IT કંપનીના CEOએ પોતાના કર્મચારીઓને આપી મોંઘીદાટ ભેટ, BMW ગીફ્ટમાં મળતા જશ્નનો માહોલ

IT કંપનીના CEOએ પોતાના કર્મચારીઓને આપી મોંઘીદાટ ભેટ, BMW ગીફ્ટમાં મળતા જશ્નનો માહોલ

નવી દિલ્લીઃ કંપનીઓ તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહનો, ભેંટ આપે છે. આમાં શેરમાં બોનસ આપવા જેવા ટ્રેન્ડનો સમાવેશ થાય છે, કેટલીકવાર કેટલીક કંપનીઓ કર્મચારીઓને તેમની મહેનતના બદલામાં મોંઘીદાટ ભેટ પણ આપે છે. ચેન્નઈ સ્થિત આઈટી કંપની કિસફ્લો ઈન્ક.(Kissflow Inc)એ પણ આવું જ આશ્ચર્યજનક કામ કર્યું છે. કંપનીએ ગયા અઠવાડિયે સારી કામગીરી બજાવતા 5 કર્મચારીઓને BMW કાર ભેટમાં આપી હતી.
કંપનીના CEOએ આ ભેટ એવા 5 કર્મચારીઓને આપી હતી જેમણે કોરોના મહામારી દરમિયાન અસ્તિત્વની કટોકટીમાંથી બહાર નીકળવામાં અને પ્રતિકૂળ સંજોગોમાં પણ પૈસા કમાવવામાં મદદ કરી હતી. એક કાર્યક્રમમાં 5 વરિષ્ઠ કર્મચારીઓને BMW કાર આપવામાં આવી હતી, જેની કિંમત 1 કરોડ હતી. પાંચેય કર્મચારીઓને તેની અગાઉથી જાણ પણ ન હતી. તેમને આ સરપ્રાઈઝ ગિફ્ટ વિશે થોડા કલાકો પહેલા જ ખબર પડી હતી.
કંપનીના CEO સુરેશ સમ્બમ્દમે જણાવ્યું કે જે પાંચ કર્મચારીઓને ભેટમાં BMW કાર આપવામાં આવી છે, તે તમામ કંપનીની શરૂઆતથી જ તેમની સાથે છે. તેમણે કહ્યું કે ભેટ મેળવનારાઓમાં કેટલાક ખૂબ જ સાધારણ બેકગ્રાઉન્ડના છે અને કંપનીમાં જોડાતા પહેલા તેઓએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે કંપનીએ પોતે પણ ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. કોવિડ મહામારી દરમિયાન પણ કંપનીના કેટલાક રોકાણકારોએ સફળ કામગીરી અંગે આશંકા વ્યક્ત કરી હતી.
સમ્બમ્દમે કહ્યું, 'અમારી કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. કોરોના દરમિયાન પણ, રોકાણકારોને શંકા હતી કે કંપની ચાલશે કે નહીં. આજે અમે ખૂબ જ ખુશ છીએ કે અમે રોકાણકારોના પૈસા પરત કરી દીધા છે અને સંપૂર્ણ ખાનગી કંપની બની ગયા છીએ. આ કાર એ પાંચ લોકો માટે છે જેઓ મારી સાથે હતા જ્યારે હું સોના માટે 100 ફૂટ ખોદતો હતો. સોનું ખોદવાથી, કિસ્ફ્લોનો અર્થ એ થયો કે જ્યારે ઘણા લોકો અધવચ્ચે જતા હતા ત્યારે આ પાંચ તેમની સાથે જ રહ્યા હતા.
5 નસીબદાર કર્મચારીઓને કંપનીના સીઈઓ તરફથી BMW 530d મોડલ ભેટમાં આપવામાં આવી છે. નેવી બ્લુ 5 સિરીઝની આ કારોની કિંમત 1-1 કરોડ રૂપિયા છે. જે કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી તેમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર દિનેશ વરદરાજન, પ્રોડક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર કૌશિક્રમ કૃષ્ણસાઈ, ડિરેક્ટર વિવેક મદુરાઈ, ડિરેક્ટર આદિ રામનાથન અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રસન્ના રાજેન્દ્રનનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news