એક ભારતીય પત્રકારે મેહુલ ચોક્સી ન્યુયોર્કમાં હોવાનો દાવો કર્યો

કૌભાંડી નીરવ મોદીનો ઠગ મામો મેહુલ ચોક્સી ન્યુયોર્કમાં છુપાયો હોવાનો એક પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો

  • મેહુલ ચોક્સી કરોડોનાં ગોટાળા કર્યા બાદ ન્યૂયોર્કમાં લીલાલેર કરે છે
  • ન્યૂયોર્કની પ્રખ્યાત ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં લંચ કરતો જોઇ શકાય છે
  • નીરવ મોદી પંજાબ નેશનલ બેંકને 13 હજાર કરોડનો ચુનો ચોપડ્યો

Trending Photos

એક ભારતીય પત્રકારે મેહુલ ચોક્સી ન્યુયોર્કમાં હોવાનો દાવો કર્યો

નવી દિલ્હીઃ 13000 કરોડ રૂપિયાથી વધુના પંજાબ નેશનલ બેન્ક (PNB)ના કથિત ગોટાળાનો આરોપી મેહુલ ચોક્સી અમેરિકામાં હોવાનો એક પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક અંગ્રેજી ન્યૂઝપેપરના પત્રકારે એક તસ્વીર ટ્વીટ કરી હતી, જેમાં મેહુલ ચોક્સી કેટલાક અન્ય લોકો સાથે ભોજન કરી રહ્યો હોય તેવું જોઇ શકાય છે. પત્રકારનો દાવો છે કે આ ચાઇનીઝ રેસ્ટોરન્સ ન્યુયોર્કમાં આવેલ છે. તસ્વીર સાથે પત્રકારે દાવો કર્યો કે નીરવ મોદીનો સહયોગી મેહુલ બપોરના સમયે ન્યુયોર્કમાં લંચની મજા માણી રહ્યો છે. 

તસવીરમાં મેહુલ ચોક્સીની સાથે કેટલાક અન્ય લોકો પણ બેઠેલા જોવા મળી રહ્યા છે.   વરિષ્ઠ પત્રકાર સુગાતા ઘોષે ચોક્સી ન્યૂયોર્કમાં હોવાનો દાવો કર્યો છે. તેમણે ગીતીંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોક્સીનો ફોટા સાથે ટ્વિટ કરી લખ્યું છે કે ''મેહુલ ચોક્સી ન્યૂયોર્કની એક ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં લંચ કરી રહ્યો છે.'' મેહુલ ચોક્સી લિસ્ટેડ કંપની ગિતાંજલી જેમ્સનો માલિક છે અને PNB ગોટાળાનો આરોપી છે, તે આ ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદીનો મામો પણ છે. 

— sugata ghosh (@sugataghoshET) April 7, 2018

પંજાબ નેશનલ બેન્ક તરફથી આ ગોટાળાની જાણકારી જાહેર કરાયા બાદથી બંન્ને ઠગ ફરાર છે. જો કે  કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં નીરવ મોદીનું ઠેકાણ પણ હોંગકોંગમા હોવાનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર નીરવ મોદી હોંગકોંગમાં સંતાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સીએ તપાસ માટે ભારત આવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. હાલ તો  સરકાર દ્વારા  તેનો પાસપોર્ટ રદ્દ કરી દેવાયો છે. 

ચોક્સીએ અગાઉ હાજર નહી થવાનું કારણે પોતાની તબિચત ગણાવી હતી જ્યારે હવે તે પાસપોર્ટ રદ્દ થઇ ગયો હોવાથી આવવાનું શક્ય નહી હોવાનું બહાનું બનાવી રહ્યો છે. ચોક્સીએ કહ્યું કે તે વિદેશમાં પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે અને ખોટા આરોપોના કારણે ભારતમાં વ્યાપાર બંધ થવાના કારણે મુદ્દાઓના સામાધાન માટે સખત મહેનત કરી રહ્યો છે. દરમ્યાન 13000 કરોડ રૂપિયાના આ ગોટાળામાં સીબીઆઇ અને ઓન્ફોર્સમેન્ટ  ડિરેક્ટોરેટ તરફથી તપાસ ચાલુ છે, ઇડીએ આ ગોટાળાને લઇને પાડેલા દરોડામાં 24 માર્ચ સુધી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની લગભગ 7664 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઇ ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news