Jawa બાઇક સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

જો તમે બિઝનેસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે એક આકર્ષક તક છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)ની સહયોગી કંપની ક્લાસિક લીજેડ્સ (Classic Legends)ને 15 નવેમ્બરે મોટરસાઇકલ બ્રાંડ જાવાને ભારતીય બજારમાં લોન્ચ કર્યુ છે.

Jawa બાઇક સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

નવી દિલ્હી: જો તમે બિઝનેસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે એક આકર્ષક તક છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)ની સહયોગી કંપની ક્લાસિક લીજેડ્સ (Classic Legends)ને 15 નવેમ્બરે મોટરસાઇકલ બ્રાંડ જાવાને ભારતીય બજારમાં લોન્ચ કર્યુ છે. કંપની તરફથી જાવાના મોડલના  Jawa 42, Jawa અને Jawa perakને રજૂ કર્યું છે. ત્યારે હવે જાવા બાઇક્સના વેચાણ માટે કંપનીએ ડીલરશીપ માટે આવેદન મંગાવાના શરૂ કરી દીધા છે. જેના માટે www.jawamotorcycles.com/becomeadealer પર તમે આવેદન કરી શકો છો. 

105 લોકોને મળશે ડીલરશીપ 
ક્લાસિક લીજેડ્સના સંસ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું કે અમે લોકોને જાવા બ્રાન્ડ સાથે જોડાવા માટે કહી કહ્યા છીએ. કંપની ટીમ બજારમાં સર્વે કરી રહેલા લોકો પાસેથી એ જાણકારી મેળવી રહ્યા છે, કે જાવા ડીલરશીપમાં કોઇ ઇચ્છા ધરાવે છે. ડીલરશીપ માટે અત્યાર સુધીમાં 105 લોકોને નક્કી કરવામાં આવ્યા છે. જેમણે તેમના રિફંડેબલ ડિપોઝિટ પણ જમા કરવાવી દીધી છે. નવા લોકો પણ આ સાથે જોડાઇ શકે છે. 

ડિલર બનાવા માટે આટલુ કરો 
-સૌથી પહેલા www.jawamotorcycles.com/becomeadealer પર જાઓ 
-જેમાં તમારી આધાર સહિતની વ્યક્તિગત જાણકારી ભરો 
-આ કરવાથી તમારૂ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થઇ જશે.
-વ્યક્તિગત જાણકારીમાં નામ, ઇમેલ, માબાઇલ નંબર, ડીલરશીપનું નામ, સરનામું, શહેરનું નામ, રાજ્યનું નામ, આધાર અથવા તો કોઇ પણ આઇડી અને તમરા વિશે થોડી માહિતી આપવી પડશે. 
-આ જાણકારી આપ્યા બાદ કંપનીના એક્ઝીક્યુટીવ તમારી સાથે સંપર્ક કરી અને વાતચીત કરશે. 

શુ છે કિંમત 
Jawa 42 સૌથી સસ્તી બાઇક છે. તેની કિંમત 1.55 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે jawaની કિંમત 1.64 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Jawa Perak કસ્ટમની કિંમત 1.89 લાખ રાખવામાં આવી છે, આ દિલ્હીની એક્સ શો રૂમ પ્રાઇસ છે.

ઓનલાઇન બુકીંગ થયું  શરૂ 
બાઇકની મોટરસાઇકલ બુકીંગ પણ 15 નવેમ્બરથી શરૂ કરી દેવમાં આવી છે. ગ્રાહકોને આ 7 ડિસેમ્બર 2018 મળશે. જાવા બાઇકનું નિર્માણ ઇન્દોર પાસે આવેલા પ્રીતમપુર પાસે કંપનીના એક પ્લાંટમાં શરૂ થશે. અહિં વર્ષે 50 લાખ બાઇક બનાવામાં આવશે. જી બીઝનેસના એક્ઝિક્યુટિવ એડિટર સ્વાતિ ખંડેલવાલે મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રા અને ક્લાસિંક લિજેનન્ડના કોફાઉન્ડર અનુપમ થરેજા સાથે જાવાની લોન્ચિગ પર વિશેષ વાતચીત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news