31 મે સુધી બેંક અકાઉન્ટમાં રાખી મૂકજો 342 રૂપિયા બેલેન્સ, નહીં તો થશે આ નુકસાન
: જો તમે પણ તમારા પરિવારને 4 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવા માંગતા હોવ અને કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારા બેંક એકાઉન્ટમાં 342 રૂપિયા જરૂર રાખો
- કેન્દ્ર સરકારની બે વીમા યોજનાઓના રિન્યુઅલની ડેટ 31મી મે છે
- બેંક અકાઉન્ટથી સીધા પ્રીમિયમના રૂપિયા કપાય છે. વાર્ષિક પ્રીમિયમ છે 342 રૂપિયા
- વડાપ્રધાન જીવન જ્યોતિ, સુરક્ષા વીમા યોજનાનો મળશે લાભ
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ તમારા પરિવારને 4 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવા માંગતા હોવ અને કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારા બેંક એકાઉન્ટમાં 342 રૂપિયા જરૂર રાખો. કારણ કે આ મહિનાના અંતમાં તમારે આ બેલેન્સ ખાતાઓમાં રાખવું પડશે. હકીકતમાં મોદી સરકારની બે યોજનાઓ વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના અને સુરક્ષા વીમા યોજના છે જે હેઠળ તમને વીમાની સુવિધા મળે છે. આ માટે તમારે ખાતામાં 342 રૂપિયા હપ્તા તરીકે રાખવાના હોય ચે. જો તમે આ બે સ્કિમોમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારા આ વાત જરૂર ધ્યાનમાં રાખવાની રહેશે.
મે મહિનામાં આવી જાય છે વાર્ષિક પ્રીમીયમ
વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા અને સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ મે મહિનાના અંતમાં આવી જાય છે. જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. જ્યારે સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ 12 રૂપિયા છે. બંને મળીને વીમાના પ્રીમિયમની રકમ 342 રૂપિયા થાય ચે. જો મેના અંત સુધીમાં આ બેલેન્સ તમારા ખાતામાં ન રહ્યું તો વીમો રદ થઈ જશે. 4 લાખ રૂપિયાનુ સુરક્ષા કવચ બંને યોજનાની કુલ કવર રકમ છે.
કઈ યોજનામાં કેટલા લાભ
વાર્ષિક હિસાબે બંને વીમા મે મહિનામાં રિન્યૂ કરાય છે. વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજનામાં 18 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના લોકોને લાભ મળે છે. બેંક ખાતા દ્વારા યોજનાને લિંક કરવામાં આવે છે. યોજના હેઠળ ઈન્શ્યોરન્સ ધારકને 55 વર્ષનું કવર મળે છે. કવર પૂરા થતા પહેલા જો ઈન્શ્યોરન્સ ધારકનું મોત થાય તો આવી સ્થિતિમાં તેમના નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે.
શું છે યોજનાની શરતો
અકાઉન્ટ બેલેન્સ મેઈન્ટેન ન થવા પર રદ થશે વીમો
બેંક અકાઉન્ટ બંધ થવાની સ્થિતિમાં રદ થશે વીમો
એક બેંક અકાઉન્ટ જ આ યોજના સાથે જોડી શકાશે
પ્રીમિયમ જમા ન કરવો તો બીજીવાર વીમો રિન્યુ થશે નહીં
PMSBY યોજનાના શું લાભ
આ યોજનાનો લાભ 18થી લઈને 70 વર્ષની ઉંમરના લોકો ઉઠાવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. આ યોજનાનું પ્રીમિયમ પણ સીધુ બેંક ખાતામાંથી કપાય છે. યોજનામાં જોડાઓ ત્યારે જ બેંક ખાતાને યોજના સાથે લિંક કરાવવાનું હોય છે. યોજના હેઠળ ઈન્શ્યોરન્સ ધારકનું અકસ્માતમાં મૃત્યુ થવા પર કે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયાનો દુર્ઘટનાનો વીમો મળે છે. સ્થાયી રીતે આંશિક વિક્લાંગ થવા પર એક લાખ રૂપિયા મળે છે. ગમે ત્યારે પ્રીમિયમ ભરીને આ યોજના સાથે જોડાઈ શકાય છે. પરંતુ જો મે મહિનાના અંત સુધીમાં બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોય તો વીમો રદ થઈ જશે.
રજિસ્ટ્રેશન કરાવવાનું છે ખુબ સરળ
કોઈ પણ બેંક ખાતામાં જઈને તમે આ યોજનાઓ માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ આ યોજનાને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે. તમે તેમની પાસેથી પણ આ મદદ લઈ શકો છો. વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ અને અનેક પ્રાઈવેટ વીમા કંપનીઓ પણ આ યોજના આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે