રસ્તા પર કોઇપણ Helmet પહેરવાથી નહી ચાલે કામ, વાંચો Govtનો નવો આદેશ

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે દ્વિચક્રી વાહન ચાલકોએ ફક્ત બીઆઇએસ (Bureau of Indian Standards)સ્ટાડર્ડ સર્ટિફાઇડ હેલમેટ (Helmets)જ પહેરવાની પરમિશન છે. આ પ્રકારના હેલમેટની ગુણવત્તા નિનિર્ધારિત થાય છે. એવામાં સામાન્ય ગુણવત્તાવાળા હેલમેટ પહેરવા દ્વિચક્રી વાહનચાલકોને મોંઘા પડી શકે છે. 
રસ્તા પર કોઇપણ Helmet પહેરવાથી નહી ચાલે કામ, વાંચો Govtનો નવો આદેશ

નવી દિલ્હી: ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે દ્વિચક્રી વાહન ચાલકોએ ફક્ત બીઆઇએસ (Bureau of Indian Standards)સ્ટાડર્ડ સર્ટિફાઇડ હેલમેટ (Helmets)જ પહેરવાની પરમિશન છે. આ પ્રકારના હેલમેટની ગુણવત્તા નિનિર્ધારિત થાય છે. એવામાં સામાન્ય ગુણવત્તાવાળા હેલમેટ પહેરવા દ્વિચક્રી વાહનચાલકોને મોંઘા પડી શકે છે. 

અકસ્માતથી થનાર મોતને ઓછા કરવા પર ભાર
ભારત સરકાર રોડ અને રાજમાર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport and Highways)એ નિવેદન જાહેર કરી રહ્યું છે કે આમ કરવા પાછળ અકસ્માતમાં થનાર મોતને અટકાવવાનો પ્રયત્ન છે. સરકારનો આ નિર્ણય ખરબ ક્વોલિટીના ઉત્પાદન અને સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા માટે છે. તેના માટે 'હેલમેટ ફોર રાઇડર્સ ઓફ ટૂ વ્હીલર્સ મોટર વ્હીકલ (ક્વોલિટી કંટ્રોલ) ઓર્ડર, 2020' (Helmet for riders of Two Wheelers Motor Vehicles (Quality Control ) Order, 2020') પાસ કર્યો છે. આ આદેશ બાદ ફક્ત બીઆઇએસ સ્ટાડર્ડ સર્ટિફાઇડ હેલ્મેટ જ બનશે અને વેચાઇ શકે છે. 

સુપ્રીમ કોર્ટ કમિટીના નિર્દેશ પર આપવામાં આવ્યો આદેશ
 ભારત સરકારના પરિવહન મંત્રાલયે આ આદેશ સુપ્રીમ કોર્ટની કમિટીના નિર્દેશ બાદ આપ્યો છે. કમિટીમાં બીઆઇએસ અને એમ્સના વિશેષજ્ઞ પણ સામેલ હતા. આ કમિટીએ માર્ચ 2018માં આ બાબતે નિર્દેશ જાહેર કર્યો હતો. જેમાં હલક અને મજબૂત હેલમેટનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

બીઆઇએસએ પણ બદલ્યો નિયમ
કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખતાં બીઆઇએસએ પણ નિયમોમાં ફેરફાર કર્યો છે. જેથી ઓછા વજનવાળા અને મજબૂત હેલમેટનું ઉત્પાદન કરવામાં આવે. ભારતમાં દર વર્સઃએ 1.7 કરોડ હેલ્મેટ બને છે. 

ઇન્ટરનેશનલ રોજ ફેડરેશનએ કર્યું સ્વાગત
જિનેવા બેસ્ડ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (International Road Federation)એ ભારત સરકારની આ પહેલનું સ્વાગત કર્યું છે. સંસ્થાએ કહ્યું કે સરકારના આ પગલાંથી અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ઘટાડો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news