રેલવેમાં મળતી સેવા બની મોંઘી : ચા, નાસ્તો અને ભોજનના રેટમાં જંગી વધારો, જાણો કયા ક્લાસમાં કેટલા ભાવ વધ્યા

ભારતીય રેલવે(Indian Railway)ની મુસાફરી હવે મોંઘી થવાની છે. કારણ કે ટ્રેનમાં ચા-પાણી, નાશ્તા અને ભોજનના ભાવ વધવાના છે. રેલવે બોર્ડે રાજધાની (Rajdhani) , શતાબ્દી(Shatabdi) અને દુરન્તો(Duranto)  જેવી ટ્રેનોમાં ચા, નાશ્તા અને ભોજનને મોંઘું કરવાનો સર્ક્યુલર બહાર પાડી દીધો છે. નવા રેટ મેલ, એક્સપ્રેસ, અને બીજી ટ્રેનોમાં પણ લાગુ થશે. નવા રેટ 15 દિવસોની અંદર ટિકિટિંગ સિસ્ટમમાં આવી જશે અને 2 મહિનામાં લાગુ થઈ જશે. એટલે કે નવા વર્ષથી ટ્રેનોમાં ખાવા પીવાનું મોંઘું થઈ જશે. આ વર્ષમાં આ બીજો ભાવ વધારો છે. કદાચ 15 જાન્યુઆરીથી લાગુ થશે. 

રેલવેમાં મળતી સેવા બની મોંઘી : ચા, નાસ્તો અને ભોજનના રેટમાં જંગી વધારો, જાણો કયા ક્લાસમાં કેટલા ભાવ વધ્યા

નવી દિલ્હી: ભારતીય રેલવે(Indian Railway)ની મુસાફરી હવે મોંઘી થવાની છે. કારણ કે ટ્રેનમાં ચા-પાણી, નાશ્તા અને ભોજનના ભાવ વધવાના છે. રેલવે બોર્ડે રાજધાની (Rajdhani) , શતાબ્દી(Shatabdi) અને દુરન્તો(Duranto)  જેવી ટ્રેનોમાં ચા, નાશ્તા અને ભોજનને મોંઘું કરવાનો સર્ક્યુલર બહાર પાડી દીધો છે. નવા રેટ મેલ, એક્સપ્રેસ, અને બીજી ટ્રેનોમાં પણ લાગુ થશે. નવા રેટ 15 દિવસોની અંદર ટિકિટિંગ સિસ્ટમમાં આવી જશે અને 2 મહિનામાં લાગુ થઈ જશે. એટલે કે નવા વર્ષથી ટ્રેનોમાં ખાવા પીવાનું મોંઘું થઈ જશે. આ વર્ષમાં આ બીજો ભાવ વધારો છે. કદાચ 15 જાન્યુઆરીથી લાગુ થશે. 

ટ્રેનમાં નાશ્તો, ભોજન મોંઘા થયા
શતાબ્દી, રાજધાની, દુરન્તો જેવી ટ્રેનોમાં હવે ભોજન મોંઘુ થવા જઈ રહ્યું છે. સેકન્ડ AC ક્લાસમાં 10 રૂપિયાની ચા હવે 20 રૂપિયામાં મળશે. 
સ્લીપર ક્લાસમાં ચા 10 રૂપિયાથી જગ્યાએ 15 રૂપિયામાં મળશે.
દુરન્તોમાં લંચ અને ડિનર 80 રૂપિયાની જગ્યાએ હવે 120 રૂપિયામાં મળશે. 
નવા મેન્યુ 15 દિવસની અંદર ટિકિટ સીસ્ટમમાં આવી જશે. 
આજથી 2 મહિના બાદ ખાવા પીવાના નવા દર લાગુ થઈ જશે. 

ફર્સ્ટ AC/EC
સવારની ચા 15રૂપિયાથી વધીને હવે 35 રૂપિયા
સાંજની ચા 75 રૂપિયાથી વધીને હવે 140 રૂપિયા
નાશ્તો 90 રૂપિયાની વધારીને 140 રૂપિયા
લંચ કે ડીનર 145 રૂપિયાથી વધારીને 245 રૂપિયા

જુઓ LIVE TV

2 AC, 3 AC, CC
સવારની ચા 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા
નાશ્તો 75 રૂપિયાથી વધારીને 105 રૂપિયા
લંચ કે ડીનર 125 રૂપિયાથી વધારીને 185 રૂપિયા
સાંજની ચા 45 રૂપિયાથી વધારીને 90 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news