ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) એક બિઝનેસ વર્ષ દરમિયાન નાણાકીય લેણદેણને નાણાકીય સંસ્થાઓને ભરવાની હોય છે. એઆઇઆર ભરવાની જવાબદારી તે સંસ્થાઓની હોય છે, જેના દ્વારા તમે નાણાકીય લેણદેણ કરી છે. આ સંસ્થાઓની જવાબદારી એ પણ હોય છે કે તે નાણાકીય લેણદેણ કરનાર વ્યક્તિના પાન નંબરનો ઉલ્લેખ કરે.

ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્નનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં તમે પણ પોતાનું રિટર્ન ભરતાં પહેલાં જ પ્લાન બનાવી લો. તમે રિટર્ન ભરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો, કે પોતાની આવકનું વિવરણ બિલકુલ યોગ્ય રીતે ભરો. તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને ઇનકમ ટેક્સ વિભાગ તપાસ કરે છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ, બચત, ખરીદી વગેરે રિપોર્ટ ઇનકમ ટેક્સ વિભાગને મળે છે. આ જાણકારી એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) દ્વારા ઇનકમ ટેક્સ વિભાગને સંબંધિત નાણાકીય સંસ્થાને મોકલે છે.

શું છે એઆઇઆર?
એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) એક બિઝનેસ વર્ષ દરમિયાન નાણાકીય લેણદેણને નાણાકીય સંસ્થાઓને ભરવાની હોય છે. એઆઇઆર ભરવાની જવાબદારી તે સંસ્થાઓની હોય છે, જેના દ્વારા તમે નાણાકીય લેણદેણ કરી છે. આ સંસ્થાઓની જવાબદારી એ પણ હોય છે કે તે નાણાકીય લેણદેણ કરનાર વ્યક્તિના પાન નંબરનો ઉલ્લેખ કરે. સાથે જ તે વ્યક્તિનો પિનકોડ સહિત પુરું એડ્રેસ પણ જણાવો.

આ સૂચનાઓ ઇનકમ ટેક્સ વિભાગને મોકલે છે નાણાકીય સંસ્થાઓ

બચત ખાતામાં 10 લાખથી વધુ જમા કરાવવા
જ્યારે કોઇ એક વર્ષ દરમિયાન કોઇ વ્યક્તિના બચત ખાતામાં 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ જમા થાય છે, તો તે બેંકની જવાબદારી હોય છે કે તેની સૂચના ઇનકમ ટેક્સ ઓથોરિટીને આપે.

બે લાખ રૂપિયાથી વધુનુ બિલ
જો કોઇ વ્યક્તિએ એક વર્ષ્માં 2 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી છે તો ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર બેંક અથવા સંબંધિત કંપનીએ તેની જાણકારી ઇનકમ ટેક્સ વિભાગને આપવાની હોય છે. 

મ્યુચુઅલ ફંડની બે લાખથી વધુની ખરીદી
કોઇ મ્યુચુઅલ ફંડ યોજનામાં કોઇ વ્યક્તિ બે લાખ રૂપિયા અથવા તેનાથી વધુનું રોકાણ કરે છે, તો તે મ્યુચુઅલ ફંડના ટ્રસ્ટી અથવા ટ્રસ્ટી દ્વારા તે મ્યુચ્યુઅલ ફંડના કામકાજનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિને આ સૂચના ઇનકમ ટેક્સ ઓથોરિટીને આપવાની હોય છે. 

બોન્ડમાં પાંચ લાખ રૂપિયાથી વધુનું રોકાણ
જો કોઇ વ્યક્તિ કોઇ કંપની અથવા સંસ્થા દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા બોન્ડ અથવા ડિબેંચરમાં પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધુનુ રોકાણ કરે છે, તો તેની સૂચના ઇનકમ ટેક્સ ઓથોરિટીને આપવાની જવાબદારી બોન્ડ અથવા ડિબેંચર ઇશ્યૂ કરનાર કંપની અથવા સંસ્થાની હોય છે.  

પબ્લિક ઇશ્યૂમાં એક લાખથી વધુનું રોકાણ
જો કોઇ વ્યક્તિ કોઇ કંપનીના એક લાખ રૂપિયા અથવા તેનાથી વધુની રકમના શેર પબ્લિક ઇશ્યૂ અથવા રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ખરીદે છે તો શેર ઇશ્યૂ કરનાર કંપનીનું ઉત્તરદાયિત્વ હોય છે કે તે ઓથોરિટીને તેની જાણકારી આપે.

30 લાખથી વધુની સંપત્તિની ખરીદી અથવા વેચાણ
જો કોઇ વ્યક્તિ 30 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની કિંમતની અચલ સંપત્તિ ખરીદી અથવા વેચે છે, તો રજિસ્ટ્રાર/સબ રજિસ્ટ્રારની જવાબદારી હોય છે કે તે તેની સૂચના ઇનકમ ટેક્સ ઓથોરિટીને આપે. 

આરબીઆઇના બોન્ડમાં પાંચ લાખથી વધુનું રોકાણ
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા બોન્ડમાં કોઇ વ્યક્તિ જો કોઇ એક વર્ષ દરમિયાન પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધુનુ રોકાણ કરે છે. તો આરબીઆઇ દ્વારા આ કામ માટે નિમાયેલા વ્યક્તિને આ સૂચના ઇનકમ ટેક્સ ઓથોરિટીને આપવાની હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news