હજુ શરૂ થયું નથી સુરતનું હીરા બજાર, ભારતના GDPમાં છે 7 ટકા યોગદાન

આ વર્ષે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી મંદીના લીધે 30 હજાર હીરાના કારખાના બંધ થઇ ગયા અને ચાર લાખ કારીગરો બેકાર થઇ ગયા. વૈશ્વિક સ્તરે આપણો રફ ડાયમંડ પોલીસ કરવાનો હિસ્સો 80 ટકા હતો જે ઘટીને 70% ટક થઇ ગયો

હજુ શરૂ થયું નથી સુરતનું હીરા બજાર, ભારતના GDPમાં છે 7 ટકા યોગદાન

કેતન જોશી, અમદાવાદ: 2008ની મંદી બાદ 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે હીરાના કારખાનાનું વેકેશન લંબાવી દેવું પડ્યું છે. વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી મંદીના લીધે ગત થોડા મહિનાઓમાં ચાર લાખથી વધુ હીરાના કારીગરોની નોકરી ગઇ છે અને હવે વધ્યા ઘટ્યા કારખાનાઓમાં પણ વેકેશન આગળ લંબાવી દેવામાં આવ્યું છે. કારણ કે હજુ પણ હીરાની ચમક ફીકી દેખાઇ રહી છે.

ગુજરાત રફ ડાયમંડને પોલિશ કરવા માટેનું સમગ્ર દુનિયાનું મુખ્ય હબ છે. પરંતુ હાલ તમે કોઇપણ કારખાનામાં જશો તો તે બંધ પડ્યા છે. જોકે દિવાળી વેકેશન જે 28 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર સુધી હતું તે હવે કદાચ 10 ડિસેમ્બર સુધી ખેંચવામાં આવશે. આટલું લાંબુ વેકેશ પણ 10 વર્ષમાં પ્રથમ વાર થયું છે અને આ વર્ષે હીરાના કારીગરોને બોનસ પણ મળ્યું નથી. તેના કેટલા કારણ છે જેના લીધે હીરાના કારખાનાના માલિકોને કારખાના બંધ રાખવામાં ફાયદો જોવા મળી રહ્યો છે. 

વેકેશન લાંબુ કરવાનો શું છે ફાયદો
1. વૈશ્વિક સ્તર પર ડાયમંડની ડિમાંડ હજુ પણ ઓછું છે. 
2. દરેક રફ ડાયમંડની ખરીદી 21 થી $50 ની છે જે 3 મહિના પહેલાં 17 થી $40 માં થતી હતી.  
3. આખા ભારતમાં હીરા ખરીદનાર જે મિડલ મેન હોય છે તે હીરા લઇને જતા રહ્યા અને તે હીરાની રકમ 2000 કરોડ છે. 
4. પોલીસ ડાયમંડ પ્રતિ કેરેટનો ભાવ $266 થી $350 છે જે અત્યારે ઘટીને $200 થી ઘટીને  $250 પ્રતિ કેરેટ છે.
5. રફ ડાયમંડનીક હરીદી પર હવે ડોલરના ભાવ થોડા ઓછા થયા છે તો તેમનો ફાયદો નથી અને જ્યારે પોલીસ ડાયમંડ નિર્યાત કર્યા તો ડોલરના ભાવનો ફાયદો ભારતીય બજારને મળ્યો નહી. 
6. સ્થાનીક માર્કેટમાં હીરાને હજુ ઘરેલૂ ઉદ્યોગનો દરજ્જો મળ્યો નથી.

આ બધાની લીધે ભારતીય હીરા બજારમાં ભારે સન્નાટો છવાયો છે અને એટલા માટે વેકેશન લાંબુ ખેંચવું પડ્યું છે. 

શું છે હીરા બજારનું મહત્વ
1. ભારતના જીડીપીમાં હીરા ઉદ્યોગનું 7 ટકા યોગદાન છે
2. મર્ચેંટ એક્સપોર્ટમાં 15 ટકા યોગદાન છે. 
3. સમગ્ર દુનિયામાં પોલીસ ડાયમંડનું 75% માર્કેટ ભારતનું છે.
4. વર્ષે બે લાખ કરોડનું એક્સપોર્ટ-ઇંપોર્ટ કરે છે.
5. સમગ્ર દેશમાં પાંચ લાખ નાની મોટી જ્વેલરીની દુકાનો છે. 
6. બે લાખ હીરાના કારખાના છે.
7. પ્રત્યક્ષ રીતે 46 લાખ લોકો તેની સાથે સંકળાયેલા છે. 

જોકે આ વર્ષે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી મંદીના લીધે 30 હજાર હીરાના કારખાના બંધ થઇ ગયા અને ચાર લાખ કારીગરો બેકાર થઇ ગયા. વૈશ્વિક સ્તરે આપણો રફ ડાયમંડ પોલીસ કરવાનો હિસ્સો 80 ટકા હતો જે ઘટીને 70% ટક થઇ ગયો અને એવામાં વેકેશનને આગળ ખેંચાતા કારીગરોની જીંદગી બેહાલ બની ગઇ છે અને પ્રથમ વાર બોનસ પણ આપવામાં આવ્યું નથી અને ઉપરથી વેકેશન લંબાવવામાં આવતાં સ્વભાવિક છે કે તેમના હાથમાં જે કપાઇને પગાર આવતો હતો તે પણ હવે બંધ થઇ ગયો છે. 

વૈશ્વિક સ્તર પર ડિમાંડ ન હોવાના લીધે જે પણ મોટા ટ્રેડર છે જે આંતરરાષ્ટ્રીય બજારમાંથી રફ ડાયમંડ ખરીદે છે તે સ્થાનિક વેપારીઓને 5 થી 10 ટકા વધુ પ્રીમિયમ વસૂલીને વેચી રહ્યા છે જેના લીધે હીરા બજાર ફિક્કુ પડ્યું છે અને ચમક પણ ગુમાવી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news