મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', આ રીતે પુરો થશે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ
Trending Photos
નવી દિલ્હી: બેરોજગારોની સમસ્યા હાલ સરકાર સમક્ષ મોટો પડકાર છે. 2019 લોકસભાની ચૂંટણી પણ નજીક આવી ગઇ છે. એવામાં મોદી સરકારનો પ્રયત્ન છે કે આ સમસ્યાનું નિદાન ગમે તે રીતે કરવામાં આવે, કારણ કે વિપક્ષ માટે આ મોટો મુદ્દો છે. એવામાં બેરોજગારોની સમસ્યાનો સામનો કરવા માટે મોદી સરકાર મેગા જોબ પ્રોગ્રામ ચલાવવા જઈ રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય, શ્રમ મંત્રાલય અને કૌશલ મંત્રાલય મળીને એક વિશેષ કોર્સ ચલાવવા જઇ રહી છે જેના હેઠળ અંડર ગ્રેજ્યુએટ યુવાનોને રોજગાર માટે ટ્રેનિંગ આપવામાં આવશે.
આ મેગા ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ નોન-ટેક્નિકલ અંડર ગ્રેજ્યુએટ યુવાનોને સરકારી અને સરકારી ફંડેડ સંસ્થાઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પુરી થયા બાદ જ યુવાનો પોતાનું ગ્રેજ્યુએશન પુરી કરશે, તેમને નોકરી અપાવવાનો પ્રયત્ન કરશે. તમામ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ગ્રેજ્યુએટમાં એટલી ક્ષમતાન અથી કે તે કોઇપણ કામને સારી રીતે કરી શકે. ખાસકરીને જ્યારે તે નોન ટેક્નિકલ બેકગ્રાઉંડથી હોય. તેને ધ્યાનમાં રાખતાં સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. યુવાનોને તેનો આંશિક લાભ પણ મળે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે વિદ્યાર્થી ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે તેને 6-10 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમિયાન તેને સ્ટાઇપેંડ પણ મળશે. આ કોર્સને તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેમને સંબંધિત ફિલ્ડની જ ટ્રેનિંગ મળશે. પહેલાંથી જ મળેલી ટ્રેનિંગના લીધે તેને તે ફિલ્ડમાં સરળતાથી નોકરી મળી જશે. શૈક્ષણિક સત્ર 2019-20માં એવા લગભગ 10 લાખ યુવાનોને આ પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પ્રોગ્રામથી પબ્લિક સેક્ટર (PSUs)ની કંપનીઓ અને મોટી પ્રાઇવેટ કંપનીઓને જોડવામાં આવશે. તેનો ફાયદો થશે કે યુવાનોને સારી ટ્રેનિંગ મળશે અને જે ફિલ્ડમાં તે નોકરી કરશે, તે ફિલ્ડની જાણકારી તેને પહેલાંથી જ હશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ટૂંક સમયમાં આ પ્રોગ્રામને શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે