicalculator.net)
કેટલો થશે ફાયદો
એનબીએફસી પાસેથી લોન ચાલુ રાખતાં 28 વર્ષમાં તેમણે લગભગ 60,15,800 ફક્ત વ્યાજના રૂપમાં ચૂકવવાના થશે. તો બીજી તરફ લોન ટ્રાંસફર કરાવતાં ના ફક્ત તેમનું લોન ટેન્યોર 11 વર્ષ ઓછો થઇને 17 વર્ષનો થઇ જશે પરંતુ વ્યાજના રૂપમાં 25,30,402 રૂપિયા ભરવા પડશે. આ પ્રકારે તેમના લગભગ 35 લાખ રૂપિયા રૂપિયા બચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે