મોદી સરકારની મોટી ભેટ, LPG ગેસ સિલિન્ડર પર મળશે બમણી સબસિડી

રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી.

મોદી સરકારની મોટી ભેટ, LPG ગેસ સિલિન્ડર પર મળશે બમણી સબસિડી

નવી દિલ્હી: રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી. સાથે જ ગેસના ભાવમાં વધારાનું કારણ જણાવ્યું હતું. 

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધી 14.2 કિલોના સિલિન્ડર પ્ર 153.86 રૂપિયાની સબસિડી મળતી હતી, જેને વધારીને 291.48 રૂપિયા કરી દીધી છે. આ પ્રકારે વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ વહેંચવામાં આવેલા કનેક્શન પર અત્યાર સુધી જે 174.86 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી મળતી હતી, તેને વધારીને 312.48 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે. 

ભાવમાં કેટલો વધારો
તમને જણાવી દઇએ કે સબસિડીવાળા ઘરેલૂ એલપીજી 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સબસિડીવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 714થી વધારીને 858.50 રૂપિયા કરી દેવામાં આવી છે. 

કેમ વધી ગયા LPGના ભાવ
જાન્યુઆરી 2020 દરમિયાન એલપીજીના ઇન્ટરનેશનલ કિંમત 448 ડોલર પ્રતિ એમટીથી વધારીને 567 ડોલર પ્રતિ એમટી થઇ જતાં ઘરેલૂ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

26 કરોડથી વધુ કંઝ્યૂમરને સબસિડી
સરકારે જણાવ્યું કે હાલના સમયમાં 27.76 કરોડથી વધુ કનેક્શનો સાથે રાષ્ટ્રીય એલપીજી કવરેજ લગભગ 97 ટકા છે. લગભગ 27.76 કરોડમાંથી લગભગ 26.12 કરોડ ગ્રાહકોના મામલે વધારાને સરકાર વહન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news