Multibagger Shares: આ શેરમાં માત્ર 6,000 રૂપિયા લગાવી લોકો બની ગયા કરોડપતિ, 20 વર્ષમાં 1,71,000% વધી કિંમત

Multibagger Shares: જીઆરએમ ઓવરસીઝ (GRM Overseas) માત્ર 1000 કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યૂવાળી એક સ્મોલકેપ કંપની છે, જે સ્પેશિયાલિટી કેમિકલના કારોબારમાં છે. આ શેર બજારના કેટલાક પસંદગીના મલ્ટીબેગર શેરમાંથી એક છે, જેણે છેલ્લા 2 દાયકામાં રોકાણકારોને માત્ર થોડા હજાર રૂપિયામાં કરોડપતિ બનાવી દીધા છે. 
 

Multibagger Shares: આ શેરમાં માત્ર 6,000 રૂપિયા લગાવી લોકો બની ગયા કરોડપતિ, 20 વર્ષમાં 1,71,000% વધી કિંમત

નવી દિલ્હીઃ Multibagger Shares: જીઆરએમ ઓવરસીઝ (GRM Overseas) માત્ર 1000 કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યૂવાળી એક સ્મોલકેપ કંપની છે, જે સ્પેશિયાલિટી કેમિકલના કારોબારમાં છે. આ શેર બજારના કેટલાક પસંદગીના મલ્ટીબેગર શેરમાંથી એક છે, જેણે છેલ્લા 2 દાયકામાં રોકાણકારોને માત્ર થોડા હજાર રૂપિયામાં કરોડપતિ બનાવી દીધા છે. આ દરમિયાન શેરમાં 1,71,000% સુધીનો ઉછાળ આવ્યો છે. મલ્ટીબેગર શેર તે સ્ટોકને કહે છે, જેણે એક ખાસ સમયમાં પોતાના રોકાણકારોના પૈસાને અનેક ગણા વધારી દીધા છે. આવો આ શેર વિશે જાણીએ. 

GRM ઓવરસીઝ શેર શુક્રવારે બીએસઈ પર 172 રૂપિયાના ભાવ પર બંધ થયો. પરંતુ આજથી 20 વર્ષ પહેલા 1 ઓક્ટોબર 2004ના આ શેરમાં પ્રથમવાર બીએસઈ પર કારોબાર શરૂ થયો હતો, ત્યારે તેની પ્રભાવી કિંમત માત્ર 0.10 પૈસા હતી. આ રીતે છેલ્લા 20 વર્ષમાં શેરની કિંમત 1,71,000%  ટકા વધી છે.

રોકાણ પર અસર
તેનો અર્થ છે કે જો આજથી 20 વર્ષ પહેલાં કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી તે શેરને વેચ્યા ન હોત તો 1 લાખ રૂપિયાની વેલ્યૂ 1,71,000% ટકા વધીને 17.19 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. તો જો કોઈ રોકાણકારો માત્ર 6000 રૂપિયા લગાવ્યા હોત તો તે 6000 રૂપિયાની વેલ્યૂ વધીને આજે 1 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

શેરનું વર્તમાન પ્રદર્શન
પરંતુ છેલ્લા એક વર્ષથી જીએમઆર ઓવરસીઝના શેરનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 15.73 ટકાનો ઘટાડો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં તેના શેર 54.14 ટકા તૂટ્યો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સ્ટોકે 819.79 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

તેનો મતલબ છે કે જો કોઈ રોકાણકારે માત્ર 5 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજ સુધી તેમાં ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો તેની વેલ્યૂ વધીને 9.19 લાખ રૂપિયા થઈ ગયા હોત. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરના પરફોર્મેંસની જાણકારી આપવામાં આવી છે. તે જણાવવું જરૂરી છે કે બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. રોકાણકારો પૈસા લગાવતા પહેલા હંમેશા એક્ટપર્ટની સલાહ લે. ઝી 24 કલાક તરફથી રોકાણ કરવાની સલાહ આપવામાં આવી નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news