તમારા આધારનો ક્યાં ક્યાં થયો ઉપયોગ? જાણો આ સરળ રીતથી

કાર્ડના દુરઉપયોગને લઈને આપણને સતત ચિંતાઓ રહ્યાં કરે છે. જરૂરી સેવાઓ માટે આધાર અનિવાર્ય થયા બાદથી સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી પણ ચાલુ છે. 

તમારા આધારનો ક્યાં ક્યાં થયો ઉપયોગ? જાણો આ સરળ રીતથી

નવી દિલ્હી: કાર્ડના દુરઉપયોગને લઈને આપણને સતત ચિંતાઓ રહ્યાં કરે છે. જરૂરી સેવાઓ માટે આધાર અનિવાર્ય થયા બાદથી સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી પણ ચાલુ છે. જો કે આધારનો ઉપયોગ ક્યાં થયો છે તે અંગે બહુ ઓછા લોકોને ખબર હોય છે. પરંતુ આમ છતાં એક એવી રીત છે જેના દ્વારા તમે જાણી શકો કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો. આધારનું મેનેજમેન્ટ  કરનારી સંસ્થા UIDAIએ એક એવી વ્યવસ્થા તૈયાર કરી છે જેના આધારે તમારું આધાર ક્યાં ઉપયોગમાં લેવાયું તેની જાણકારી મેળવી શકાય છે. 

કેવી રીતે મેળવશો જાણકારી?
સૌથી પહેલા તમે https://resident.uidai.gov.in વેબસાઈટ ખોલો અને આધાર ઓથેંટિકેશન હિસ્ટ્રી પેજ પર જવા માટે લિંક પર ક્લિક કરો. હવે તમે તમારા આધાર નંબર અને સિક્યોરિટી કોર્ડને નાખો. ત્યારબાદ 'Generate OTP' પર ક્લિક કરો. તમને મોબાઈલ પર એક ઓટીપી આવશે. આ માટે એ અત્યંત જરૂરી છે કે UIDAI વેબસાઈટ પર તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય. 

અન્ય  વિકલ્પમાં જાણકારી ભરો
ઓટીપી નાખ્યા બાદ તમને કેટલાક વિકલ્પ જોવા મળશે. આમાં તમારે સૂચનાનો સમય અને ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા બતાવવાની રહેશે. તમારો ઓટીપી ભર્યા બાદ Submit પર ક્લિક કરો. પસંદ કરાયેલી સમયમર્યાદામાં ઓથેંટિકેશન અનુરોધની તારીખ, સમય અને પ્રકાર જાણવા મળશે. જો કે પેજ પરથી એ માલુમ નહીં પડે કે આ અનુરોધ કોણે કર્યો છે. 

ઓનલાઈન લોક કરી શકો છો જાણકારી
જો તમને તમારા આધાર સંબંધી કોઈ પણ જાણકારી શંકાસ્પદ લાગે તો તમે આધારની જાણકારી ઓનલાઈન લોક કરી શકો છો. જ્યારે ઉપયોગ કરવા માંગો ત્યારે અનલોક પણ કરી શકો છો. આ બધુ કરતી વખતે લિંક કરવાની સમયમર્યાદા ધ્યાનમાં રાખો, જે નજીક આવી રહી છે. 

પાન લિંક કરાવવું જરૂરી છે
PAN લિંક કરાવવા માટે તમારે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને PAN અને આધારની જાણકારી ભરવી પડશે અને ઓથેંટિકેશન પ્રકિયાને પૂરી કરવી પડશે. હાલ તેની ડેડલાઈન વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. 

બેંક ખાતાને કરાવો લિંક
બેંક જઈને તમારા બેંક અકાઉન્ટ પણ આધાર સાથે લિંક કરાવી શકો છે,  કે પછી ઈન્ટરનેટ તથા મોબાઈલ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ પણ કરી શકો છો. ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા જો તમે આધારને બેંક સાથે  લિંક કરાવવા માંગતા હોવ તો ઓનલાઈન બેન્કિંગ એકાઉન્ટ પર લોગઈન કરો. અને અપડેટ આધાર લિંક પર ક્લિક કરો. આધારની જાણકારી ભર્યા બાદ સબમિટ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપીની મદદથી પ્રક્રિયાને પૂરી કરો. તેની ડેડલાઈન 31 ડિસેમ્બર છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news