બેન્કોના જરૂરી કામ હોય તો કરી લેજો પુરા, ત્રણ દિવસ બેન્કો રહેશે બંધ

આગામી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ, 27 અને 28 જાન્યુઆરીએ શનિવાર-રવિવાર હોવાને કારણે તમામ બેન્કો ત્રણ દિવસ બંધ રહેશે 

 

  બેન્કોના જરૂરી કામ હોય તો કરી લેજો પુરા, ત્રણ દિવસ બેન્કો રહેશે બંધ

 

નવી દિલ્હીઃ જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં બેન્કો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ દરમિયાન એટીએમમાં પણ પૈસાની તંગી આવી શકે છે. શુક્રવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ, શનિવારે મહિનાનો છેલ્લો શનિવારે અને સવિવારે સપ્તાહની રજા હોવાને કારણે બેન્ક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. બેન્કો આગામી સપ્તાહે સતત ત્રણ દિવસ બંધ રહેવાને કારણે બેન્ક અધિકારીઓ પોતાની શાખાઓના ખાતાધારકો અને વ્યાપારીઓને નાણા આપવાની વ્યવસ્થા કરી લીધી છે. બેન્કમાં રજાને કારણે ચેક ક્લિયર થવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આ સાથે એટીએમમાં કેશ કાઢવા અને મશિનમાં કેશ ન ભરવાને કારણે પણ મુશ્કેલી થઈ શકે છે. 

 

જો તમારે રોકડની જરૂરીયાત હોય તો 25 જાન્યુઆરીએ વ્યવસ્થા કરી લો. ત્યારબાદ બેન્ક 29 જાન્યુઆરીએ ખુલશે. વધુ લોકો એટીએમના વિશ્વાસે રહે છે એવામાં એટીએમમાં પૈસા ન હોય ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news