ફેસબુક જ નહી Google પણ વેચે છે તમારી જાણકારીઓ, થાય છે કરોડોની કમાણી
'બ્રાંડ ગૂગલ'ની ચમત્કારિક સફળતાની કહાણી કૈલીફોર્નિયાની સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા સાથે શરૂ થઇ. શરૂઆતમાં આ બંને મિત્રોએ ગૂગલને એક કાર ગેરેજમાં શરૂ કર્યું હતું, જે આજે ખૂબ જ લોકપ્રિય બની ચૂકી છે.
Trending Photos
'બ્રાંડ ગૂગલ'ની ચમત્કારિક સફળતાની કહાણી કૈલીફોર્નિયાની સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા સાથે શરૂ થઇ. શરૂઆતમાં આ બંને મિત્રોએ ગૂગલને એક કાર ગેરેજમાં શરૂ કર્યું હતું, જે આજે ખૂબ જ લોકપ્રિય બની ચૂકી છે. ઇન્ટરનેટ સર્ચ મશીનથી શરૂ કરી ગૂગલ હવે ઇ-મેલ, ફોટો અને વીડિયો, ભૂસર્વેક્ષણ નકશા અને મોબાઇલ ફોન જેવી સેવાઓ પુરી પાડનાર ઓલરાઉન્ડર કંપની બની ગઇ છે. બધી સેવાઓ મફતમાં છે. કમાણી થાય છે વ્યાવસાયિક કંપનીઓ દ્વારા મળતી જાહેરાતો દ્વારા.
આપણે જે સેવાઓને મફત સમજીએ છીએ. ગૂગલને તેના જોરે ઘણી બધી કમાણી થાય છે. અન્ય કંપનીઓ આપણા વિશે જાણકારીઓ ગૂગલ પાસેથી ખરીદે છે અથવા તેને પોતાની જાહેરાતો માટે પૈસા આપે છે. જાહેરાત પર ક્લિક માટે ગૂગલ મામૂલી સેંટ આપીને હજારો ડોલ્ર સુધી વસૂલ કરે છે.
માન્યતા:- એકની પાછળ 100 શૂન્ય લગાવી દેવામાં આવે તો બને છે એક અનોખી સંખ્યા 'ગોગોલ', જેના વિશે કહેવામાં આવે છે કે તેને એક 9 વર્ષના બાળકે ઘડી હતી. આ શબ્દના અપભ્રંશથી બન્યો છે શબ્દ 'ગૂગલ', જેના વિશે કહેવામાં આવે છે કે આજે જો તે ન હોય તો દુનિયા ખાલી ખાલી લાગશે.
પરસ્પર બંને વચ્ચે બનતું ન હતું
સર્જિ બ્રિન અને લૈરી પેજ 22-23 વર્ષના હતા, જ્યારે 1995માં પહેલીવાર મળ્યા. તે સમયે બંને વચ્ચે બિલકુલ બનતું ન હતું. દરેક વાત પર ચર્ચા થયા કરતી હતી. બંનેના માતા-પિતા ખૂબ ભણેલા ગણેલા ટેક્નોક્રેટ્સ હતા.
મળીને બનાવ્યું સર્ચ મશીન
લૈરી અને સર્જિને મિત્ર બનાવ્યા એક સમસ્યાને, તે હતી ઇન્ટરનેટ જેવા સૂચનાઓના મહાસાગરમાં કોઇ ખાસ સૂચનાને કેવી શોધવામાં આવે? બંનેએ મળીને એક સર્ચ-મશીન બનાવ્યું, એક એવું કોમ્યુટર, જે કંઇક નિશ્વિત સિદ્ધાંતો અને નિયમો અનુસાર કોઇ સૂચના ભંડારમાંથી તે જાણકારી શોધી કાઢે છે, જે આપણે ઇચ્છીએ છીએ.
સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં કર્યું પરીક્ષણ
પાયાનો સિદ્ધાંત એ હતો કે હાઇપર લિંક દ્વારા કોઇ વેબસાઇટ દ્વારા જેટલો વધુ ઇશારો કરવામાં આવ્યો હોય, એટલી જ મહત્વપૂર્ણ તે વેબસાઇટ હોવી જોઇએ. આપણે જે શબ્દ, સૂચના અથવા પ્રશ્નના ઉત્તરની શોધ કરી રહ્યાં છે, તેની દ્વષ્ટિએ ઇન્ટરનેટમાં ઉપલબ્ધ ઉપયોગી વેબસાઇટોને ફિલ્ટર કરીને તેમને તર્કસંગત અનુક્રમમાં રજૂ કરવું તે ગુત્થી હતી, જેને લૈરી અને સર્જિએ મળીને ઉકેલી. બંને પ્રોફેશનલ મિત્રોએ પોતાની સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં આરંભિક પરીક્ષણ કર્યું.
કાર-ગેરેજમાં બની ગૂગલ ઇનકોપરેરેટેડ
બંનેએ 7 સપ્ટેબર 1998ના રોજ ગૂગલ ઇનકોપરેરેટેડના નામથી મેનલો પાર્ક, કૈલીફોર્નિયાના એક કાર ગેરેજમાં પોતાની કંપની બનાવી અને કામ શરૂ કરી દીધું. બે જ વર્ષમાં ગૂગલનું નામ બધાના મોંઢા પર હતું. જર્મનીના કોમ્યૂટર વિજ્ઞાનના પ્રોફેસર ડિર્ક લેવાન્દોસ્કીનો મત છે કે યાહૂ જેવા પોતાના પ્રતિયોગિતાની તુલનામાં ગૂગલ કદાચ જ સારું છે, પરંતુ તેની સાર્વજનિક છબિ ઘણી સારી બની ગઇ છે.
સપ્ટેબર 2007માં ગૂગલે પુરો કર્યો પોતાનો પહેલો દાયકો
આ જ તેની ચમત્કારિક સફળતાનું રહસ્ય છે. ઇન્ટરનેટને દુનિયામાં આવ્યાને બે દાયકાથી વધુ સમય થઇ ગયો છે, જ્યારે ગૂગલે સપ્ટેમ્બર 2007નો પહેલો દાયકો પુરો કર્યો, ત્યારેપણ બંને એકબીજાનાપર્યાય બની ગયા.
ઉપયોગ વધતાની સાથે-સાથે વધતા ગયા શેરના ભાવ
ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે, ગૂગલના શેર પણ એટલા જ વધતા જાય છે. ઓગસ્ટ 2004માં ગૂગલે જ્યારે પહેલીવાર શેરબજારમાં પગ મુક્યો, ત્યારે તેના શેર 85 ડોલરમાં વેચાઇ રહ્યા હતા. ત્રણ વર્ષ બાદ નવેમ્બર 2007માં તેના શેર ઉછળીને 747 ડોલર પર પહોંચી ગયા હતા. હાલમાં ગૂગલનો દરેક શેર લગભગ 1037 ડોલરમાં વેચાઇ રહ્યો છે. 22થી વધુ પ્રકારની બહુ ઉપયોગી સર્ચિંગ સેવાઓ સાથે ગૂગલે આ દરમિયાન સંસારમાં ફેલાયેલી એક બહુરાષ્ટ્રીય કંપનીનું સ્વરૂપ લઇ લીધું છે.
એંડ્રોઇડ ખરીદતાં છવાઇ ગયો સ્માર્ટફોન
આજે એંડ્રોઇડ સોફ્ટ્વેરનો માલિક ગૂગલ છે, પરંતુ તેની શોધ ગૂગલે કરી ન હતી. એંડ્રોઇડ ઇંક નામની કંપનીની સ્થાપના એંડી રૂબિને કેટલાક લોકો સાથે મળીને 2003માં કરી હતી. પછી કંપનીની હાલત ખરાબ થઇ ગઇ, ત્યારે ગૂગલની નજર આ કંપની પર પડી જે સ્માર્ટફોન્સ માટે એક નવા પ્રકારનું સોફ્ટવેર બનાવવામાં લાગેલી હતી. 2005માં ગૂગલે આ કંપનીને ખરીદી લીધી. એંડ્રોઇડની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આજે સ્માર્ટફોનનો 80 ટકા બજાર પર કબજો છે, એટલે દર પાંચમાંથી 4 સ્માર્ટફોન, એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
વ્યાવસાયિક કંપની દ્વારા થાય છે કમાણી
દરરોજ 15 લાખથી વધુ લોકો નવા એંડ્રોઇડ ડિવાઇસ ખરીદી રહ્યાં છે. આ વર્ષે એંડ્રોઇડ, એક એવા આંકડાને આંબી ચૂક્યો છે, જેની આસપાસ પહોંચવું કોઇપણ કંપની માટે એક સપનું છે. એક અરબ લોકોના હાથમાં પહોંચવાની સફર એંડ્રોઇડે ફક્ત છ વર્ષમાં પુરી કરી લીધી. ઇન્ટરનેટ સર્ચ મશીનથી શરૂ કરી ગૂગલ હવે ઇ-મેલ, ફોટો અને વીડિયો, ભૂસર્વેક્ષણ નકશા અને મોબાઇલ ફોન જેવી સેવાઓ આપનાર ઓલરાઉન્ડર કંપની બની ગઇ છે. બધી સેવાઓ મફત છે. કમાણી થાય છે વ્યાવસાયિક કંપની દ્વારા મળતી જાહેરાતો દ્વારા.
મફતની સેવા દ્વારા કમાઇ છે કરોડો ડોલર
આ પ્રકારે ગૂગલ ઇચ્છે તો આપણી અંગત પસંદ-નાપસંદ જ નહી, આપણા વ્યક્તિત્વની પ્રોફાઇલ તૈયાર કરી શકે છે. ગૂગલની આ એક સુવિચારિત યુક્તિ છે કે વ્યક્તિને લલચાવીને પોતાની સાઇટ પર લાવવામાં આવે, જેથી તેના વિશે આવી જાણકારીઓ એકઠી કરી શકાય. જેનો વ્યાપારિક ફાયદો ઉઠાવી શકાય છે. જે સેવાઓ મફત સમજીએ છીએ, ગૂગલે તેના જોરે ઘણી બધી કમાણી કરે છે. અન્ય કંપનીઓ આપણા વિશે જાણકારીઓ ગૂગલ પાસેથી ખરીદે છે અથવા પોતાની જાહેરાતો માટે પૈસા આપે છે. જાહેરાત પર ક્લિક માટે ગૂગલ થોડા સેંટ આપીને હજારો ડોલર વસૂલે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે