PICS: મુકેશ-નીતા અંબાણીએ આકાશ-શ્લોકા માટે રાખી સીક્રેટ પાર્ટી, એંટીલિયા થયો જશ્ન

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે. 24 માર્ચના રોજ ગોવામાં હીરાના વેપારી રસૈલ મહેતાની નાની પુત્રી શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણીની પ્રી-એંગેજમેંટ સેરેમની રાખવામાં આવી હતી.

PICS: મુકેશ-નીતા અંબાણીએ આકાશ-શ્લોકા માટે રાખી સીક્રેટ પાર્ટી, એંટીલિયા થયો જશ્ન

નવી દિલ્હી: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે. 24 માર્ચના રોજ ગોવામાં હીરાના વેપારી રસૈલ મહેતાની નાની પુત્રી શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણીની પ્રી-એંગેજમેંટ સેરેમની રાખવામાં આવી હતી. તેના બે દિવસ બાદ જ મુંબઇમાં ગ્રાંડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટી મુકેશ અંબાણીના એંટીલિયામાં હતી. સોમવારે મોડી રાત્રે શરૂ થયેલી આ પાર્ટીમાં બોલીવુડ સ્ટારથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજો સામેલ થયા. શાહરૂખ ખાન, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, કરણ જોહર, જોન અબ્રાહમ અને કિરણ રાવ જેવી બોલીવુડની હસ્તીઓ સામેલ થઇ. આ ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહ અને પૂર્વ ક્રિકેટર જહીર ખાન પણ પોતાની પત્ની સાગરિકા સાથે પહોંચ્યા. પાર્ટી દરમિયાન આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પહેલીવાર મીડિયા સામે આવ્યા.  

મુંબઇમાં થશે સગાઇ
કહેવામાં આવી રહ્યું છે કે બંનેની સગાઇ ડિસેમ્બરમાં મુંબઇમાં થશે. પરંતુ તે પહેલાં એંટીલિયા હાઉસમાં એક નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસેમ્બરમાં જ બંનેના લગ્ન થશે. સૂત્રોનું માનીએ તો લગ્નની તારીખ થઇ ગઇ છે અને 8-12 ડિસેમ્બર વચ્ચે બંનેની સેરેમની આયોજિત થશે. મુંબઇના ઓબરોય હોટલમાં સેરેમની આયોજિત કરવામાં આવશે. 

સૌથી પહેલાં પહોંચ્યા શાહરૂખ અને કેટરીના
જબ તક હૈ જાન અને જીરોમાં એક સાથે કામ કરનાર શાહરૂખ ખાન અને કેટરીના કૈફ પાર્ટીમાં પહોંચનાર સૌથી પહેલાં મહેમાન રહ્યા. તેમણે આકાશ-શ્લોકાને શુભેચ્છા પાઠવી.

Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs

એંટીલિયા પહોંચ્યા બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન

26 વર્ષના આકાશ બિઝનેસમેન મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી મોટો પુત્ર છે. ઇશા તેની જુડવા બહેન છે જ્યારે અનંત સૌથી નાનો છે. શ્લોકા હીરાના વેપારી રસૈલ મહેતાની સૌથી નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને સારી ઓળખે છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એકસાથે ભણતા હતા. આકાશે રોડ આઇલેંડ, અમેરિકા નજીક બ્રાઉન યૂનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં બેચરલની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તે રિલાયન્સ ગ્રુપના ટેલીકોમ વેંચર રિલાયન્સ જિયોના બોર્ડમાં છે. 

Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
કેટરીના કૈફ પણ આકાશ-શ્લોકાને શુભેચ્છા આપવા પહોંચી. 
Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
ઐશ્વર્યા રાય બચ્ચન પણ પાર્ટીમાં પોતાની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી.
Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
જોન અબ્રાહમ પણ એંટીલિયામાં પાર્ટી માટે પહોંચ્યા. 
Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
ફિલ્મમેકર કરણ જોહર સાથે કિરણ રાવ પણ પાર્ટીમાં ભાગ લેવા પહોંચી.
Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
પૂર્વ ક્રિકેટર જહીર ખાન પોતાની પત્ની સાગારિકા સાથે પાર્ટીમાં પહોંચ્યા.
Mukesh Ambani, Nita Ambani, Grand party, Akash Ambani, Shloka Mehta, Bollywood celebs
ક્રિકેટર હરભજન સિંહ પણ મુકેશ અંબાણીની પાર્ટીમાં પહોંચ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news