મહારાજા રણજીત સિંહની પત્નીનો હાર અધધધ કરોડોમાં વેચાયો, આંકડો જાણી ચોંકી જવાશે

હીરા તેમજ ઝવેરાતથી જડિત આ હારની અંદાજિત કિમત 80 હજારથી 1,20,000 પાઉન્ડમાં વેચાય તેવો આંકડો માંડવામાં આવ્યો હતો અને હરાજીમાં તેની કિંમત વધી ગઈ હતી.

મહારાજા રણજીત સિંહની પત્નીનો હાર અધધધ કરોડોમાં વેચાયો, આંકડો જાણી ચોંકી જવાશે

લંડન : શીખ બાદશાહ મહારાજા રણજીત સિંહની પત્ની મહારાની જિંદન કૌરનો જૂનો હાર લંડનમાં થયેલી હરાજીમાં 1,87,000 પાઉન્ડમાં વેચાયો છે. એટલે કે પૂરા પોણા બે કરોડ રૂપિયાની માતબર રકમમાં વેચાયો છે. એક અધિકારીએ તેની માહિતી આપી હતી. કૌર રણજીત સિંહની કેટલીક પત્નીઓ એવી પણ હતી, જે સતી થઈ ન હતી. આ હાર તેમાંની એક જિંદન કૌરનો છે. હીરા તેમજ ઝવેરાતથી જડિત આ હારની અંદાજિત કિમત 80 હજારથી 1,20,000 પાઉન્ડમાં વેચાય તેવો આંકડો માંડવામાં આવ્યો હતો અને હરાજીમાં તેની કિંમત વધી ગઈ હતી.

ઓક્શન હાઉસ બોનહામ્સ ઈસ્લામિક એન્ડ ઈન્ડિયન આર્ટ સેલએ આ હારની હરાજી કરી હતી. આ હાર ઉપરાંત અંગ્રેજ શાસન સમયના વિવિધ વસ્તુઓની હરાજીથી કુલ 1,818,500 પાઉન્ડની રકમ એકઠી થઈ છે. રણજીત સિંહના નિધન બાદ કૌરે પોતાના પાંચ વર્ષના દીકરા દિલીપ સિંહની ગાદી બચાવવા માટે 1843માં અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેમને પકડી લેવામાં આવ્યા હતા અને બાદમાં કેદ કરાયા હતા.

મહારાજા રણજીત સિંહનો જન્મ 13 નવેમ્બર, 1780ના આધુનિક ગુજરાતી પાકિસ્તાનમાં આવેલ શિખસાંસી (ખાનાબાદોશ જનજાતિ) પરિવારમાં થયો હતો. તે સમયે, પંજાબમાં શીખોનું શાસન હતું, જેમણે મિસ્લે નામના ગ્રૂપમાં વિભાજિત કર્યા હતા. રણજીત સિંહના પિતા મહાન સિંહ સુકરચકિયાના મિસાલદાર હતા. ગુર્જરવાળામાં તેમણે પોતાના મુખ્યાલયની આસપાસ આવેલ પશ્ચિમ પંજાબમાં એક વિસ્તારને નિયંત્રિત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news