Multibagger Stocks: 87 પૈસાના શેરે રોકાણકારોને ફટાફટ બનાવ્યા કરોડપતિ, હજુ પણ  બંપર કમાણીની તક

Multibagger Stocks: દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપની NCC (અગાઉ નામ નાગાર્જૂન કન્સ્ટ્રક્શન કંપની) ના શેરોએ રોકાણકારોને ખુબ કમાણી કરાવી છે. આ શેરે માત્ર લોંગ ટર્મ જ નહીં પરંતુ શોર્ટ ટર્મમાં પણ તાબડતોડ રિટર્ન આપ્યું છે. તેના માત્ર 87 પૈસાના શેરે લગભગ 22 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા.

Multibagger Stocks: 87 પૈસાના શેરે રોકાણકારોને ફટાફટ બનાવ્યા કરોડપતિ, હજુ પણ  બંપર કમાણીની તક

Multibagger Stocks: દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપની NCC (અગાઉ નામ નાગાર્જૂન કન્સ્ટ્રક્શન કંપની) ના શેરોએ રોકાણકારોને ખુબ કમાણી કરાવી છે. આ શેરે માત્ર લોંગ ટર્મ જ નહીં પરંતુ શોર્ટ ટર્મમાં પણ તાબડતોડ રિટર્ન આપ્યું છે. તેના માત્ર 87 પૈસાના શેરે લગભગ 22 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. આજની વાત કરીએ તો આ શેર જો કે નબળો પડ્યો છે પરંતુ બ્રોકરેજ ફર્મના અપાયેલા ટાર્ગેટ પ્રમાણે તેને ખરીદીના મોકા તરીકે જોવું જોઈએ. બીએસઈ પર આજે તે 2.46 ટકાના ઘટાડા સાથે 154.90 રૂપિયાના  ભાવે (NCC Share Price) પર બંધ થયો છે. ઈન્ટ્રા ડેમાં તે 153.45 રૂપિયા સુધી તૂટ્યો હતો. મની કંટ્રોલ વેબસાઈટના અહેવાલમાં બ્રોકરેજ ફર્મ હેમ સિક્યુરિટીઝે તેમાં રોકાણ માટે 213 રૂપિયાનો ટાર્ગેટ ફિક્સ કર્યો છે. 

57 હજારના રોકાણે બનાવ્યા કરોડપતિ
એનસીસીના શેર 5 ઓક્ટોબર 2001ના રોજ માત્ર 87 રૂપિયામાં મળી રહ્યા હતા. હવે તે 154 રૂપિયા પર છે એટલે કે માત્ર 57 હજાર રૂપિયાના રોકાણ પર રોકાણકારો લગભગ 22 વર્ષમાં કરોડપતિ બની ગયા. છેલ્લા એક વર્ષમાં શેરોની ચાલની વાત કરીએ તો ગત વર્ષ 21 ઓક્ટોબર 2022 ના રોજ તે 52 અઠવાડિયાના રેકોર્ડ નીચલા સ્તર 71.10 રૂપિયા પર હતા. ત્યારબાદ 11 મહિનામાં તે 149 ટકા ઉછળીને 1 સપ્ટેમ્બર 2023ના રોજ 176.95 રૂપિયા પર પહોંચી ગયા જે તેનો 15 વર્ષનો હાઈ છે. આ હાઈથી હાલ તે 12 ટકા ડાઉનસાઈડ છે. 

NCC કન્ટ્રક્શન, ઈરિગેશન, માઈનિંગ અને રેલવે સેક્ટર્સમાં કારોબાર કરે છે. ઘરેલુ બ્રોકરેજ ફર્મ હેમ સિક્યુરિટીઝે વધતા ઓર્ડર અને કામ પૂરું થવાની સ્પીડ જોતા તેને ખરીદીની રેટિંગ આપી છે. બ્રોકરેજે તેમાં રોકાણ માટે 213 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલા જૂન ત્રિમાસિકમાં કંપનીનું સ્વાસ્થ્ય શાનદાર રહ્યું હતું. જૂન ત્રિમાસિકમાં એનસીસીનો કન્સોલિડેટેડ રેવન્યૂ વાર્ષિક આધાર પર 31.89 ટકા ઉછળીને 4380 કરોડ રૂપિયા અને નફો 33 ટકા ઉછળીને 409 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. જૂન ત્રિમાસિકમાં તેને 8154 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા જે વાર્ષિક આધાર પર 83 ટકા વધ્યો. તેનો ઓર્ડર બુક 54110 કરોડ રૂપિયા પર પહોંચી ચૂક્યો છે. 

(ડિસ્ક્લેમર: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા અપાયેલી છે. તે ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news