RuPayની ચમકથી ગભરાયુ MasterCard, 'ટ્રંપ સરકાર સમક્ષ કરી પીએમ મોદીની ફરિયાદ

ભારતના સ્વદેશી પેમેન્ટ નેટવર્ક રૂપે(Rupay) વધી રહેલી લોકપ્રિયતા અને ઉપયોગને કારણે આ સેક્ટરમાં કામ કરનારી વિદેશી કંપનીઓ ભયનો અનુભવ કરી રહ્યા છે. 

RuPayની ચમકથી ગભરાયુ MasterCard, 'ટ્રંપ સરકાર સમક્ષ કરી પીએમ મોદીની ફરિયાદ

નવી દિલ્હી: ભારતના સ્વેદેશી પેમેન્ટ નેટવર્ક (Rupay)ની વધી રહેલી લોકપ્રિયતા અને ઉપયોગને કારણે આ સેક્ટરમાં કામ કરનારી વિદેશી કંપનીઓ ભય અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર રૂપેના કાર્ડને રાષ્ટ્રીયતા સાથે જોડી પ્રમોટ કરી રહી છે, જેના કારણે માસ્ટરકાર્ડ જેવી પેમન્ટ સર્વિસ વાળી વિદેશી કંપનીઓની સમસ્યાઓમાં વધારો થયો છે. આ બાબતે અમેરિકી કંપની માસ્ટરકાર્ડે ટ્રંપ સરકાર સમક્ષ તેનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. માસ્ટરકાર્ડે હાલની અમેરિકી સરકારને કહ્યું કે મોદી સરકાર તેમના પેમેન્ટ નેટવર્કને પ્રમોટ કરવા માટે રાષ્ટ્રવાદની મદદ લઇ રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે તેમણે આ ફરિયાદ જોઇ છે.  

પીએમ મોદીએ કરી હતી રૂપેને પ્રમોટ કરવાની વાત
રોયટર્સના સમચારમાં દાવો કરવામાં આવ્યો હતો, કે ભારતીય પેમેન્ટ નેટવર્ક રૂપેના અસર એવી થઇ છે, કે અમેરિકાની દિગ્ગજ પેમેન્ટ કંપનિઓ જેવી કે માસ્ટરકાર્ડ વીઝાનો પ્રભાવ ઓછો થયો છે. ભારતના 1 બિલિયન ડેબિટ અને ક્રેડિડ કાર્ડ ધારકોમાંથી અડધાથી પણ વધારે રૂપેની પેમેન્ટ સીસ્ટમ મુજબ કાર્ય કરી રહ્યા છે. જેમાં માસ્ટર કાર્ડને મોટી માત્રા નુકશાન થઇ રહ્યું છે. પીએમ મોદીએ સ્વેદેશી કાર્ડ પેમેન્ટ નેટવર્કને લાગૂ કરતા કહ્યું કે રૂપે કાર્ડ દેશની સેવા કરી રહ્યા છે. જેના ટ્રાન્જેક્શનથી મળતા રૂપિયાથી દેશમાં રોડ, રસ્તાઓ, અને સ્કૂલો અને હોસ્પિટલ નિર્માણમાં સહાયતા થાય છે. 

યુએસટીઆરમાં મોદી સરકારની કરી ફરિયાદ 
પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહેલા રૂપે કાર્ડના પ્રોત્સાહન વાળી વાત કરતા માસ્ટરકાર્ડને 21 જૂને સંયુક્ત રાજ્ય વ્યાપાર પ્રતિનિધિ(યુએસટીઆર)ને લખ્યું, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રવાદની સાથે રૂપે કાર્ડના ઉપયોગ સાથે જોડી રહ્યા છે. અને દાવા કરી રહ્યા છે, કે આ કાર્ડના ઉપયોગ કરવોએ રાષ્ટ્રની સેવા સમાન છે. ‘માસ્ટરકાર્ડમાં ગ્લોબલ પબ્લિક પોલીસીના વાઇસ પ્રેસિડેન્ટ સાહરા ઇગ્લીશએ તેમની એક નોટમાં લખ્યું છે. કે પીએમ મોદી દ્વારા ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલો પ્રાયાસ પ્રશંસાને પાત્ર છે, પરંતુ ભારત સરકારે વૈશ્વિક કંપનીઓના નુકશાન માટે સંરક્ષણવાદી ઉપાયોની એક સીરીઝ બનાવી હતી. અમેરિકી કંપનીઓએ મોદી સરકારની સંરક્ષણવાદી નીતીઓને કારણભૂત ગણાવી હતી. 

હવે દરેકનું 'મૌન' 
માસ્ટરકાર્ડે અમેરિકી સરકારને એ પ્રસ્તાવ મુક્યો અને કહ્યુ કે ભારત સરકાર રૂપેથી થનારી આવક અંગે ભ્રમ ફેલાવાની સાથે-સાથે જ વિશેષ પ્રયાસ કરી તેને પ્રોત્સાહન આપી રહી છે. જેને રોકવું જોઇએ. રોયટર્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં માસ્ટરકાર્ડનાએ કહ્યું કે ભારત સરકારના આ પગલાનું તે સમર્થન કરે છે. અને દેશમાં મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ યુએસટીઆરને લખેલા પત્રમાં કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સાહારા ઇગ્લિંશે પણ રોયટર્સના કોઇ પણ સવાલનો જવાબ આપ્યો નહિ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news