મારૂતિની કારો પર મળશે તગડું ડિસ્કાઉંટ, થશે 1 લાખ 20 હજાર સુધીનો ફાયદો

અલગ-અલગ કાર મુજબ 15000 રૂપિયાથી માંડીને 50000 રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે. 

મારૂતિની કારો પર મળશે તગડું ડિસ્કાઉંટ, થશે 1 લાખ 20 હજાર સુધીનો ફાયદો

નવી દિલ્હી: ઓટો ઇંડસ્ટ્રીની દિગ્ગજ કંપની મારૂતિએ પોતાની કારો પર ડિસ્કાઉંટ ઓફર કરી છે. આ ઓફર જુલાઇ મહિના માટે જાહેર કરવામાં આવી છે. જુલાઇમાં બુકિંગ કરાવતાં આ ઓફર હેઠળ કારો પર ડિસ્કાઉંટ મળશે. ન્યૂઝ એજન્સીના અનુસાર કંપનીએ વેચાણ વધારવા માટે આ ઓફર આપવામાં આવી છે. મારૂતિએ જૂનની ઓફરને ચાલુ રાખી છે. આ ડિસ્કાઉંટ પોતાની મારૂતિની બધી કારો પર મળશે. જેમાં 10000 રૂપિયાથી માંડીને 70 હજાર રૂપિયા સુધી કેશ ડિસ્કાઉંટ મળી રહ્યું છે. 

મારૂતિની કઇ કાર પર કેટલું કેશ ડિસ્કાઉંટ

  • અલ્ટો પર 30000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • અલ્ટો K10 પર 27000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • વેગનનાર પર પર 35000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • સેલેરિયો પર પર 30000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • અર્ટિગા પર 15000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • સિયાજ પર 70000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • ઇગ્નિસ પર 30000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • ડિઝાયર પર પર 15000 રૂપિયાનું ડિસ્કાઉંટ
  • સ્વિફ્ટ પર 10000 રૂપિયાનું ડિસ્કાઉંટ

કેશ ડિસ્કાઉંટની સાથે એક્સચેંજ બોનસ પણ
મારૂતિએ પોતાની કારો પર કેશ ડિસ્કાઉંટની સાથે એક્સચેંજ બોનસ પણ રાખવામાં આવ્યું છે. અલગ-અલગ કાર મુજબ 15000 રૂપિયાથી માંડીને 50000 રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રના ડિલર્સ અનુસાર એક્સચેંજ બોનસ અલગ હોઇ શકે છે. સૌથી વધુ ફાયદો ઇગ્નિસની ખરીદી પર છે અહીં 70 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉંટ અને 50000 રૂપિયાનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારે એક કાર પર 1 લાખ 20 હજાર રૂપિયા સુધીનો ફાયદો. 

વેચાણ વધારવા માટે આપી ઓફર
મારૂતિએ જૂનમાં કારોના વેચાણમાં 36 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. મારૂતિએ જૂનમાં 1,44,981 કાર વેચી હતી, જ્યારે જૂન 2017 માં 1,06,394 યૂનિટ વેચવામાં આવ્યા હતા. કંપનીના અનુસાર નાની કારોની શ્રેણીમાં અલ્ટો અને વેગન આર સહિત કંપનીનું કુલ વેચાણ 15.1% વધીને 29,381 યૂનિટ રહ્યા. સ્વિફ્ટ, એસ્ટિલો, ડિઝાયર અને બલેનોનું વેચાણ 76.7% વધીને 71,570 રહ્યું હતું. એટલું જ નહી કંપનીએ જુલાઇમાં પણ વેચાણ વધારવા માટે ડિસ્કાઉંટ ઓફર જાહેર કરી છે. જૂનમાં કંપનીએ ડિસ્કાઉંટના દમ પર ગ્રોથ પ્રાપ્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news