Vibrant Gujarat 2019: ઈઝરાયલનો મળશે સાથ, ગુજરાતનો થશે વિકાસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.

Vibrant Gujarat 2019: ઈઝરાયલનો મળશે સાથ, ગુજરાતનો થશે વિકાસ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયેલના પ્રદાનની નોંધ લઇ ગુજરાતમાં પણ ઇઝરાયેલની કંપનીઓ ઇનોવેશન ક્ષેત્રે જોડાય તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે ગુજરાતના આઈ-ક્રિએટ સાથે ઇઝરાયેલ કંપનીઓ ઇનોવેશનના માધ્યમથી જોડાવા આમંત્રણ પાઠવી ઉમેર્યું હતું કે, આવા પારસ્પરિક સહયોગથી યુવાનોને નવા સંશોધનો માટે તક મળશે. 

ઇઝરાયેલના એમ્બેસેડર ડો. રોન માલ્કા (Dr. RON MALKA)ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં મૂડીરોકાણની વિશાળ તકો સંદર્ભે વિચાર-વિમર્શ કર્યો હતો અને ઇઝરાયેલ કંપનીઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે ઉત્સુક હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં એમ્બેસી ઓફ ઇઝરાયેલના ડેપ્યુટી ચીફ ઓફ મિશન સુશ્રી માયા કાદોશ તેમજ કોન્સ્યુલ જનરલ શ્રીયુત યાકોવ ફિન્કેલ્સ્ટેઇન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સૌનું ગુજરાતની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

ઇઝરાયેલવાઈબ્રન્ટ ગુજરાતVibrant Gujarat 2019Vibrant Gujarat SummitVibrant Gujaratવાયબ્રન્ટ ગુજરાતનરેંદ્ર મોદીવિજય રૂપાણીગ્લોબલ ટ્રેડ શો19 જાન્યુઆરીગ્લોબલ સમિટના 9મી એડિશનનેધરલેન્ડબિઝનેસ પ્રતિનિધિમંડળJATROIndiamjapanDMICMetroindustrial growthમુખ્યમંત્રી વિજય રૂપાણીગાંધીનગરમહાત્મા મંદિરઅમદાવાદMOUAfrica Daynarendra modivijay rupanipm narendra modiMahatma Mandirgandhinagarbusiness news in gujaratizee news gujaratiવેપાર સમાચારબિઝનેસ ન્યૂઝવાઈબ્રન્ટ ગુજરાત 2019વાઈબ્રન્ટ સમિટપીએમ મોદીવડાપ્રધાન નરેંદ્ર મોદીબિઝનેસ ડેલિગેશનએમઓયૂમહાત્મા મંદિર ગાંધીનગરઆફ્રિકા ડેઆફ્રિકા દિવસશોપિંગ ફેસ્ટિવલShoping Festivalઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલડિસ્કાઉન્ટદેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલSVP Hospitalસરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ

Trending news