જો હશે એકથી વધારે એકાઉન્ટ તો થઈ શકે છે ત્રણ મોટા નુકસાન
અમુક નાની વાત પર ધ્યાન ન આપવાથી મોટા નુકસાન થઈ શકે છે
Trending Photos
નવી દિલ્હી : જો તમે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હો અને 5-6 વર્ષની કરિયરમાં અનેક નોકરી બદલી હોય તો સ્વાભાવિક રીતે તમારા 2-3 બેંક એકાઉન્ટ હશે કારણ કે દરેક કોર્પોરેટ કંપનીનું અલગ-અલગ બેંક સાથે ટાઇઅપ હોય છે. આ સંજોગોમાં નોકરી છોડ્યા પછી કેટલાક લોકો પોતાનું જુનું એકાઉન્ટ ચાલુ રાખે છે અથવા તો નવું એકાઉન્ટ ખોલાવી દે છે. જોકે ઘણીવાર નાની વાત પર ધ્યાન ન આપવાથી મોટા નુકસાન થઈ શકે છે. જો એકથી વધારે બેંક એકાઉન્ટ હોય તો ત્રણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
1. આપવી પડે છે પેનલ્ટી : નવી નોકરીનાં નવું બેક એકાઉન્ટ ખોલાવ્યા પછી મોટાભાગના લોકો જુની નોકરીનું બેંક એકાઉન્ટ બંધ કરાવવાનું ભુલી જતા હોય છે. આ તેમની મોટી ભુલ હોય છે. સામાન્ય રીતે બેંક સેલરી એકાઉન્ટમાં સતત ત્રણ મહિના સુધી સેલરી આવે તો બેંક એને સેવિંગ એકાઉન્ટમાં બદલી નાખે છે અને પુરતા પ્રમાણમાં રકમ મેઇન્ટેઇન ન થાય તો દંડ વસુલ કરે છે. કેટલીક બેંકો છ મહિના સુધી મિનિમમ બેલેન્સ ન થાય તો દંડ વસુલ કરે છે.
2. વધારે વ્યાજ મળવાના ચાન્સ થઈ જાય છે ઓછા : એકથી વધારે બેંકોમાં એકાઉન્ટ હોય તો સૌથી મોટી સમસ્યા એ હોય છે કે દરેક એકાઉન્ટને મેઇન્ટેઇન કરવા માટે કરવા માટે એક નિશ્ચિત રકમ રાખવી પડે છે. આ સંજોગમાં તમને આ રકમ પર માત્ર 4થી 6 ટકા જ વ્યાજ મળે છે. આ સંજોગોમાં તમારા પૈસા ફસાઈ જાય છે.
3. આઇટીઆર ભરવામાં આવી શકે છે સમસ્યા : એકથી વધારે બેંકોમાં ખાતા હોય એ પરિસ્થિતિમાં તમારે આઇટીઆર દાખલ કરતી વખતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં ઇ્ન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ ખાતાઓની જાણકારી આપવાનું તેમજ સ્ટેટમેન્ટનું રેકોર્ડ મેળવવાનું જટિલ બની જાય છે. જો તમે માહિતી ન આપો તો પણ અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે