આજે જ પત્નીના નામે આ સ્પેશિયલ ખાતું ખોલાવો, દર મહિને મળશે '44,793' રૂપિયા, જાણો કઈ રીતે

મોંઘવારી કૂદકેને ભૂસકે વધે છે, સામાન્ય માણસોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરેક જણ ઈચ્છે છે કે તેના ઘરમાં જેટલા પણ લોકો છે તે સભ્યો કઈંક ને કઈંક એવું કરે કે જેનાથી નાણાકીય સમસ્યામાં ઘટાડો થાય આથીઆજના સમયમાં મોટાભાગના પુરુષો લગ્ન માટે એક વર્કિંગ પાર્ટનર શોધે છે.

આજે જ પત્નીના નામે આ સ્પેશિયલ ખાતું ખોલાવો, દર મહિને મળશે '44,793' રૂપિયા, જાણો કઈ રીતે

નવી દિલ્હી: મોંઘવારી કૂદકેને ભૂસકે વધે છે, સામાન્ય માણસોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરેક જણ ઈચ્છે છે કે તેના ઘરમાં જેટલા પણ લોકો છે તે સભ્યો કઈંક ને કઈંક એવું કરે કે જેનાથી નાણાકીય સમસ્યામાં ઘટાડો થાય આથીઆજના સમયમાં મોટાભાગના પુરુષો લગ્ન માટે એક વર્કિંગ પાર્ટનર શોધે છે. જો તમારી પત્ની હાઉસ વાઈફ હોય અને તમે તેને ઈન્ડિપેન્ડેન્ટ બનાવવા માંગતા હોવ તો સરકારની એક એવી યોજના છે કે જેના દ્વારા પત્નીના એકાઉન્ટમાં દર મહિને આવક થશે. 

તમે National Pension Scheme (NPS) માં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો. આ સ્કીમ દ્વારા રેગ્યુલર ઈન્કમ (Regular Income)ની વાટ જોઈ શકો છે. 

પત્નીના નામે ખોલાવો ખાતું
પત્નીને આત્મનિર્ભર બનાવવા માટે તમે તેમના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારા પત્નીને 60 વર્ષની ઉંમર પૂરી થતા એક નિર્ધારિત રકમ આપશે. આ સાથે જ દર મહિને તેમને પેન્શન તરીકે રેગ્યુલર આવક પણ પ્રાપ્ત થશે. NPS એકાઉન્ટની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારા વાઈફને દર મહિને કેટલું પેન્શન મળે. તેનાથી તમારા પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈના પર નિર્ભર રહેશે નહીં. 

60 વર્ષની ઉંમરે મેચ્યોર થશે NPS એકાઉન્ટ
તમે NPS એકાઉન્ટમાં તમારી સુવિધા મુજબ દર મહિને કે વર્ષે પૈસા જમા કરાવી શકો છો. તમે 1000 રૂપિયાથી પણ પત્નીના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરે NPS એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે.નવા નિયમો મુજબ તમે ઈચ્છો તો વાઈફની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી NPS એકાઉન્ટ ચલાવી શકો છો. 

દર મહિને મળશે અંદાજે 45 હજાર રૂપિયા
સરળ ભાષામાં આ રીતે સમજો કે વાઈફની ઉંમર 30 વર્ષ છે અને તમે તેમના માટે NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયા રોકાણ કરો છો તો તમને વાર્ષિક 10 ટકા રિટર્ન મળે છે. આવામાં પત્નીની ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી તેમના એકાઉન્ટમાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. પત્નીને તેમાંથી લગભગ 45 લાખ રૂપિયા મળી જશે. આ ઉપરાંત તેમને દર મહિને અંદાજે 45,000 રૂપિયા પેન્શન મળવા લાગશે. આ પેન્શન તેમને આજીવન મળતું રહેશે અને તમારા પરિવારનું ભવિષ્ય ઉજળું બનશે. 

કેટલું મળશે પેન્શન? (સમજો સરળ રીતે ગણતરી)

ઉમર- 30 વર્ષ
રોકાણનો કુલ સમય- 30 વર્ષ
મંથલી કન્ટ્રીબ્યુશન- 5000 રૂપિયા
રોકાણ પર અંદાજિત રિટર્ન- 10 ટકા
કુલ પેન્શન ફન્ડ- 1,11,98,471  રૂપિયા (મેચ્યોરિટી પર કાઢી શકાય છે)
44,79,388 રૂપિયા Annuity plan ખરીદવા માટે રકમ
67,19,083 રૂપિયા અંદાજિત Annuity Rate 8 ટકા
મંથલી પેન્શન- 44,793 રૂપિયા

ફંડ મેનેજર કરે છે એકાઉન્ટ મેનેજમેન્ટ
NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યુરિટી સ્કીમ (Social Security Scheme) છે. આ સ્કીમમાં તમે જો રોકાણ કરો તો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી સોંપે છે. આવામાં NPS માં તમારું રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જો કે આ સ્કીમ હેઠળ તમે જો પૈસા રોકાણ કરો તો તેના પર રિટર્નની કોઈ ગેરંટી હોતી નથી. ફાઈનાન્શિયલ પ્લાનર્સ મુજબ NPS એ શરૂઆત બાદથી અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ 10થી 11 ટકા સુધી રિટર્ન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news