Money Management Tips: જીવનમાં ક્યારેય નહીં આવે પૈસાની સમસ્યા, જો સમજી લીધી આ એક ફોર્મ્યૂલા

જો તમે સારી કમાણી કરો છો, છતાં વધુ બચત કરી શકતા નથી, તો એક ફોર્મ્યૂલા તમારી બધી સમસ્યાઓ હલ કરશે. તેના વિશે અહીં જાણો.

Money Management Tips: જીવનમાં ક્યારેય નહીં આવે પૈસાની સમસ્યા, જો સમજી લીધી આ એક ફોર્મ્યૂલા

નવી દિલ્હીઃ ઘણા એવા લોકો હોય છે જે સારી કમાણી કરે છે, પરંતુ તેના મોટા ભાગના પૈસા ખર્ચ થઈ જતા હોય છે અને તેનું બજેટ બગડી જાય છે. તેનું સૌથી મોટુ કારણ છે કે પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવતું નથી. ક્યાં કેટલા પૈસા ખર્ચ કરવાના છે, કેટલા બચાવી રોકાણ કરવાનું છે, જો તેને લઈને તમે યોગ્ય રણનીતિ બનાવી લીધી તો તમારી દરેક જરૂરીયાત પૂરી થશે અને ભવિષ્ય માટે બચત પણ કરી શકશો. અહીં જાણો મની મેનેજમેન્ટ સાથે જોડાયેલી તે ફોર્મ્યૂલા જે આ મામલામાં ખુબ મદદરૂપ થઈ શકે છે. 

50-30-20 ની ફોર્મ્યૂલા
તમે ક્યારેય 50-30-20 ના રૂલ વિશે સાંભળ્યું છે? પૈસાના મામલામાં આ રૂલ ખુબ કામનો છે. તેનો મતલબ કમાણી-ખર્ચ-બચતથી થાય છે. એટલે તમે જેટલી કમાણી કરો છો તેમાંથી આશરે 50 ટકા તો ઘર-પરિવાર માટે જરૂરી કામ માટે ખર્ચ કરવાના છે. તેમાં તમે કંઈ ન કરી શકો. પરંતુ બાકીના 50 ટકાનું મેનેજમેન્ટ કરવું પડશે. તેમાંથી 30 ટકા તમે શોખ પૂરા કરવા માટે કરી શકો છો. હવે વધ્યા બાકીના 20 ટકા, તેને ગમે તે ભોગે બચાવો. આદત પાડો કે તમારી કમાણીના 20 ટકાની બચત કરવાની છે. 

ઉદાહરણથી સમજો
ધારો કે તમે દર મહિને 80,000 રૂપિયા કમાવ છો. આવી સ્થિતિમાં, તમારા પગારને 50-30-20 ના નિયમ અનુસાર વહેંચો. 80 હજારમાંથી 50 ટકા 40 હજાર થાય છે જે ઘરના જરૂરી ખર્ચ માટે વાપરવામાં આવશે. 30 ટકા એટલે 24 હજાર, જેનાથી તમે તમારા શોખ પૂરા કરી શકો અને 20 ટકા એટલે 16 હજાર, જે તમારે કોઈપણ કિંમતે બચાવવા પડશે. હા, જો તમે તમારા શોખને ઓછો કરીને પૈસા બચાવી શકો, તો તે વધુ સારું છે. પરંતુ જો તમે આ કરવા માંગતા ન હોવ તો પણ બચત માટે ઓછામાં ઓછી 20 ટકા રકમ રાખો. આ રીતે, જો તમે દર મહિને 16 હજાર રૂપિયા પણ બચાવી શકો છો, તો તમે એક વર્ષમાં 192,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

આ જગ્યાએ રોકાણ કરો બચતના પૈસા
પૈસાને સમજી વિચારી ખર્ચ કરો. જેનાથી ખોટા ખર્ચાઓ પર કામ મૂકી શકાય. જરૂર ન હોય ત્યાં બચત કરો અને તે પૈસાને ઈન્વેસ્ટ કરો. 

પૈસાનું રોકાણ કરવાની ટેવ પાડો. તે માટે ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પોલિસી પસંદ કરો અને દર મહિને રોકાણ કરો. તેનાથી બચત તમારી આદત બની જશે અને તમે સારૂ સેવિંગ કરી શકશો. 

ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ, અકસ્માત વીમો વગેરે કરાવો. તેનાથી જરૂરી સમયે તેમને ખુબ રાહત મળી શકે છે. 

પરિવારને સુરક્ષિત કરવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ લો, જેથી તમારા ન હોવા પર પણ પરિવાર સ્થિતિનો સામનો કરી શકે. 

કોઈ સારો પેન્શન પ્લાન જરૂર લો કારણ કે નિવૃત્તિ બાદ સમસ્યા ન આવે. નિવૃત્તિ બાદ તમારા પૈસા તમારી સૌથી મોટી તાકાત હોય છે, કારણ કે તમારા ખર્ચ માટે કોઈ પર નિર્ભર ન રહેવું પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news