માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે.

Dushyant karnal Dushyant karnal | Updated: Dec 5, 2018, 03:03 PM IST
માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ
ફાઇલ તસવીર

Realme એ તાજેતરમાં જ પોતાના પાંચમા સ્માર્ટફોન U1 ને ભારતીય બજારમાં લોંચ કર્યો હતો. આજે આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ બપોરે 12 વાગે અમેઝોન અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી હતી. હવે કંપનીએ જાણકારી આપી છે કે આ સ્માર્ટફોન વિશે 2,05,400 યૂનિટ ફક્ત 6 મિનિટમાં વેચાય ગયા. 

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે. આ દરમિયાન કંપની ફરીથી 1 લાખ યૂનિટ્સના સેલમાં ઉપલબ્ધ કરાવશે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં MediaTek નું નવું Helio P70 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ તેને સેલ્ફી માટે પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.

Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા

કંપનીએ તેને 3GB/32GB અને 4GB/64GB વાળા બે વેરિએન્ટમાં રજૂ કર્યો છે. તેની કિંમત ક્રમશ: 11,999 રૂપિયા અને 14,999 રૂપિયા રાખવામાં આવી છે. લોંચ ઓફર તરીકે ગ્રાહકોને SBI કાર્ડ્સ પર 5 ટકા કેશબેક, નો-કોસ્ટ EMI અને જિયો દ્વારા 5,750 રૂપિયા સુધી કેશબેક અને 4.2TB 4G ડેટા મળશે.

Realme U1 ના સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
ડુઅલ સિમ (નેનો+નેનો) સપોર્ટવાળા આ સ્માર્ટફોન એંડ્રોઇડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.2 પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 3GB/ 4GB રેમ અને ARM G72 GPU ની સાથે 2.1GHz ઓક્ટા-કોર MediaTek Helio P70 પ્રોસેસર ઉપલબ્ધ છે. તેમાં 6.3-ઈંચ FHD+ (2340X1080) LTPS IPS (ઇન-સેલ) LCD ડિસ્પ્લે, 2.5D કર્વ્ડ ગ્લાસ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. 

7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન

ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનના રિયરમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. તેનો ફ્રંટ કેમેરો 13MP નો છે, જેનું અપર્ચર f/2.2 છે. તો બીજો કેમેરા 2MP નો છે, જેનું અપર્ચર f/2.4 છે. બેક કેમેરાની સાથે LED ફ્લેશનો સપોર્ટ પણ યૂજર્સને મળશે. ફ્રંટ કેમેરાની વાત કરીએ તો અહીં કંપનીએ 25MP નો કેમેરા છે, તેનું અપર્ચર f/2.0 છે.  

આ સ્માર્ટફોનમાં 32GB/64GB ના બે સ્ટોરેજ ઓપ્શન મળશે. યૂજર્સ તેને કાર્ડની મદદથી 256 GB સુધી વધી શકે છે. ખાસ વાત એ છે કે અહીં ગ્રાહકોને અલગથી કાર્ડ લગાવવા માટે સ્લોટ પણ મળશે. ફિંગરપ્રિંટ સેંસર આ સ્માર્ટફોનની બેક પેનલ પર આપવામાં આવી છે. તેની બેટરી 3500mAh ની છે અને તેનું વજન 168 ગ્રામ છે. કનેક્ટિવિટીની દ્વષ્ટિએ તેમાં Wifi 802.11a/b/g/n/ac, બ્લ્યૂટૂથ 4.2, GPS/A-GPS, ગ્લોનાસ, માઇક્રો-USB અને 3.5mm ઓડિયો જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close